તારક મહેતાની મિસીસ સોઢીએ અસિત મોદી પર લગાવ્યો યૌન શોષણનો આરોપ

PC: freepressjournal.in

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આ સીરિયલમાં 15 વર્ષથી મિસીસ રોશન સિંહ સોઢીનો રોલ પ્લે કરનારી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલએ શોના પ્રોડ્યૂસર અસિત મોદી પર સેક્શુઅલ ફેવર લેવાનો આરોપ લગાવ્યો છે. તેની સાથે જ શોને છોડી દીધો અને પ્રોડ્યૂસર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી છે. આ ઉપરાંત, પ્રોજેક્ટ હેડ સોહેલ રમાણી અને એક્ઝીક્યુટિવ પ્રોડ્યૂસર જતિન બજાજ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાવી છે.

ઈ-ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, જેનિફરે આશરે બે મહિના પહેલા જ શૂટિંગ કરવાનું બંધ કરી દીધુ હતું. છેલ્લે 7 માર્ચે તે આવી હતી. સોહેલ અને જતિન બજાજે જેનિફરનું ખૂબ જ અપમાન પણ કર્યું હતું. જોકે, જ્યારે એક્ટ્રેસ સાથે આ અંગે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તેણે કન્ફર્મ કર્યું કે તેણે શો છોડી દીધો છે. જેનિફરે કહ્યું- હાં, મેં શો છોડી દીધો છે.

આ સાથે જ એક્ટ્રેસે કહ્યું- મારો છેલ્લો એપિસોડ 6 માર્ચે આવ્યો હતો. મને સેટ પર પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝીક્યુટિવ પ્રોડ્યૂસર જતિન બજાજે અપમાનિત કરી. હોળીના દિવસે એટલે કે 7 માર્ચે મારી એનિવર્સરી હતી. મેં કામ પરથી રજા લઇને જવા માટે ચારવાર પૂછ્યું હતું. મને તેઓ જવા નહોતા દઈ રહ્યા. ત્યાં સુધી કે, સોહેલે મારી ગાડીને જબરદસ્તી અટકાવી. મેં તેમને કહ્યું કે, મેં આ શોમાં 15 વર્ષ સુધી કામ કર્યું છે અને તમે મારી સાથે આ રીતે જબરદસ્તી ના કરી શકો. સોહેલે મને ધમકી આપી.

જેનિફરે કહ્યું કે, આ શોમાં લોકો પુરુષવાદી વિચારસરણીથી પીડિત છે. મારી સાથે જે પણ થયુ તે બધા CCTV ફુટેજમાં કેદ છે. મને લાગ્યું કે, આ લોકો મને ફોન કરી લેશે પરંતુ, 24 માર્ચે સોહેલે મને નોટિસ મોકલી કે મેં શૂટ છોડ્યો હતો આથી તેઓ મારા પૈસા કાપી લેશે. મને ડરાવી પણ હતી. 4 એપ્રિલે જ્યારે મેં તેમને ચેટ પર જવાબ આપ્યો કે મારું યૌન શોષણ થયુ છે અને એક ડ્રાફ્ટ મોકલ્યો તો તેમણે એવુ કહ્યું કે, હું તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયત્ન કરી રહી છું. તે દિવસે મેં નિર્ણય કર્યો કે હવે તો મને સાર્વજનિક માફી જોઈએ. મેં વકીલ સાથે વાત કરીને 8 માર્ચે અસિત મોદી, સોહેલ અને જતિનને નોટિસ મોકલી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp