તારક મેહતાની એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રીએ કર્યા નવા ખુલાસા, બોલી- નટુકાકાને પણ...

PC: zeenews.india.com

જેનિફર મિસ્ટ્રી બેનિવાલ અને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની વચ્ચે ચાલી રહેલો ઝઘડો સમાપ્ત થવાનું નામ લઈ રહ્યો નથી અને હજુ વધુ રહ્યો છે કેમ કે એક્ટ્રેસે પ્રોડ્યૂસર આસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યૂટિવ પ્રોડ્યુસર જતીન બજાજ વિરુદ્ધ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એક ઇન્ટરવ્યૂમાં જેનિફર મિસ્ત્રીએ નીડરતાથી તેના અનુભવ બાબતે ખુલાસા કર્યા હતા, જેમાં આસિત મોદી સામે જાતીય સતામણીનો કેસ, શૉના સેટ પર સંઘર્ષ, લોકો તેની વિરુદ્ધ ઘણું બોલતા હતા.

44 વર્ષીય એક્ટ્રેસ જેનિફર મિસ્ટ્રીએ હાલના વર્ષોમાં શૉના પ્રોડ્યુસર દ્વારા કરવામાં આવતા દુર્વ્યવહાર સામે અવાજ ઉઠાવ્યો હતો. જેનિફર મિસ્ત્રી એ સમયને યાદ કરતાં ભાવુક થઈ ગઈ હતી, જ્યારે તેના નાના ભાઇનું નિધન થયું. તેણે કહ્યું કે, તે તેના ભાઈ, એક્ટ્રેસ મોનિકા ભદોરિયા અને નટુ કાકા એટલે કે સ્વર્ગસ્થ ઘનશ્યામ નાયક જ હતા, જેમણે તેને તારક મેહતા કા ઉલ્ટા ચાશ્માના નિર્માતાઓના દુર્વ્યવહાર સામે અવાજ ઉઠાવવાની હિંમત આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ઘનશ્યામ નાયક તેની શરૂઆતથી જ ‘તારક મેટા કા ઉલ્ટા ચશ્માનો એક ભાગ હતા અને શૉના સૌથી પ્રિય એક્ટરોમાંથી એક હતા. તેમના દુઃખદ નિધન બાદ કિરણ ભટ્ટને મુખ્ય ભૂમિકા ભજવવા માટે પસંદ કરવામાં આવ્યો. જેનિફર મિસ્ત્રીએ એમ પણ કહ્યું કે, તેણે શૈલેષ લોઢાને શૉમાં પરત આવવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો. મેં કહ્યું હતું કે તમે પાછા આવી જાઓ, કોઈ તમારી જગ્યા નહીં લઈ શકે, પરંતુ તેણે મને કહ્યું હતું કે, નહીં જેની હવે એ મારી સેલ્ફ રિસ્પેક્ટનો સવાલ છે.

અગાઉ એક ઇન્ટરવ્યૂ મોનિકા ભદોરિયાએ પણ જણાવ્યું હતું કે ઘનશ્યામ નાયક ઉર્ફ નટુ કાકાને તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર હેરાન કરવામાં આવતા હતા. સોહેલે ઘનશ્યામ નાયક સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો. તેણે ખુલાસો કર્યો હતો કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર એક્ટરો સાથે કૂતરાઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે. એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે, તેણે એક વર્ષથી વધુ સમય સુધી તેના પૈસા માટે લડતી હતી. નિર્માતાઓએ ઘણા એક્ટરોને ટૉર્ચર કરવા માટે તેમનું પેમેન્ટ અટકાવી દીધું હતું. રાજ અનડકટ (જેણે ટપુની ભૂમિકા ભજવી હતી) અને ગુરચરણ સિંહ (જેણે રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવી હતી)ને તેમના પૈસા આપવાના બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp