જેઠાલાલે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાંથી લીધો બ્રેક, જાણો શું છે કારણ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. શોના આઇકોનિક પાત્રોએ ચાહકોના દિલમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે. શોના દરેક પાત્રની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદો છતાં શોની TRP પર કોઈ અસર જોવા મળી નથી. જેઠાલાલ ઘણા સમયથી શોમાં જોવા મળ્યા નથી. આવી સ્થિતિમાં, અભિનેતાના શો છોડવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?
લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દરરોજ કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી આ શો નકારાત્મક કારણોસર ચર્ચામાં છે. હવે જે સમાચાર સામે આવ્યા છે, તે શો જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સાથે જોડાયેલા છે. તાજેતરમાં, ગણેશ ચતુર્થીના અવસર પર, દિલીપ એટલે કે જેઠાલાલે બધાને કહ્યું કે, તે આ વખતે ઉજવણીમાં ભાગ લેશે નહીં. તેથી આગામી દિવસોમાં દિલીપ શોમાં જોવા નહીં મળે. હવે તેનું કારણ સામે આવ્યું છે.
મીડિયા સૂત્રોએ આપેલા અહેવાલ મુજબ, દિલીપે શોમાંથી થોડા દિવસોનો બ્રેક લીધો છે અને તેનું કારણ એ છે કે, તે ધાર્મિક યાત્રા પર જઈ રહ્યો છે. તે પરિવાર સાથે તાન્ઝાનિયા જશે.
તાજેતરના એપિસોડમાં, દિલીપ જોશી બધાને તેમના ટૂંકા વિરામ વિશે કહે છે. જ્યારે શોમાં ગણપતિ બાપ્પાને લાવવામાં આવે છે, ત્યારે તે પહેલા આરતી કરે છે. આ પછી તે બધાને કહે છે કે, તે એક કામ માટે ઈન્દોર જઈ રહ્યો છે અને ગોકુલધામમાં આયોજિત ગણપતિની ઉજવણીને ખુબ યાદ કરશે.
અહીં તમને જણાવી દઈએ કે, દિલીપ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી. તે ભાગ્યે જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેના ફોટા શેર કરે છે. વર્ષ 2021માં ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરનાર દિલીપ તેના દ્વારા ફેન્સ સાથે ઘણી વાતચીત કરતો હતો. જોકે, દિલીપ છેલ્લા કેટલાક સમયથી ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ નથી. છેલ્લે તેમણે અબુધાબીમાં ધાર્મિક સ્થળના નિર્માણ અંગે ચર્ચા કરી હતી. તેણે તે પ્રોજેક્ટનો વીડિયો શેર કર્યો અને લખ્યું, 'જય સ્વામિનારાયણ. આવા મહત્વના અને આનંદના પ્રસંગ માટે મને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.'
દિલીપ વિશે તમને જણાવી દઈએ કે, આ શો સિવાય તેણે 'કભી યે કભી વો', 'હમ સબ એક હૈ' જેવા શો પણ કર્યા છે. આ સિવાય તેણે 'મૈંને પ્યાર કિયા', 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની', 'વન ટુ કા ફોર', 'જાને ભી દો યારોં' અને 'હમ આપકે હૈ કૌન' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp