એક્ટ્રેસ જિયા ખાન સ્યૂસાઇડ કેસમાં 10 વર્ષ બાદ આવ્યો નિર્ણય, સૂરજ પંચોલી નિર્દોષ
બોલિવુડ એક્ટ્રેસ જિયા ખાન સ્યૂસાઇડ કેસમાં 10 વર્ષ બાદ નિર્ણય આવ્યો છે. મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે સૂરજ પંચોલીને મુક્ત કરી દીધો છે. કોર્ટે પુરાવાઓના અભાવમાં સૂરજ પંચોલીને મુક્ત કરી દીધો છે. જિયા ખાન 3 જૂન 2013ના રોજ મુંબઈ સ્થિત પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. તેના મોતે ઇન્ડસ્ટ્રીને શોક્ડ કરી દીધી હતી. જિયા ખાન સ્યૂસાઇડ કેસમાં સૂરજ પંચાલીને CBI કોર્ટે મુક્ત કરી દીધો છે. એક્ટર પર જિયા ખાનને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ હતો.
જિયા ખાનની માતાએ દીકરીના મોતનો જવાબદાર સૂરજ પંચોલીને ઠેરવ્યો હતો. કોર્ટે પુરાવાઓના અભાવે સૂરજને મુક્ત કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, સૂરજ વિરુદ્ધ કોઈ કેસ બનતો નથી. જિયા ખાનની માતા રાબિયા આ નિર્ણયથી જરાય ખુશ નથી.
25 વર્ષીય એક્ટ્રેસ જિયા ખાન પોતાના સપનાઓની ઉડાણ ભરવાની શરૂ જ રહી હતી, કે મોતને ગળે લગાવી લીધું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી સાથે તે સનસની બની ચૂકી હતી. 3 ફિલ્મો કરીને જિયા ખાને એ મુકામ હાંસલ કરી લીધું હતું જે ઘણી હિરોઈનોને વર્ષોની મહેનત બાદ કરી શકતી નહોતી. જિયા ખાને અમિતાભ બચ્ચન સાથે દિલમ નિઃશબ્દથી ડેબ્યૂ કર્યું હતું. પછી તે હાઉસફુલ અને ગજનીમાં નજરે પડી. સક્સેસફૂલ કરિયર જીવી રહેલી જિયા ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબી ઇનિંગ રમવાની હતી, પરંતુ એ પહેલા તે પ્રેમના ચક્કરમાં એવી ફસાઈ ગઈ કે એક દિવસે તંગ આવીને આત્મહત્યા કરી લીધી.
3 જૂન 2013ના રોજ જ્યારે યંગ ટેલેન્ટ જિયાના મોતના સમાચાર છપાયા તો ફિલ્મી જગતના બધા લોકો આશ્ચર્યચકિત રહી ગયા હતા. સોશિયલ મીડિયા પર ત્સુનામી જેવી આવી ગઈ હતી. દરેક એ જાણવા માગતું હતું કે તેણે આવું ખતરનાક પગલું કેમ ઉઠાવ્યું? જિયાના મોત બાદ તેની માતાએ સૂરજ પંચાલી પર ગંભીર આરોપ લગાવ્યા. તેનું કહેવું હતું કે જિયાના મોતનો જવાબદાર સૂરજ છે. તે તેની દીકરીને ડેટ કરી રહ્યો હતો. તેણે જ જિયાને આત્મહત્યા માટે ઉશ્કેરી હતી. જો કે, સૂરજે પોતાને હંમેશાં નિર્દોષ જ બતાવ્યો હતો.
પોલીસને જિયાના મોત બાદ 6 પાનાંનો લેટર મળ્યો હતો. જેમાં તેણે પોતાના દિલની વાત લખી હતી. તે સૂરજ પંચાલીને ડેટ કરી રહી હતી, પરંતુ આ સંબંધે તેને ખુશી ઓછી અને દર્દ વધારે આપ્યું હતું. એક્ટ્રેસના લેટરના આધાર બનાવતા પોલીસે સૂરજ પંચોલીની ધરપકડ પણ કરી હતી. ત્યારબાદ બોમ્બે હાઇ કોર્ટે જામીન આપી દીધા હતા, પરંતુ એક્ટ્રેસની માતાએ હાર ન માની. જ્યારે કોર્ટે સૂરજ આરોપી હોવાનો ઇનકારી કરી દીધો, તો રાબિયાએ ફરી કોર્ટમાં અરજી નાખી હતી. પછી કેસ CBI પાસે ગયો. રાબિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ મદદ માગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp