માનહાનિ કેસમાં પૂર્વ પત્ની પાસેથી મળેલા 8 કરોડ 21 લાખ અભિનેતાએ દાન કરી દીધા

PC: timesofindia.indiatimes.com

જોની ડેપ અને તેની પૂર્વ પત્ની  એંબર હર્ડ વચ્ચે લાંબી કાનૂની લડાઈ ચાલી હતી. માનહાનિના કેસમાં અંતિમ ચુકાદો જોનીની તરફેણમાં સંભળાવવામાં આવ્યો હતો. એંબરે જોનીને વળતર તરીકે કરોડો રૂપિયા આપ્યા, જે અભિનેતાએ ચેરિટીમાં દાન કરી દીધા છે.

‘પાઇરેટસ ઓફ કેરેબિયન’ ફિલ્મથી જાણીતા હોલિવુડ અભિનેતા જોની ડેપ ફરી એકવાર ચર્ચામાં છે અને તેનું કારણ તેમની પૂર્વ પત્ની એંબર હર્ડ છે. જો કે તમે જે વિચારી રહ્યા છો તેવું કશું નથી, આ વખતે કોઇ કાનૂની લડાઇને કારણે ચર્ચા નથી, પરંતુ માનહાનિના કેસ જીત્યા પછી જોની ડેપને પૂર્વ પત્ની એંબર હર્ડ પાસેથી જે રકમ મળી છે તે બધી આ  અભિનેતાએ દાન કરી દીધી છે. જોની ડેપે બાળકોના શિક્ષણ અને આરોગ્ય માટે 8 કરોડ 21 લાખ રૂપિયાની રકમ દાન કરી દીધી છે.

CNNના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જોની ડેપે સેટલમેન્ટ ફંડ દાન કરવા માટે 5 ચેરિટીની પસંદગી કરી છે. જેમાં મેક-એ ફિલ્મ ફાઉન્ડેશન, ધ પેંટેડ ટર્ટલ, રેડ ફેધર, માર્લન બ્રેન્ડોની ટેટિયારોઆ સોસાયટી ચેરિટી અને અમેજોનિયા ફંડ અલાયન્સ સામેલ છે.  જોની ડેપે દરેક સંસ્થાને 200,000 ડોલર રકમ દાન કરવાની યોજના બનાવી છે.

જોની ડેપ અને  એંબર હાર્ડે વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ વર્ષ 2015માં લોસએન્જેલસના ઘરમાં સીક્રેટ લગ્ન કરી લીધા હતા. પરંતુ તેમનું લગ્ન જીવન લાંબુ ચાલ્યું નહીં. એંબર બર્ડે 23 મે 2016ના દિવસે જોની સાથે છુટાછેડાની અરજી કરી હતી. એંબરે અરજીમાં કહ્યું હતું કે, જોનીએ તેણીનું શારિરિક શોષણ કર્યું  હતું, એ પણ જ્યારે જોની ડ્રગ્સ કે દારૂના નશામાં રહેતા હતા ત્યારે.

વોશિંગ્ટન પોસ્ટના ઓપ-એડ પછી જ્હોનીએ માર્ચ 2019માં એંબર સામે 50 મિલિયન ડોલરનો બદનક્ષીનો દાવો દાખલ કર્યો હતો જેમાં એંબરે ઘરેલુ હિંસાનો ભોગ બનવા વિશે લખ્યું હતું. લેખમાં જોનીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. જો કે, વાત ત્યારે સામે આવી જ્યારે તેમના છૂટાછેડાના કેસની ભારે ચર્ચા શરૂ થઇ. બંને વચ્ચે લાંબી કાનૂની લડાઈ ચાલી અને અંતે જોની ડેપ કેસ જીતી છે.

હોલિવુડના અભેનિતા જોન ડેપના આ પગલાંની ચારેકોર ભારે પ્રસંશા થઇ રહી છે, 8 કરોડ રૂપિયા જેટલી મસમોટી રકમ દાન કરી દેવી એ બધાની તાકાત હોતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp