12 દિવસ પતિ રહેલા જોને પામેલા માટે વસિયતમાં છોડ્યા 81 કરોડ રૂપિયા, કહ્યું...

90ના દશકમાં દુનિયાભરમાં સૌથી જાણીતી સેલિબ્રિટીમાંની એક રહેલી પામેલા એન્ડરસન એક વખત ફરીથી ચર્ચામાં છે. પોતાની લાઈફમાં 6 વખત લગ્ન કરી ચૂકેલી પામેલાના એક પૂર્વ પતિએ તેના માટે પોતાની વસિયતમાં સારી એવી મોટી રકમ આપી છે અને તે પણ માત્ર 12 દિવસના લગ્ન પછી. હોલિવુડ પ્રોડ્યુસર જોન પીટર્સે 2020માં પામેલા સાથે લગ્ન કર્યા હતા અને બંનેનો સંબંધ ઘણો ચર્ચામાં રહ્યો હતો. હવે જોને પોતાની વસીયત સાથે જોડાયેલો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

પામેલા માટે વસીયતમાં એક મોટી રકમ આપવાની વાત કહેતા જોને કહ્યું છે કે તે હંમેશાં પામેલાને પ્રેમ કરતો રહેશે. જોને જે રકમ પામેલા માટે આપી છે તે ભારતીય રૂપિયાના હિસાબે 81 કરોડથી વધારે થાય છે. રિપોર્ટ્સ કહે છે કે તે જોન અને પામેલાએ પહેલી વખત 1980માં એકબીજાને ડેટ કર્યા હતા. 20 જાન્યુઆરી 2020માંએવી ખબરો આવી હતી કે બંનેએ લગ્ન કરી લીધા છે.

કહેવામાં આવી રહ્યું છે કે પામેલા અને જોને મલિબુમાં એક પ્રાઈવેટ સેરેમેનીમાં લગ્ન કરી લીધા છે. પામેલાના પબ્લિસિસ્ટે જાતે આ વાતને કન્ફર્મ કરી હતી. બંને સિલેબ્સના જીવનના આ પાંચમાં લગ્ન હતા. લગ્ન પછી પીટર્સે ધ હોલિવુડ રિપોર્ટર સાથે વાત કરતા કહ્યું હતું કે, સુંદર છોકરીઓ એક તરફ છે. હું આરામથી પસંદ કરી શકતો હતો. પરંતુ 35 વર્ષમાં હું માત્ર પામેલાને પ્રેમ કરતો હતો. પરંતુ પામેલા અને પીટર્સે પોતાના સીક્રેટ લગ્ન પછી મેરેડ સર્ટિફિકેટ માટે કોઈ લીગલ પેપરવર્ક ફાઈલ કર્યા ન હતા.

1 ફેબ્રુઆરી 2020ના પામેલાએ જાહેરાત કરી હતી કે તેણે અને પીટર્સે પોતાના મેરેજ સર્ટિફિકેટના ફોર્મલ હોવાની પ્રોસેસને રોકી દીધી છે. પામેલાએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે અમે કેટલાંક સમય માટે અલગ થઈ રહ્યા છીએ. આ નક્કી કરવા માટે કે અમે લાઈફમાં અથવા એકબીજા પાસેથી શું ઈચ્છીએ છીએ. તમારા આ સપોર્ટ માટે તમારા ઘણા આભારી છીએ. થોડા સમય પછી જોનની સાથે સંબંધ પર પામેલાએ ટ્વિટરમાં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે પામેલા એન્ડરસને કાયદાકીય રૂપથી ક્યારેય જોન પીટર્સ સાથે લગ્ન કર્યા નથી. બંનેએ માત્ર 5 દિવસ સાથે વીતાવ્યા હતા અને પામેલાએ એક ટેક્સ્ટ મેસેજ મોકલીને જોન સાથે બ્રેકઅપ કરી લીધું હતું.

શનિવારે વેરાયટી સાથે વાત કરતા જોન પીટર્સે ખુલાસો આપ્યો હતો કે તેણે પોતાની પૂર્વ પત્ની માટે પોતાની વસીયતમાં 10 મિલિયન ડોલર્સ આપ્યા છે. જે ભારતના રૂપિયા પ્રમાણે 81 કરોડ થાય છે. તેના સ્ટેટમેન્ટ પ્રમાણે આ રકમ પામેલા માટે જ રહેશે પછી તેને તેની જરૂર હોય કે ના હોય. જોને એ પણ કહ્યું કે પામેલાને આ વાતની જાણકારી નથી. હું પામેલાને હંમેશા પ્રેમ કરતો રહીશ. પોતાના દિલમાં.  

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.