
જુનિયર NTRનો જન્મદિવસ 20મી મેના રોજ છે. સામાન્ય રીતે જન્મદિવસના અવસર પર સ્ટાર્સની નવી ફિલ્મોની જાહેરાત કરવામાં આવે છે. કોઈ ફિલ્મમાંથી ટીઝર અથવા ફર્સ્ટ લુક આવે છે. તેમની ફિલ્મ NTR30ના શીર્ષકની જાહેરાત જુનિયર NTRના જન્મદિવસના અવસર પર કરવામાં આવી હતી. આ ફિલ્મ 'દેવરા'ના નામથી રિલીઝ થશે. આ અવસર પર તેની ડેબ્યુ હિન્દી ફિલ્મના સમાચાર પણ આવ્યા છે. લોકો માને છે કે રિતિક રોશને સાબિતી આપી છે કે, જુનિયર NTR 'War 2'માં તેની સામે હશે.
રિતિકે જુનિયર NTRને જન્મદિવસની શુભેચ્છા આપતા ટ્વિટ કર્યું, 'હેપ્પી બર્થ ડે તારક. તમારો દિવસ સારો રહે અને આગળનું વર્ષ એક્શનથી ભરેલું રહે. હું યુદ્ધના મેદાનમાં તમારી રાહ જોઉં છું. જ્યાં સુધી આપણે ફરી મળીએ નહીં ત્યાં સુધી તમારા દિવસો શાંતિ અને ખુશીઓથી ભરેલા રહે.'
છેલ્લા કેટલાક મહિનાઓથી મીડિયામાં એવા અહેવાલો આવી રહ્યા હતા કે, જુનિયર NTR રિતિકની ફિલ્મ 'વોર 2'માં જોવા મળશે. જોકે અત્યાર સુધી મેકર્સે પોતે તેની સાબિતી આપી નહોતી. પરંતુ હવે લોકો રિતિકના ટ્વીટને કન્ફર્મેશન તરીકે જોઈ રહ્યા છે. તેણે લખ્યું કે, યુદ્ધના મેદાનમાં મળીશું. આગામી વર્ષ એક્શનથી ભરેલું રહે. આ બાબતોને 'War 2' સાથે જોડવામાં આવી રહી છે. 'War' 2019ની મોટી હિન્દી ફિલ્મોમાંથી એક હતી. બોલિવૂડ હંગામા અનુસાર, ફિલ્મને 53.35 કરોડ રૂપિયાની ઓપનિંગ મળી હતી. આ ફિલ્મે દેશભરમાં 317.91 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
'War'ની સફળતા બાદ તેની સિક્વલની પણ જાહેરાત કરવામાં આવી હતી. જોકે અગાઉની ફિલ્મ બનાવનાર સિદ્ધાર્થ આનંદ આ ભાગનું નિર્દેશન કરશે નહીં. તે 'ટાઈગર વર્સીસ પઠાણ' જેવા મોટા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં યશ રાજ ફિલ્મ્સે અયાન મુખર્જીને 'War 2' બનાવવા માટે સાઈન કર્યા હતા. અયાનની પાછલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' સુપરહિટ રહી હતી. અયાને પોતે પોતાના સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે, તે 'War 2'માં કામ કરવા જઈ રહ્યો છે. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતાં અહેવાલ મુજબ આ ફિલ્મ માટે તેને મોટી ફી મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે, અયાને 11 થી 12 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
Happy Birthday @tarak9999! Wishing you a joyous day and an action packed year ahead. Awaiting you on the yuddhabhumi my friend. May your days be full of happiness and peace
— Hrithik Roshan (@iHrithik) May 20, 2023
…until we meet 😉
Puttina Roju Subhakankshalu Mitrama 🙏🏻
મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે, 'War 2' માટે માત્ર અયાન જ તગડી ફી લેતો નથી. જુનિયર NTR આ ફિલ્મ માટે 100 કરોડ લેવા જઈ રહ્યો છે. જો કે થોડા દિવસ પહેલા આવેલા સમાચારમાં આ વાતને નકારી કાઢવામાં પણ આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, જુનિયર NTR તેની પ્રથમ હિન્દી ફિલ્મની ફી ઘટાડવા માટે સંમત થયા છે. પહેલા તે 100 કરોડ રૂપિયા લેવાનો હતો. પરંતુ હવે તેઓ આખી ફિલ્મ માટે 30 કરોડ રૂપિયા ચાર્જ કરશે. અહીં તમને જણાવી દઈએ કે, જુનિયર NTR 'War 2'માં વિલન બનવા જઈ રહ્યો છે. ફિલ્મની વાર્તા તૈયાર છે. ફિલ્મનું શૂટિંગ 2023ના છેલ્લા મહિનામાં શરૂ થશે. મેકર્સ આ ફિલ્મને વર્ષ 2024માં રિલીઝ કરવાની યોજના ધરાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp