પ્રસિદ્ધ એક્ટર મંગલ ઢિલ્લોનું નિધન, કેન્સરથી હતા પીડિત

ફિલ્મી જગતથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા પંજાબી અને હિન્દી ફિલ્મ એક્ટર અને ડિરેક્ટર મંગલ ઢિલ્લોનું નિધન થઈ ગયું છે. કેન્સર સામે લાંબા સમય સુધી જંગ લડ્યા બાદ એક્ટરે છેલ્લા શ્વાસ લીધા અને હંમેશાં માટે દુનિયાને અલવિદા કહી દીધી. મંગલ ઢિલ્લોના મોતથી એક્ટરનો પરિવાર અને ફેન્સ આઘાતમાં છે. રિપોર્ટ્સ મુજબ, મંગલ ઢિલ્લો લાંબા સમયથી લુધિયાણાની હોસ્પિટલમાં દાખલ હતા. તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ કેન્સર સામે લડાઈ લડતા લડતા પોતાની જિંદગી હારી ગયા.
મંગલ ઢિલ્લોનો જન્મ પંજાબના ફરીદકોટ જિલ્લામાં એક સિખ પરિવારમાં થયો હતો. તેમણે પોતાનો પ્રાથમિક અભ્યાસ સરકારી શાળામાંથી કર્યો. ત્યારબાદ તેઓ પોતાના પિતાના ખેતર પાસે ઉત્તર પ્રદેશમાં શિફ્ટ થઈ ગયા. પછી તેમને પોતાની આગામી અભ્યાસ લખીમપુરથી કર્યો. મંગલ ઢિલ્લોએ વર્ષ 1980માં એક્ટિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કોર્સ કર્યો હતો. તેમને દિલ્હીમાં થિયેટર્સમાં પણ કામ કર્યું. ત્યારબાદ તેમણે વર્ષ 1986માં ટીવી શૉ ‘કથા સાગર’ સાથે મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું.
Actor-director Mangal Dhillon passes away after battling cancerhttps://t.co/7iaNCH6FLB
— India Today Showbiz (@Showbiz_IT) June 11, 2023
એ જ વર્ષે તેમને બીજો ટી.વી. શૉ ‘બુનિયાદ’ મળી ગયો હતો, જેમાં તેમણે શાનદાર કામ કર્યું હતું. એ સિવાય તેઓ ‘જુનૂન’, ‘કિસ્મત’, ‘ધ ગ્રેટ મરાઠા’, ‘પેન્થર’, ‘સાહિલ’, ‘મૌલાના આઝાદ’, મુજરિમ’, ‘હાજિર’, ‘રિશ્તા’, ‘યુગ’ અને ‘નુરાજહાં’ સહિત ઘણા શૉઝમાં નજરે પડ્યા. ફિલ્મો સિવાય મંગલ ઢિલ્લો ઘણી ફિલ્મોમાં પણ નજરે પડ્યા હતા. તેમણે ‘ખૂન ભરી માંગ’, ‘જખમી ઔરત’, ‘દયાવાન’, ‘કહા હૈ કાનૂન’, ‘નાકા બંદી’, ‘દલાલ’, ‘જાનશીન’ સહિત ઘણી ફીચર ફિલ્મોમાં કામ કર્યું.
મંગલ ઢિલ્લો છેલ્લી વખત વર્ષ 2017માં આવેલી ફિલ્મ ‘તુફાન સિંહ’માં નજરે પડ્યા હતા. મંગલ ઢિલ્લોએ સિનેમાની દુનિયામાં શાનદાર કામ કર્યું. મંગલ ઢિલ્લોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રેખાથી લઈને ડિમ્પલ કાપડિયા જેવી દિગ્ગજ એક્ટ્રેસ સાથે કામ કર્યું હતું. તેમણે પોઝિટિવથી લઈને નેગેટિવ સુધી લગભગ બધા પ્રકારની ભૂમિકા ભજવી હતી. તેમના મોત બાદ સિનેમા જગતમાં સન્નાટો છવાઈ ગયો છે. ફેન્સ અને સેલિબ્રિટીઓ તેમને ભારે મન અને ભીની આંખોથી યાદ કરી રહ્યા છે. મંગલ ઢિલ્લો તો હવે આ દુનિયામાં રહ્યા નથી, પરંતુ તેમની યાદો હંમેશાં ફેન્સના દિલમાં જીવતી રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp