K-pop: ક્યારેક વર્ષમાં 10 ફિલ્મો પણ નહોતી બનતી, હવે બની ગઈ કરોડોની ઈન્ડસ્ટ્રી

PC: 90daykorean.com

કોરિયન સિનેમા, વેબ સીરિઝ અને મ્યુઝિકનો હાલ આખી દુનિયામાં ક્રેઝ છે. ઈન્ડિયા પણ તેમાંથી બાકાત નથી. નેટફ્લિક્સ જેવા વિદેશી OTT પ્લેટફોર્મ પોતાના પૈસા લગાવીને સાઉથ કોરિયામાં ફિલ્મો અને સીરિઝ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ઈન્ડિયાના કેટલાક મહત્ત્વના OTT પ્લેટફોર્મ્સ કોરિયન ફિલ્મો અને સીરિઝને હિંદીમાં ડબ કરીને રીલિઝ કરી રહ્યા છે. કોરિયન એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રી હંમેશાંથી આવી નહોતી. તેની કિસ્મત બદલાઈ ત્રણ વર્ષ પહેલા, જ્યારે 2019માં બનેલી કોરિયન ફિલ્મ ‘પેરાસાઈટ’ને 2020માં ચાર ઓસ્કાર એવોર્ડ મળ્યા અને સમગ્ર દુનિયામાં આ ફિલ્મ છવાઈ ગઈ.

કોરિયન સિનેમા 1940ના દાયકાથી સતત બની રહ્યું છે. કોરિયા પર ત્યારે જાપાનનો કબ્જો હતો અને આઝાદી મળી તેમજ દેશના નોર્થ-સાઉથ વિભાજન થઈ ગયું. આઝાદ થયા બાદ પણ સાઉથ કોરિયામાં સૈન્ય શાસનની વચ્ચે કડક સેન્સરશિપ હતું. પરિણામ એ આવ્યું કે, ફિલ્મોના ડેવલપમેન્ટનો કોઈ માહોલ જ નહોતો. પરંતુ, નવી સદીમાં ધીમે-ધીમે બધુ બદલાયુ અને 2012માં સાઉથ કોરિયામાંથી નીકળેલા ગંગનમ સ્ટાઈલ ગીતે સમગ્ર દુનિયામાં ધૂમ મચાવી દીધી હતી. અહીંથી સૌનું ધ્યાન કોરિયન કન્ટેન્ટ પર ગયું. પછી ‘પેરાસાઈટ’ જેવી ફિલ્મે તહલકો મચાવ્યો. આજે સ્થિતિ એ છે કે, જે સાઉથ કોરિયામાં થોડાં વર્ષો પહેલા એક વર્ષમાં 10 ફિલ્મો પણ નહોતી બનતી, દુનિયામાં આજે દર મહિને તેનું કન્ટેન્ટ 80 કરોડ મિનિટ જોવામાં આવે છે.

‘પેરાસાઈટ’ની સફળતા બાદ દુનિયાએ જ્યારે સાઉથ કોરિયા તરફ જોયું તો દંગ રહી ગયા. કોરિયન કન્ટેન્ટમાં યુવાઓ માટે રોમેન્ટિક સપના છે અને ક્યાંક-ક્યાંક નક્કર હકીકત પણ. દુનિયાભરના લોકો તેની તરફ ખેંચાઈ આવ્યા. આજે કોરિયાથી આવેલી સ્ક્વિડ ગેમ્સ, નેવર્થલેસ, 18 અગેન, બિઝનેસ પ્રપોઝલ અને કોરિયન મની હાઈસ્ટ જેવી વેબસીરિઝ દુનિયાભરમાં ચર્ચિત છે. જ્યારે ‘પેરાસાઈટ’ની સાથે ‘ટ્રેન ટૂ બુસાન’, ‘અ ટેક્સી ડ્રાયવર’, ‘બર્નિંગ’, ‘બી વિથ યૂ’ જેવી ફિલ્મો ખૂબ નામ અને પૈસા કમાઈ ચુકી છે. સ્ક્વિડ ગેમ નેટફ્લિક્સની દુનિયાભરમાં સૌથી વધુ જોવાનારી વેબસીરિઝ છે. આ સીરિઝથી નેટફ્લિક્સે 800 કરોડ રૂપિયા કરતા વધુ નફાની કમાણી કરી.

કોરિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી ભલે પોતાના આકારમાં બોલિવુડ કરતા ઘણી નાની છે પરંતુ, કમાણીમાં બોલિવુડ કરતા ઘણી આગળ છે. હિંદીમાં ભલે વર્ષમાં બે હજાર કરતા વધુ ફિલ્મો બને છે, પરંતુ તેની વાર્ષિક કમાણી 3500 કરોડ રૂપિયાની આસપાસ છે, જ્યારે કોરિયામાં વર્ષમાં આશરે 800 ફિલ્મો બનવા છતા તેની કમાણી 6000 કરોડ રૂપિયા કરતા વધુ છે. કોરિયન ફિલ્મોની કમાણીનો આ ગ્રાફ એટલા માટે ઉપર છે કારણ કે, તેનું કન્ટેન્ટ સમગ્ર દુનિયામાં જોવામાં આવે છે. કોરિયન સ્ટાર્સને હોલિવુડમાંથી ઓફર્સ આવી રહી છે. નેટફ્લિક્સ જેવા પ્લેટફોર્મ ત્યાં દર વર્ષે હજારો કરોડ ડૉલરનું નિવેશ કરી રહ્યા છે. કોરિયન સરકાર પોતે પણ પોતાની ફિલ્મો તેમજ અન્ય કન્ટેન્ટને પ્રમોટ કરી રહી છે કારણ કે, તેને લાગે છે કે, આવનારા વર્ષોમાં કોરિયન એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીનો આકાર, તેની અર્થવ્યવસ્થા કરતા પણ મોટો થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp