શાહરૂખની ફિલ્મ 'પઠાણ'ના બોક્સઓફિસ કલેક્શન પર કાજોલની હાંસી, બોલી...

PC: timesnownews.com

શાહરૂખ ખાને વર્ષ 2023ની શરૂઆતમાં બ્લોક-બસ્ટર ફિલ્મ પઠાણ રીલિઝ કરીને ઘણાં રેકોર્ડ પોતાના નામે કર્યા હતાં. આ ફિલ્મ એક્શન પેક સીન્સથી ભરપૂર હતી. દુનિયાભરમાં આ ફિલ્મે 1000 કરોડથી વધુની કમાણી કરી હતી. જેની ચર્ચા હજુ પણ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. તેની વચ્ચે કિંગ ખાનના ફેન્સ તેની આવનારી ફિલ્મ 'જવાન'ને લઇ પણ ઘણાં ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ ફિલ્મના ટ્રેલરને પણ લોકોનો ખૂબ પ્રેમ જોવા મળ્યો છે. કિંગ ખાનની આ આવનારી ફિલ્મને લઇ પણ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, શાહરૂખની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી રેકોર્ડ તોડી શકે છે.

જોકે, આ બધાની વચ્ચે બોલિવુડ અદાકારા અને શાહરૂખની ખાસ મિત્ર કાજોલનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં અદાકારા શાહરૂખની ફિલ્મ પઠાણના બોક્સ ઓફિસ કલેક્શનને લઇ વાત કરતી જોવા મળી રહી છે. કાજોલનો આ વીડિયો કમાલ આર ખાને તેના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે.

કમાલ આર ખાને ટ્વીટર પર શેર કરેલા વીડિયોમાં કાજોલ એક ઈન્ટરવ્યૂ આપી રહી હતી. ઈન્ટરવ્યૂ દરમિયાન કાજોલ કિંગ ખાનની ફિલ્મ પઠાણ વિશે વાત કરતી જોવા મળી રહી છે. અભિનેત્રી કહે છે કે, શાહરૂખ ખાનને શું પૂછું હું? બધુ જ તો સોશિયલ મીડિયા પર છે. તો કાજોલના મનમાં પ્રશ્ન આવે છે કે, શું ખરેખર પઠાણે આટલી બધી કમાણી કરી છે? ત્યાર બાદ અભિનેત્રી હસવા લાગે છે.

આ વીડિયોને શેર કરતા કમાલ ખાને લખ્યું, કાજોલ પઠાણના બિઝનેસને લઇ હાંસી ઉડાવી રહી છે. જેનો અર્થ થાય છે કે, કાજોલનો પતિ અજય દેવગણ ઘરે તેની સાથે પઠાણના ખોટા કલેક્શનને લઇ વાત કરતો હશે કે ફિલ્મે ખોટી કમાણી દેખાડી છે. આ છે બોલિવુડની ખરી તસવીર.

આ ટ્વીટર પોસ્ટને જોઇ કિંગ ખાનના ફેન્સનું રિએક્શન સામે આવ્યું છે. લોકો શાહરૂખના સપોર્ટમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કાજોલ હાલમાં પોતાના OTT ડેબ્યૂ શો 'ધ ટ્રાયલ' ને લઇ ચર્ચામાં છે. હાલમાં અદાકારા તેના આ શોના પ્રમોશનને લઇ વ્યસ્ત જોવા મળી રહી છે. સાથે જ અભિનેત્રી તેની નો કિસિંગ પોલિસીને તોડવાને લઇ પણ ચર્ચાનો વિષય બની છે.

શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ દ્વારા અભિનિત ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીના રોજ રીલિઝ થઇ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણાં રેકોર્ડ બનાવ્યા અને તોડ્યા પણ હતા. આ ફિલ્મનું દુનિયાભરમાં લાઇફટાઇમ કલેક્શન 1055 કરોડ છે. જ્યારે ભારતમાં 525 કરોડનો બિઝનેસ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp