‘ગદર’ પહેલા કાજોલને ઓફર થયેલી, આ કારણે ન કરી સની દેઓલની ફિલ્મ

PC: dekhnews.com

બોલિવુડની પોપ્યુલર અભિનેત્રી કાજોલને ચાહનારાઓ ઓછા નથી. અભિનેત્રી તેની નિખાલસા માટે જાણીતી છે. કાજોલ આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. હાલમાં જ અભિનેત્રી રજત શર્માના શો આપ કી અદાલતમાં જોવા મળી હતી. જેમાં તેણે ઘણી વાતો શેર કરી હતી. આ શોના એક વીડિયોમાં તેણે ગદર ફિલ્મને લઇ વાત કરી છે.

કાજોલ પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે. રજત શર્માએ તેમના શોમાં કાજોલને સવાલ કર્યો કે, તમે ઓછું કામ શા માટે કરો છો. તેના જવાબમાં કાજોલ કહે છે કે, તે કામ કરવાના મામલામાં જરા આળસુ છે. પણ માત્ર પોતાના પ્રોફેશનલ કામને લઇ. તે આગળ કહે છે કે તે સારા કામની શોધમાં ઓછું કામ કરે છે. તેને લાગે છે કે જો કામ કરવું જ હોય તો સારુ કરવામાં આવે. એવું નથી કે હું ફિલ્મો કરવા નથી માગતી કે હવે મને કામની જરૂર નથી. પણ ઓછી ફિલ્મો કરવાનું કારણ જ સારા કામની શોધ છે.

આ કારણે ગદર ફિલ્મ નહોતી કરી

ત્યાર પછી કાજોલને ગદર ફિલ્મને લઇ એક સવાલ કરવામાં આવે છે. જેના વિશે કાજોલ કહે છે કે, તેને આ ફિલ્મ ઓફર થઇ હતી પણ તેને ન લાગ્યુ કે તે પાત્ર તેના માટે યોગ્ય હતું. તો દિલથી કામ ન કરવાને લઇ તેણે કહ્યું કે તેની તારીખો મેચ નહોતી થઇ. તો મોહબ્બતે ફિલ્મની ઓફરને લઇ તેણે કહ્યું કે તેને યાદ નથી કે એ ફિલ્મ તેને ઓફર થઇ હતી પણ કે નહીં.

કાજોલના કામની વાત કરીએ તો, છેલ્લે અભિનેત્રી સલામ વેંકી ફિલ્મમાં જોવા મળી હતી. કાજોલ અને વિશાલ જેઠવા સ્ટારર આ ફિલ્મ ગયા વર્ષે 9 ડિસેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ ઝી5 પર રીલિઝ થઇ હતી. આ ફિલ્મમાં આમીર ખાન પણ કેમિયો રોલમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત હાલમાં અભિનેત્રી બે ઓટીટી સીરિઝમાં જોવા મળી છે. તેણે ‘લસ્ટ સ્ટોરી 2’ અને ‘ધ ટ્રાયલ- પ્યાર, કાનૂન, ધોખા‘માં કામ કર્યું છે. આ બંને વેબ સીરિઝમાં અભિનેત્રીના કામની પ્રશંસા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp