કંગના- હું PMને વિનંતી કરું છું કે જેમ રામે સીતા માટે એક સ્ટેન્ડ લીધું હતું...

PC: khabarchhe.com

હાલમાં ટી.વી. ઇન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ તુનિશા શર્માનો આત્મહત્યાનો કેસ લાઇમલાઇટમાં બનેલો છે. માત્ર 20 વર્ષની ઉંમરમાં ‘અલી બાબા: દાસ્તાન એ કાબુલ’ શૉની લીડ એક્ટ્રેસે શૂટિંગ સેટ પર જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. રિપોર્ટ્સ મુજબ, પોતાના કો-સ્ટાર અને એક્સ બોયફ્રેન્ડ શીઝાન ખાન સાથે બ્રેકઅપને લઇને તણાવમાં હતી. આ કેસ પર હવે બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે એક્ટ્રેસ માટે ન્યાયની માગણી કરી હતી છે.

કંગના રણૌતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તુનિશા શર્માના મોત પર પોતાના વિચાર શેર કર્યા છે. કંગના રણૌતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બહુવિવાહ અને એસિડ હુમલાઓ વિરુદ્ધ મહિલાઓની સુરક્ષા માટે નવા કાયદા બનાવવાની અપીલ કરી છે. એક લાંબી નોટમાં કંગના રણૌતે તુનિશા શર્મા હેઝટેગનો ઉપયોગ કર્યો અને લખ્યું કે, એક મહિલા દરેક વસ્તુનો સામનો કરી શકે છે. પ્રેમ, લગ્ન, સંબંધ કે અહીં સુધી કે કોઇ પોતિકાની કમી, પરંતુ આ વસ્તુ ક્યારેય નહીં પહોંચીવળે કે તેની પ્રેમ કહાની ક્યારેય નહોતી.

બીજા વ્યક્તિ માટે તેનો પ્રેમ, તેનું શોષણ કરવા માટે માત્ર એક સરળ ટારગેટ હતો, એ વ્યક્તિની જિંદગીમાં તેની ઉપસ્થિતિ માત્ર શારીરિક અને ભાવાત્મક રૂપે ઉપયોગ અને દુરુપયોગ કરવા માટે હતી. કંગના રણૌતે સમાજમાં છોકરાઓ દ્વારા છોકરીઓના ઇમોશનલ બ્લેકમેઇલિંગ અને પ્રેમના નામ પર છળને હત્યા કહી. તેણે લખ્યું કે, જ્યારે છોકરીઓ પોતાના પર ભરોસો ગુમાવી દે છે, તો એવી પરિસ્થિતિઓમાં તેમને જીવિત કે મૃત હોવામાં કોઇ ફરક દેખાતો નથી. આખરે તે પોતાની જિંદગી સમાપ્ત કરવાનો નિર્ણય લે છે. કૃપયા જાણી લો કે તેણે આ એકલીએ નથી કર્યું. આ એક હત્યા છે.

કંગના રણૌતે આગળ કહ્યું કે, હું માનનીય વડાપ્રધાન @narendrmodiજીને રિક્વેસ્ટ કરું છું, જેમ કૃષ્ણ દ્રૌપદી માટે ઉઠ્યા હતા, જેમ રામે સીતા માટે એક સ્ટેન્ડ લીધું હતું, અમે તમારી સહમતી વિના બહુવિવાહ વિરુદ્ધ મજબૂત કાયદો બનાવવાની આશા રાખીએ છીએ. મહિલાઓ વિરુદ્ધ એસિડ હુમલા, જે નિશ્ચિત રૂપે તેમને ટૂંકડાઓમાં કાપી દે છે.. એવા આરોપીઓ અને ગુનેગારોને કોઇ કેસ વિના તાત્કાલિક મોતની સજા આપવી જોઇએ. તુનિશા શર્મા સ્યૂસાઇડ કેસના હાલના તાજા અપડેટમાં પોલીસ હકીકત પરથી પરદો ઉઠાવવાનો પ્રયત્ન કરી રહી છે. મુખ્ય આરોપી શીઝાન ખાનને 30 ડિસેમ્બર સુધી કસ્ટડીમાં રાખ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp