કંગનાને દલાઈ લામા અને બાઇડેન પર મીમ શેર કરવું પડ્યું ભારે, જાણો શું થયું

બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌત દરેક મુદ્દા પર બેબાકરીતે પોતાનો અભિપ્રાય રજૂ કરે છે અને તેના આ જ બિંદાસ અંદાજના કારણે તે ઘણીવાર મુશ્કેલીમાં પણ મુકાઈ જાય છે. હાલમાં આવુ જ કંઈક કંગના સાથે થયુ છે. થોડાં દિવસો અગાઉ કંગનાએ તિબ્બતના ધર્મગુરુ દલાઈ લામા અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે સંકળાયેલું એક મીમ શેર કર્યું હતું. કંગનાને આ મીર શેર કરવું ભારે પડી ગયુ. તેની પાલી હિલ સ્થિત ઓફિસની બહાર કેટલાક લોકો ધરણા-પ્રદર્શન કરવા માંડ્યા. ત્યારબાદ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર વધુ એક પોસ્ટ શેર કરી અને આ અંગે સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું કે, તે કોઈના દિલને દુઃખ પહોંચાડવા માંગતી ન હતી. તે તો માત્ર એક મજાક હતી.

કંગના રણૌતે સ્પષ્ટતા કરતા લખ્યું કે, બૌદ્ધ લોકોનું એક ગ્રુપ પાલી હિલમાં મારી ઓફિસની બહાર પ્રોટેસ્ટ કરી રહ્યું છે. મારો મતલબ કોઈકની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. આ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને દલાઈ લામાના મિત્ર હોવા અંગે એક હાર્મલેસ મજાક હતી. કૃપા કરી મારા ઇરાદાઓને ખોટાં ના સમજો. પોતાની પોસ્ટમાં કંગનાએ હાથ જોડવાવાળો ઇમોજી પણ બનાવ્યો છે.

36 વર્ષીય એક્ટ્રેસે એવુ પણ લખ્યું, હું બુદ્ધની શિક્ષાઓમાં વિશ્વાસ ધરાવુ છું અને પરમ પાવન 14માં દલાઈ લામાએ પોતાનું સમગ્ર જીવન સાર્વજનિક સેવામાં વ્યતીત કર્યું છે... મારી પાસે કોઇની પણ વિરુદ્ધ કંઈ પણ નથી. આટલી ગરમીમાં ઊભા ના રહો. કૃપા કરી ઘરે જાઓ.

આ અગાઉ 12 એપ્રિલે કંગના રણૌતે એક મીમ ટ્વીટ કર્યું હતું, જેમા દલાઈ લામા અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનને દર્શાવવામાં આવ્યા હતા અને લખ્યું હતું, દલાઈ લામાનું વ્હાઇટ હાઉસમાં ગર્મજોશીભર્યું સ્વાગત થયુ. એક્ટ્રેસે પોસ્ટ શેર કરતા લખ્યું હતું, અમને બંનેને એ જ બીમારી છે, નિશ્વિત રૂપથી બંનેની ફ્રેન્ડશિપ થઈ શકે છે.

દલાઈ લામા ફેબ્રુઆરી મહિનામાં ધર્મશાળાના Tsuglagkhang મંદિરમાં લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન એક બાળકે દલાઈ લામાને ગળે મળવાની રિક્વેસ્ટ કરી. ત્યારબાદ દલાઈ લામાએ કથિતરીતે પહેલા બાળકને ગાલો પર કિસ કરી અને પછી લિપ કિસ કરી અને પછી પોતાની જીભ બહાર કાઢીને તેને Suck કરવા માટે કહ્યું. આ વીડિયો જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો. લોકો દલાઈ લામાની આ હરકતથી આશ્ચર્યચકિત હતા. તેમની ખૂબ જ ટીકાઓ પણ થઈ હતી. ત્યારબાદ તેમણે માફી પણ માંગી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.