કંગના રણૌત એક ઝટકામાં થઈ શકે છે કંગાળ,સંપત્તિ લગાવી દાવ પર, કર્યો જાતે ખુલાસો

PC: instagram.com/kanganaranaut

કંગના રણૌત જી જાનથી પોતાની અપકમિંગ ફિલ્મ 'ઈમરજન્સી'ને પૂરી કરવામાં લાગી છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ દેશની પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના પાત્રમાં જોવા મળવાની છે. કંગનાએ આ ફિલ્મના કાસ્ટથી લઈને ફિલ્મના શૂટિંગ લોકેશનની રેકી કરવા માટે ઘણી મહેનત કરી છે. તે સમય સમય પર સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતી રહે છે. હવે કંગનાએ ફિલ્મની શૂટિંગના રેપ અપની જાણકારી આપતા ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં તેણે ચોંકાવી દેનારા કેટલાંક ખુલાસાઓ પણ કર્યા છે. કંગનાના આ ખુલાસા પર સિનિયર એક્ટર અનુપમ ખેરે પણ રિએક્ટ કરી કોમેન્ટ કરી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

કંગના એક લડાયક છે, તે આપણે સૌ જાણીએ જ છીએ. પોતાની ધુનની પાક્કી કંગના રણૌત દરેક ફિલ્મ માટે ઘણી મહેનત કરે છે પરંતુ ઈમરજન્સી ફિલ્મ માટે તેણે પોતાની પ્રોપર્ટી પણ ગિરવે મૂકી દીધી છે. કંગના આ ફિલ્મમાં માત્ર એક્ટર જ નહીં પરંતુ ફિલ્મની ડાયરેક્ટર પણ છે. કંગના રણૌતે ઈન્સ્ટાગ્રામ પર 'ઈમરજન્સી'ના શૂટિંગનું રેપ અપ થયું હોવાની જાણકારી આપતા ફોટા શેર કર્યા છે. આ ફોટામાં તે ટીમની સાથે બેઠેલી જોવા મળે છે. ઈન્દિરાની જેમ હેર સ્ટાઈલ અને કોસ્ચ્યુમમાં કંગના પાછળથી માઈક્રોફોન પર બોલતા જોવા મળી રહી છે.

કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર ખુલાસો કરતા લખ્યું છે કે એક એક્ટર તરીકે 'ઈમરજન્સી' રેપ અપ..મારી લાઈફનો મહત્વનો ગૌરવશાળી ફેઝ પૂરો થઈ ગયો.. એવું લાગી રહ્યું છે કે મેં તેને સરળતાથી પાર કરી લીધો પરંતુ સચ્ચાઈ તેનાથી ઘણી અલગ છે..મારી પોતાની સંપત્તિ ગિરવે મૂકવાથી લઈને, પહેલા શિડ્યુલ દરમિયાન ડેન્ગ્યુ થઈ ગયો હતો, લો બ્લડ સેલ કાઉન્ટ હોવા છત્તાં મેં શૂટિંગ કર્યું. એક વ્યક્તિ તરીકે મારા ચરિત્રની ગંભીર પરીક્ષા થઈ.. હું સોશિયલ મીડિયા પર પોતાની ફિલીંગ્સ શેર કરતી રહું છું પરંતુ ઈમાનદારીથી કહું તો મેં આ બધુ શેર નથી કર્યું કારણ કે હું નથી ઈચ્છતી કે જે લોકો મારી ચિંતા કરે છે, તેમને ચિંતા થાય અને જે લોકો મને પડતી જોવા ઈચ્છે છે અને મને પીડિત કરવા માટે ઘણું બધું કહી રહ્યા છે, તેમને હું મારા દર્દનું સુખ આપવા નથી ઈચ્છતી.

કંગના આગળ લખે છે-સાથે જ હું સૌની સાથે શેર કરવા ઈચ્છતી, જો તમને લાગે છે કે પોતાના સપના માટે હાર્ડ વર્ક કરવું જ વધારે છે તો જણાવી દઉં કે બીજી વખત વિચારો કારણ કે આ સાચું નથી. તમને જે આપવામાં આવ્યું છે તેના માટે ઘણી મહેનત કરવી જોઈએ, જો તમે કાબિલ છો તો તમારી ઘણી પરીક્ષા થશે અને તમારે તૂટવાનું નથી..તમે પોતાને ત્યાં સુધી પકડીને રાખો જ્યાં સુધી તમે પકડીને રાખી શકો છો. જો લાઈફ બચી જાય છે તો તમે ભાગ્યશાળી છો..જો તમે તૂટીને વિખેરાઈ જાઓ છો તો સેલિબ્રેટ કરો.. કારણ કે આ તમારો પુનર્જન્મ છે અને હું આવું જીવંત મહેસૂસ કરી રહી છું જેવું પહેલા નહીં હતું.. મારા માટે આવું કરવું બદલ મારી જબરજસ્ત ટેલેન્ટેડ ટીમનો ઘણો આભાર..

અંતમાં તેણે લખ્યું છે- પીએસ તે બધા લોકો જે મારી પરવા કરે છે, પ્લીઝ જાણી લો કે હું હવે સેફ જગ્યાએ છું.. જો હું નહીં હોતે તો હું આ બધુ શેર ન કરતે.. પ્લીઝ ડોન્ટ વરી, મને માત્ર આશીર્વાદ અને પ્રેમની જરૂર છે. કંગનાની આ પોસ્ટ પર અનુપમ ખેર સહિત ઘણા બધા ફેન્સ અને સિલેબ્સે રિએક્ટ કર્યું છે. અનુપમે ખેરે લખ્યું છે- ડિયરેસ્ટ કગંના, તારી નોટ મારા દિલને ગમી ગઈ છે. મારા દાદાજીએ મારા ફિલ્મોમાં આવવા પહેલાના તકલીફવાળા દિવસોમાં મને એક પત્ર લખ્યો હતો, ભીગા હુઆ આદમી બારીશ સે નહીં ડરતા.. આપ ચલતે રહો.. આપકી ઈમાનદારી હી આપકી સબસે બડી તાકત હૈ, હંમેશા પ્યાર ઓર દુઆ.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp