100 કરોડમાં બનેલી ફિલ્મ 2 કરોડ પણ નહોતી કમાઈ,હવે કંગના પાસે 6 કરોડ પાછા મગાયા

PC: facebook.com/KanganaRanaut

પોતાના બેફામ નિવેદનોથી જાણીતી બોલિવુડ અભિનેત્રીનો વર્ષ 2021માં આવેલી એક ફિલ્મ વિવાદમાં વમળમાં ફસાઇ છે. જાણવા મળેલી વિગત મુજબ કંગનાની આ ફિલ્મ 100 કરોડ રૂપિયામાં બની હતી, પરંતુ 2 કરોડ રૂપિયાની કમાણી પણ કરી શકી નહોતી. હવે ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટરે પ્રોડયુસર પાસે 6 કરોડ રૂપિયા પાછા માંગ્યા છે.

કંગના રનૌત કંગના કરતા વધારે પંગા ક્વીન તરીકે વધારે જાણીતી છે. 10 સપ્ટેમ્બર 2021માં કંગનાની એક ફિલ્મ રીલિઝ થઇ હતી. આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ ‘જયલલિતા’ના પાત્રમાં લોકોએ કંગનાને બિલકુલ પસંદ કરી નહીં અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ઉંધા માથે પટકાઇ ગઇ હતી. હવે ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટરે પૈસા માંગીને ટેન્શન વધારી દીધું છે.

કંગના રનૌતે પોતાની ફિલ્મ ‘થલાઇવી’ને લઇને બોલિવુડ સ્ટાર્સને ઘણી વખત ખરી ખોટી સંભળાવી ચૂકી છે. હવે થલાઇવી ફિલ્મના પ્રોડ્યુસર પાસે નુકશાનની ભરપાઇ કરવા માટે પૈસા માંગવામાં આવ્યા છે. વર્લ્ડવાઇડ ડિસ્ટ્રીબ્યુટર ZEEએ ફિલ્મ પ્રોડયુસરને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ 6 કરોડ રૂપિયા પાછા આપી દે.

‘થલાઇવી’ એ 10-20 કરોડ રૂપિયામાં નહોતી બની હતી, પરંતુ 100 કરોડના બજેટમાં ફિલ્મ બની હતી. મેકર્સને આ ફિલ્મથી ઘણી આશાઓ હતી. પરંતુ ફિલ્મ અડધી રકમ પણ રિકવર કરી શકી ન હતી. રિલીઝના પહેલા દિવસે આ ફિલ્મે દેશભરમાં માંડ 22 લાખ રૂપિયાની કમાણી કરી હતી. લાઈફ ટાઈમ કલેક્શનની વાત કરીએ તો તે 2 કરોડના આંકડાને પણ સ્પર્શી શકી નહોતી. અહેવાલો અનુસાર, આ ફિલ્મે સમગ્ર દેશમાં કુલ 1.91 કરોડ રૂપિયાની જ કમાણી કરી હતી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, ડિસ્ટ્રીબ્યુશન કંપની  ZEEએ આ ફિલ્મના ડિસ્ટ્રીબ્યુશન રાઈટ્સ માટે 6 કરોડ રૂપિયા આપ્યા હતા. હવે ડિસ્ટ્રીબ્યુશન કંપનીએ પ્રોડક્શન કંપનીને ઈમેલ દ્વારા પૈસા પરત કરવાની માંગ કરતો પત્ર મોકલ્યો છે, જેનો તેમને કોઈ જવાબ મળ્યો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની તેની સામે કોર્ટના દરવાજા ખટખટાવી શકે છે. કંગનાની ફિલ્મ ‘ધાકડ’ના પણ ડિસ્ટ્રીબ્યુટર અને પ્રોડ્યુસર પોતાનું નુકશાન ભરપાઇ કરી શક્યા નથી.

આ ફિલ્મ માટે કંગનાએ બોલિવુડ પર આકરા પ્રહારો કર્યા કારણ કે તેઓએ ફિલ્મના વખાણ કર્યા નહોતા, કંગનાએ બોલિવુડ સ્ટાર્સને માફીયા કહ્યા હતા. તેણે લખ્યું હતું કે,હું બોલિવૂડ માફિયાઓની રાહ જોઈ રહી છું, તેઓ આપણા રાજકીય અને વૈચારિક મતભેદોને બાજુ પર રાખે, મને સારી કળાની પ્રશંસા કરવી મુશ્કેલ નથી લાગતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગનાની આગામી ફિલ્મ 'ઇમરજન્સી' છે, જેનું ડિરેકશન તે પોતે કરી રહી છે. આ ફિલ્મ વર્ષ 1977માં ભારતમાં કટોકટી દરમિયાનની વાર્તા છે, જેમાં કંગના વડાપ્રધાન સ્વ.ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp