એક્ટરને હિંદુત્વ પર ટ્વીટ કરવું પડ્યું ભારે, થઈ ધરપકડ

PC: starsunfolded.com

કન્નડ ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. ચેતન કુમાર કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો એક્ટર છે. એક્ટર ચેતન કુમારે ઘણી સુપર હિટ ફિલ્મો આપી છે, ચેતન કુમારની ફિલ્મોનું લિસ્ટ ખૂબ જ લાંબુ છે. સમાચાર છે કે, કન્નડ ઇન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર ચેતન કુમારની ધરપકડ કરવામાં આવી છે. કન્નડ અભિનેતા ચેતન કુમારની કર્ણાટકના બેંગલુરુમાં શેષાદ્રિપુરમ પોલીસ દ્વારા હિંદુત્વને 'built on lies' વાળા મામલામાં ધરપકડ કરવામાં આવી છે. એક્ટર ચેતન કુમારનું ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ટ્વીટના વાયરલ થતા જ તરત એક્શન લેવામાં આવી છે.

કન્નડ અભિનેતા ચેતન કુમારની બેંગલુરુમાં શેષાદ્રિપુરમ પોલીસે હિંદુત્વને જુઠાણા પર બનાવવામાં આવ્યું છે એવુ લખેલા તેના ટ્વીટના વાયરલ થયા બાદ ધરપકડ કરવામાં આવી છે. કાલે ચેતને ટ્વીટ કર્યું હતું કે, હિંદુત્વ જુઠાણા પર ટકેલું છે. ટ્વીટના આધાર પર શેષાદ્રિપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી. ફરિયાદ બજરંગ દળના શિવકુમારે દાખલ કરાવી હતી.

બજરંગ દળના શિવકુમારે ચેતન કુમારની ટ્વીટના આધાર પર શેષાદ્રિપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

ચેતન કુમારે ટ્વીટમાં લખ્યું હતું, હિંદુત્વ જુઠાણા પર બન્યું છે...

સાવરકરઃ ભારતીય રાષ્ટ્ર ત્યારે શરૂ થયુ જ્યારે રામે રાવણને હરાવ્યો અને અયોધ્યા પાછા આવ્યા- એક જુઠાણું

1992: બાબરી મસ્જિદ રામની જન્મભૂમિ છે- એક જુઠાણું

2023: ઉરીગૌડા-નાનજેગૌડા ટીપૂના હત્યારા છે- એક જુઠાણું

હિંદુત્વને સત્ય દ્વારા હરાવી શકાય છે- સત્ય બધા માટે એકસમાન છે.

આ પહેલા ચેતનની હિજાબ મામલાની સુનાવણી કરી રહેલી હાઈકોર્ટના જજ વિરુદ્ધ તેના આપત્તિજનક ટ્વીટ બાદ હિજાબ વિવાદ માટે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તે રેપ કેસને લઈને જસ્ટિસ કૃષ્ણા દીક્ષિતના પોતાના જુના ટ્વીટને લઇને ચર્ચામાં આવ્યો હતો. તેણે ટ્વીટમાં લખ્યું હતું, આ અઠવાડિયે કેએ (કર્ણાટક) હાઈકોર્ટની જસ્ટિસ કૃષ્ણા દીક્ષિતે બળાત્કારના આરોપી રાકેશ બીની ધરપકડ પહેલા જ જામીન કરી દીધા, જેમા દાવો કરવામાં આવ્યો કે બળાત્કાર બાદ ભારતીય મહિલાનું સુવૂ શોભા નથી આપતું. આ બધુ અશોભનીય છે. ચેતન કુમાર ચાલી રહેલા મુદ્દાઓ પર ટ્વીટના માધ્યમથી પોતાના વિચાર વ્યક્ત કરવા માટે જાણીતો છે જે અવાર-નવાર તેના માટે મુશ્કેલીનું કારણ પણ બની જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp