
કોમેડી કિંગ કપિલ શર્માના જોક્સના તમે ફેન હશો. ધ કપિલ શર્મા શોમાં કપિલની સ્ટેન્ડઅપ કોમેડી લોકોનો વીકેન્ડ બનાવી દે છે. સ્ક્રીન પર કપિલનું જોક મારવું અને લોકોનું હસવું... બધાને મજા આવી જાય છે. કોમેડી કિંમગની આ કોમેડી સાથે સંકળાયેલો એક વીડિયો સામે આવ્યો છે. જેમા કપિલ શર્મા ટેલીપ્રોમ્પટર પર વાંચીને જોક્સ ક્રેક કરતો દેખાઈ રહ્યો છે. આ વીડિયોને જોયા બાદ લોકો કપિલને ટ્રોલ કરી રહ્યા છે. બીજી, તરફ ફેન્સ તેના બચાવમાં ઉતર્યા છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કપિલ કોમેડી કરી રહ્યો છે. સ્ક્રીન ઝૂમ કરીને બતાવી તો વિંડો સ્ક્રીન પર ટેલીપ્રોમ્પટરની ઝલક દેખાય છે. તેમા કપિલના ડાયલોગ્સ લખેલા છે. યુઝરની નજરોથી આ ટેલીપ્રોમ્પટર ના બચ્યું. યુઝરે વીડિયોમાં કપિલના ટેલીપ્રોમ્પટરના ઉપયોગ કરવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. તે વ્યક્તિને લાગતું હતું કે, કપિલ પોતે બોલે છે અને જોક્સ મારે છે. પરંતુ, યુઝરનો આ ભ્રમ તૂટ્યો અને તેને જાણકારી મળી કે કપિલના ડાયલોગ્સ અને જોક્સ પહેલાથી જ લખેલા હોય છે. તે ટેલીપ્રોમ્પટરનો ઉપયોગ કરીને બોલે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. કપિલને પસંદ ના કરનારા તેને ટ્રોલ કરી રહ્યા છે. પરંતુ, કપિલને સપોર્ટ કરનારા લોકો તેનો બચાવ કરી રહ્યા છે. લોકોએ કપિલના વખાણ કર્યા અને તેના ટેલીપ્રોમ્પટર યુઝ કરવાને જરૂરી પ્રોસેસ ગણાવી. જે વ્યક્તિએ કપિલને એક્સપોઝ કરવાના ઈરાદા સાથે આ વીડિયો બનાવ્યો તેને જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
યુઝરે લખ્યું- તો શું થઈ ગયું. ન્યૂઝ એન્કર પણ આવુ જ કરે છે અને અમને મજા આવે છે. લોકો હસે છે બીજું શું જોઈએ. બીજાએ લખ્યું, હાં ખૂબ જ સરળ છે ટેલીપ્રોમ્પટરનો ઉપયોગ કરીને બોલવાનું. તમે પણ કરી લો અને ફેમસ થઈ જાઓ. કપિલના ફેને લખ્યું- ટેલીપ્રોમ્પટર જોઈને બોલવું જરૂરી છે. આ કોમન રિયાલિટી છે શૂટિંગની. યુઝર લખે છે- આ એટલા માટે છે કારણ કે કંઈક ભૂલી જઈએ તો યાદ આવી જાય. આટલા બધા લોકોને હસાવવા કોઈ સામાન્ય વાત નથી.
કપિલ ટેલીપ્રોમ્પટર જોઈને કોમેડી કરે કે જોયા વિના કરે, તેના ફેન્સને તેનાથી કોઈ ફરક નથી પડતો. ફેન્સને તો માત્ર કપિલની કોમેડીથી મતલબ છે. કપિલ શર્માનો શો વર્ષોથી લોકોનો ફેવરિટ છે. કોમેડી શો દર વર્ષે લોકોને એન્ટરટેન કરે છે. આ વખતે પણ કપિલનો શો ટીઆરપી રેટિંગમાં છવાયેલો છે. કપિલની ટીમ બદલાઈ ગઈ છે. તેની ટીમ સાથે કેટલાક નવા સાથી જોડાયા છે. કપિલની કોમેડીના દીવાનાઓને તેની નવી ટીમ જોરદાર લાગી છે. ફેન્સ એક્સાઈટમેન્ટ સાથે કપિલ શર્મા શોના દરેક વીકેન્ડની રાહ જુએ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp