સની દેઓલના પુત્ર કરણના થયા લગ્ન, સામે આવી પહેલી તસવીર અને વીડિયો, દાદા પણ નાચ્યા

PC: twitter.com

શુભેચ્છા.. એ ખુશીની પળ આખરે આવી જ ગઈ, જેની દરેક કાગડોળે રાહ જોઈ રહ્યું હતું. સની દેઓલના પુત્ર કરણ દેઓલ આજે પોતાની લેડી લવ દ્રિશા આચાર્ય સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. કરણ પોતાની દુલ્હનને લેવા માટે જોર-શોરથી ઘોડી પર જાન લઈને નીકળ્યો હતો. કરણ અને દ્રિશાના લગ્નના રીત-રિવાજો પૂરા થઈ ચૂક્યા છે. કરણ દેઓલ અને દ્રિશા આચાર્ય 7 ફેરા લઈને હંમેશાં માટે એક-બીજાના થઈ ગયા છે.

દેઓલ પરિવારમાં આ સમયે સેલિબ્રેશનનો માહોલ છે કેમ કે તેમનો લાડકો દીકરો કરણ હવે લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કરણ દેઓલના લગ્નના રીત-રિવાજ પીરા થઈ ચૂક્યા છે અને હવે કરણ અને દ્રિશા આચાર્ય પતિ-પત્ની બની ચૂક્યા છે. બંનેને નવી સફર માટે અનેક ગણી શુભેચ્છાઓ. કરણ અને દ્રિશા આચાર્યના લગ્નથી ઇનસાઇડ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કરણ દેઓલની દુલ્હન નાચતી મસ્તીભર્યા અંદાજમાં મંડપ પર એન્ટ્રી કરતા નજરે પડી રહી છે.

દ્રિશા આચાર્યના ચહેરાની ખુશી બતાવી રહી છે કે, દેઓલ પરિવારની વહુ બનીને તે કેટલી ખુશ છે. કરણ દેઓલની દુલ્હન દ્રિશા આચાર્યની પહેલી તસવીર સામે આવી ગઈ છે. લાલ જોડામાં દુલ્હન બનેલી દ્રિશા આચાર્ય ખૂબ જ સુંદર લાગી રહી છે. લગ્નની વાયરલ તસવીરમાં દ્રિશા આચાર્ય અને કરણ મંડપમાં બેઠા નજરે પડી રહ્યા છે. કરણ અને દ્રિશા આચાર્ય એક-બીજા સાથે મેડ ફોર ઇંચ અધર લાગી રહ્યા છે. દુલ્હનના લુકમાં દ્રિશા આચાર્ય ખૂબ સુંદર લાગી રહી છે. ફેન્સ દ્રિશા આચાર્યના બ્રાઈડલ લૂકથી નજરો હટાવી શકતા નથી.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

તેમણે પોતાના બ્રાઈડલ લુકને હેવી જ્વેલરી અને ગ્લોઇન્ગ મેકઅપ સાથે કમ્પ્લીટ કર્યો છે. કરણ દેઓલની જાનમાં દરેકની નજરો તેની માતા અને સની દેઓલની પત્ની પૂજા દેઓલ પર અટકી ગઈ. કરણ દેઓલની માતા પૂજા દેઓલના પુત્રની જાનમાં ગ્રીન કલરનો લેંઘો પહેર્યો. લેંઘા સાથે તેને લોંગ શર્ટ પહેર્યું. સાથે જ મેચિંગ દુપટ્ટો પણ કેરી કર્યો. સની દેઓલના લડાકા દીકરા કરણની જાન નીકળી ચૂકી છે. વરરાજા બનીને કરણ ખૂબ શોભી રહ્યો છે. ક્રીમ કલરની શેરવાની અને મેચિંગ પાઘડીમાં કરણ દેઓલ કોઈ શહજાદાથી ઓછો લાગી રહ્યો નથી.

આખો દેઓલ પરિવાર કરણ દેઓલની જાન લઈને નીકળી ચૂક્યો છે. લગ્નમાં સામેલ થનાર દાદા ધર્મેન્દ્ર પણ પહોંચ્યા હતા. બ્રાઉન સૂટ અને માથે પાઘડી બાંધીને ધર્મેન્દ્ર હેન્ડસમ લાગી રહ્યા છે. સની દેઓલ આ સમયે સૌથી વધુ ખુશ છે કેમ કે તેના લડાકા દીકરા કરણ આજે પોતાની જિંદગીની નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

દીકરાની જાનમાં સની દેઓલે ગ્રીન અને વ્હાઇટ શેરવાની પહેરી છે. તેની સાથે જ તેણે માથે લાલ કલરની પાઘડી પહેરી છે. સસરા બનવા જઈ રહેલા સનીનો સવેગ જોતા જ બને છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

પૌત્ર કરણના લગ્નમાં દાદા ધર્મેન્દ્રનું ટશન જોવા લાયક છે. ધર્મેન્દ્રએ કરણની જાનમાં જોરદાર ડાન્સ કર્યો. ઢોલ પર નાચતા ધર્મેન્દ્રની તસવીર સામે આવી છે જે પોતાનું મન ખુશ કરી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp