નરેન્દ્ર મોદીની બાયોપિક બનાવે તો હીરો તરીકે કોને લેશે? કરણ જૌહરે આપ્યો જવાબ
પોતાના બિન્દાસ બોલ માટે ચર્ચિત ડિરેક્ટર કરણ જૌહર ફરી એક વખત બોલિવુડ પર ખુલીને બોલ્યા. તેમણે માન્યૂ કે ફિલ્મોને લઇને બોલિવુડ સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા પર યોગ્ય રિવ્યૂ આપતા નથી. તેમણે એમ પણ કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોક્સ ઓફિસના નંબર્સ નકલી રીતે રજૂ કરે છે. પોતાની સાથે અદાવત માટે જાણીતી કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને તેમણે કહ્યું કે, આ ફિલ્મને જોવા માટે ખૂબ ઉત્સાહિત છે. તેમને કેજો (Kjo) કે નેપો (Nepo) કહેવાવાનું પસંદ નથી. ‘કોફી વિથ કરણ’માં કંગનાએ જ્યારે તેના પર નેપોટિઝ્મનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી તેને સોશિયલ મીડિયા પર નેપો કહીને ટ્રોલ કરવામાં આવે છે.
એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, કરણે કહ્યું કે, જ્યારે લોકો મને કેજો કે નેપો કહીને બોલાવે છે તો મને ગુસ્સો આવે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ‘આદિપુરુષ’, ‘કિસિકા ભાઈ કિસી કી જાન’ અને ‘લાલ સિંહ ચડ્ઢા’ સાથે શું ગરબડ થઈ ગઈ? તેના જવાબમાં તેમણે કહ્યું કે, મેં લાલ સિંહ ચડ્ઢા સિવાય તેમાંથી કોઈ પણ ફિલ્મ નથી જોઈ. એટલે કમેન્ટ નહીં કરી શકું. મને લાલ સિંહ ચડ્ઢા પસંદ આવી હતી, ખબર નહીં ફિલ્મ કેમ ન ચાલી. મને યાદ છે કે ફિલ્મ જોતી વખત ઈમોશનલ થઈને રડ્યો પણ હતો.
કરણ જોહર પોપ્યુલર ચેટ શૉ કોફી વિથ કરણને હોસ્ટ પણ કરે છે. તેની સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, કોઈ ગેર ફિલ્મી વ્યક્તિને બોલાવવાનો અવસર મળ્યો તો તો હું ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું ઇન્ટરવ્યૂ કરવાનું પસંદ કરીશ. બાયોપિક સાથે જોડાયેલા સવાલ પર કહ્યું કે, ઐશ્વર્યા રાય બચ્ચનને નીતા અંબાણી, પંકજ ત્રિપાઠીને સુકેશ ચંદ્રશેખર, અમિતાભ બચ્ચનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રણવીર કપૂરને રાહુલ ગાંધી અને વિકી કૌશલને વિરાટ કોહલીના રોલમાં કાસ્ટ કરવાનું પસંદ કરીશ.
જ્યારે કરણને પૂછ્યું કે, શું તેઓ રાજનીતિ સાથે જોડાયેલી કોઈ ઘટના પર ફિલ્મ બનાવવાનું પસંદ કરશો તો તેમણે કહ્યું કે, ‘ઇમરજન્સી’ બની રહી છે અને હું આ ફિલ્મને જોવા માટે ઉત્સાહિત છું. દેશમાં ઇમરજન્સી લાગૂ કરવાની પુષ્ઠભૂમિ પર બની રહેલી ઇમરજન્સીમાં કંગના રનૌત પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે. તેમને પૂછવામાં આવ્યું કે, દર્શકોની કયા પ્રકારની સલાહ પર તેઓ દુઃખી થઈ જાય છે તો તેમણે કહ્યું કે, કોઈએ કહ્યું હતું કે મારે પ્રોડ્યુસર હોવું જોઈએ. બૉલિવુડ સેલિબ્રિટી જુઠ્ઠા છે અને તેમના દ્વારા કરવામાં આવેલા ફિલ્મ રિવ્યૂ મોટા ભાગે વાસ્તવિક હોતા નથી.
આ અનુસંધાને પોતાને પણ સામેલ કરતા કહ્યું કે, આપણે બધા જુઠ્ઠા છીએ, મોટી ચામડીવાળા. કરણ જોહરે એવો પણ સ્વીકાર કર્યો કે ઈન્ડસ્ટ્રીમાં ક્યારેક ક્યારેક બોક્સ ઓફિસના નંબર્સ વધારી-ચડાવીને બતાવવામાં આવે છે. આ પહેલી વખત નથી કે બોલિવુડ બોક્ષ ઓફિસના નંબર્સને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અંદરથી જ કોઈએ કંઇ કહ્યું હોય. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસ કાજોલે પણ મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે, હું શાહરુખ ખાનને પૂછવા માગીશ કે ‘પઠાણ’નું અસલી બોક્સ ઓફિસ કલેક્શન શું હતું. ટ્રોલિંગના સવાલ પર કરણ જોહરે કહ્યું કે, મને ખબર નથી કે એવું કેમ છે, પરંતુ દરેક જગ્યાએ સાંપની ઇમોજી મારો પીછો કરે છે.
તેમણે કહ્યું કે, તેઓ નેગેટિવ હોવા છતા પણ ક્રિએટિવ છે, તમારે પોતે મજબૂત થવું પડશે, જેથી આ વસ્તુ પ્રભાવિત ન કરે. તેમને પૂછવામાં આવ્યું કે, જો સની દેઓલનો ફોન તેમના હાથે લાગી જાય તો તે કેવી રીતે મેસેજ કરશો, તો તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે, આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મેસેજ કરીશ અને બતાવીશ કે તે કયા પ્રકારે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, ગદર 2એ બધાના હોશ ઉડાવી દીધા છે કેમ કે આ એક એવી ફિલ્મ હતી જે, 2001માં ખૂબ સફળ રહી હતી અને હવે 2023માં એ દરેક રેકોર્ડ તોડી રહી છે. હું સિંગલ સ્ક્રીન માટે ખૂબ ખુશ છું કેમ કે હવે અહી પણ દર્શક ફરી રહ્યા છે અને ખુશી અને સેલિબ્રેશનનો માહોલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp