
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ યશ રાજની ફિલ્મ 'રબ ને બના દી જોડી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ પછી અનુષ્કાએ 'બેન્ડ બાજા બારાત'માં કામ કર્યું અને આ ફિલ્મમાં પણ અભિનેત્રીની એક્ટિંગની પ્રશંસા થઈ. પરંતુ શું તમે જાણો છો કે કરણ જોહરે 'રબ ને બના દી જોડી'ના નિર્દેશક આદિત્ય ચોપરાને અનુષ્કાને ફિલ્મમાં કાસ્ટ ન કરવા કહ્યું હતું. કરણ જોહરે પોતે ખુલાસો કર્યો છે કે, તે અનુષ્કા શર્માની કરિયર બરબાદ કરવા માંગતો હતો.
કરણ જોહરનો જૂનો ઈન્ટરવ્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતે કહી રહ્યો છે કે, તે અનુષ્કાના કરિયરને બરબાદ કરવા માંગતો હતો, ત્યાર પછી કરણે અનુષ્કાની માફી પણ માંગી હતી.
વીડિયોમાં કરણ જોહર કહી રહ્યો છે કે, 'હું અનુષ્કા શર્માના કરિયરનું ખૂન કરવા માંગતો હતો... કારણ કે જ્યારે આદિત્ય ચોપરાએ મને આ તસવીર બતાવી ત્યારે મેં કહ્યું, ના… ના… તું આને સાઈન કરી રહ્યો છે, તારે તેને (અનુષ્કા) સાઈન કરવાની જરૂર નથી, મારી પાસે બીજી એક મુખ્ય અભિનેત્રી હતી જેને હું ઈચ્છતો હતો કે આદિત્ય તેને સાઈન કરે.'
કરણ જોહરે વધુમાં ઉમેર્યું, 'જ્યારે મેં 'બેન્ડ બાજા બારાત' જોઈ, ત્યારે મેં અનુષ્કાને આ બતાવ્યું હતું અને માફી માંગી હતી. માફી એટલે માંગી હતી, કારણ કે મને એટલી શરમ આવી હતી કે હું ખરેખર એક મહાન અભિનેત્રીની કારકિર્દીનો ગ્રાફ બગાડવાની કોશિશ કરી રહ્યો હતો.'
'I totally wanted to murder Anushka Sharma's career' - Karan Johar confesses to Rajeev Masand & Anupama Chopra in 2016. Said in jest, I'm sure, but still a worthy point in the raging insider-outsider debate. pic.twitter.com/8JNLp8Kyud
— Apurva (@Apurvasrani) April 6, 2023
આ વીડિયો વર્ષ 2016નો છે જે હાલ વાયરલ થઈ રહ્યો છે અને અપૂર્વ અસરાનીએ પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ઘણા લોકોએ કરણ જોહરની ટીકા કરીને ટિપ્પણી કરી છે કે, તે હંમેશા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની બહારના લોકોને હાંકી કાઢવા માંગે છે. લોકો અનુષ્કાના વખાણ કરી રહ્યા છે કે, તેણે હસતાં હસતાં આ પરિસ્થિતિને સંભાળી હતી.
આ વીડિયો શેર કરતા વિવેક અગ્નિહોત્રીએ લખ્યું, 'કરિયર બનાવવી અને તેનો અંત કરવો એ દરેકનો શોખ છે. જો બોલિવૂડ ગટરમાં છે, તો તેનું કારણ બહારથી આવેલા સક્ષમ લોકો સામે કેટલાક લોકોની ગંદી રાજનીતિ છે.' વીડિયોમાં અનુષ્કા શર્મા કરણ જોહરના નિવેદન પર હસતી જોઈ શકાય છે, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે ફિલ્મ નિર્માતાના નિવેદન પર ખૂબ જ ગંભીર પ્રતિક્રિયા આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp