
ટેલિવિઝનના લવ બર્ડ્સ કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ સૌથી વધુ લવિંગ કપલ છે. કરણ અને તેજસ્વીને એકબીજા સાથે બિગ બોસના ઘરમાં પ્રેમ થયો હતો અને ત્યારથી તેમનો પ્રેમ સૌને જોવા મળી રહ્યો છે. કરણ અને તેજસ્વી ઘણી વખત એકબીજા સાથે જોવા મળે છે. હવે કરણ અને તેજસ્વીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયેલો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં બંને કિસ કરતા જોવા મળે છે.
રોમેન્ટિક કપલ કરણ અને તેજસ્વી આમ તો એકબીજા પર પોતાનો પ્રેમ લૂટાવવામાં કોઈ કસર છોડતા દેખાતા નથી. પરંતુ હાલમાં જ બંનેનો ચાલતા એસ્કેલેટર પર લિપ લોક કરતો વીડિયો વાયરલ થયો છે, જેની ઘણી ચર્ચા થઈ રહી છે. વીડિયોમાં જોઈ શકશો કે તેજસ્વી એસ્કેલેટરથી નીચે આવી રહી છે, જ્યારે બીજી તરફ કરણ કુન્દ્રા ઉપર તરફ જઈ રહેલો જોવા મળી રહ્યો છે, ત્યારે બંને જ્યાં એકબીજાની સામેથી પસાર થાય છે તો પ્રેમથી લિપ કિસ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સ્ટાર કપલની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા લાયક છે.
કરણ અને તેજસ્વીનો આ વીડિયો દરેક જગ્યાએ છવાયેલો જોવા મળી રહ્યો છે. હવે કરણ કુંદ્રા અને તેજસ્વીએ તેમના આ વાયરલ લિપલોક વીડિયો પર રિએક્ટ કર્યો છે. પાપારાઝીએ જ્યારે કરણ કુંદ્રા અને તેજસ્વીને વાયરલ વીડિયો અંગે પૂછ્યું તો એક્ટરે કહ્યું- હમણા અમારી માતાઓ કેવું રિએક્ટ કરશે તેની ખબર નથી. કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ પડછાયાની જેમ એકબીજા સાથે રહે છે. બંનેના રોમેન્ટિ ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર છવાયેલા જોવા મળે છે. કરણ અને તેજસ્વીનો પ્રેમ કોઈથી છૂપાયેલો નથી. બંને એકબીજા પર જાન ન્યોછાવર કરે છે. કરણ અને તેજસ્વીની જોડી પણ બંનેના ફેન્સને ઘણી પસંદ છે અને તેઓ પણ બંને પર ભરપૂર પ્રેમ કરતા જોવા મળ્યા છે.
થોડા સમય પહેલા કોઈની પાર્ટી દરમિયાન પણ બંનેના રોમેન્ટિક પળોનો એક વીડિયો વાયરલ થયેલો જોવા મળ્યો હતો, જે તેમની મિત્રએ રેકોર્ડ કર્યો હતો. બંને એકબીજાના પ્રેમમાં ડૂબીને કિસ કરતા હોય છે તે વખતે તેની મિત્ર આ વીડિયો રેકોર્ડ કરે છે અને પછી તે બંનેને ખબર પડતા તેજસ્વી તે વીડિયો ડિલીટ કરવા માટે કહેતી જોવા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp