
બોલિવુડ સુપર સ્ટાર કરીના કપૂર ખાને ફિલ્મોને બોયકોટ કરવાના ટ્રેન્ડ પર પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે. તેણે કહ્યું હતું કે, હું આ વાતથી સહેજ પણ સંમત નથી. કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન બોલતા તેણે કહ્યું હતું કે જો આવું થાય છે તો, અમે મનોરંજન કેવી રીતે કરીશું, તમારા જીવનમાં આનંદ અને ખુશી કેવી રીતે આવશે. મને લાગે છે કે દરેકને આ વસ્તુ જોઈતી હોય છે. જો ફિલ્મો નહીં હોય તો મનોરંજન કેવી રીતે હશે. તેની આ ટિપ્પણી શાહરુખ ખાનની રીલિઝ થનારી ફિલ્મ 'પઠાણ'ના એક ગીતને લઈને કરવામાં આવેલા બોયકોટના આહ્વાનની વચ્ચે આવી છે.
'પઠાણ'ના ગીત 'બેશરમ રંગ'માં દીપિકા પાદુકોણ દ્વારા ભગવા રંગની બિકીની પહેરવાના લઈને દેશભરમાં વિરોધનો વંટોળ જાગ્યો છે અને ફિલ્મને બોયકોટ કરવાની માંગણીઓ ઉભી થઈ રહી છે. આ જ રીતનો બોયકોટનો ટ્રેન્ડ આમીર અને કરીનાની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ને લઈને થયેલો સૌએ જોયો જ છે. જેનું પરિણામ આમીર ખાને ઘણું ખરાબ ભોગવવું પડ્યું હતું.
બોયકોટના ટ્રેન્ડના લીધે મેકર્સ સહિત થિયેટરના માલિકોને પણ ઘણું નુકસાન થયું હતું. સોશિયલ મીડિયા પર 2015 દરમિયાનનો આમીર ખાનનો એક વીડિયો વાયરલ થતા લોકોએ તેની ફિલ્મને બોયકોટ કરવાનું આહ્વાન આપ્યું હતું. આ વીડિયોમાં તેને એ કહેતા સાંભળવામાં આવ્યો હતો કે તેની તે સમયની પત્ની કિરણ રાવે ભારતમાં વધતી અસહિષ્ણુતાના કારણે દેશ છોડવાની સલાહ આપી હતી.
કરીના કપૂર ખાને તે સમયે પણ બોયકોટ ટ્રેન્ડનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તથ્ય એ છે કે લોકોએ આ ફિલ્મનો બહિષ્કાર કરવો જોઈએ નહીં, આ ઘણી સુંદર ફિલ્મ છે અને હું ઈચ્છું છું કે લોકો મને અને આમીરને સ્ક્રીન પર જુએ. અમે ઘણા સમયની રાહ જોઈ છે.
આથી કૃપા કરી તેનો બોયકોટ ના કરો કારણ કે આ ખરેખરમાં સારા સિનેમાનો બોયકોટ કરવા જેવું છે. જણાવી દઈએ કે 2022નું વર્ષ બોલિવુડ માટે ઘણું જ ખરાબ રહ્યું હતું અને આખા વર્ષ દરમિયાન બોયકોટનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો હતો. જેના કારણે 2-4 ફિલ્મોને છોડીને કોઈ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી શકી ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp