કોણ છે સારા અલી ખાન સાથે દેખાયેલો મિસ્ટ્રી મેન, તસવીર પર શરૂ થઈ ચર્ચા

PC: indiatv.in

બોલિવુડની ગોર્જિયસ ડીવા સારા અલી ખાન ફરી એક વખત રિલેશનશિપ સ્ટેસ્ટસને લઇને ચર્ચામાં છે. સારા અલી ખાનનું નામ ફરીથી કાર્તિક આર્યન સાથે જોડાઇ રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ, બંને એક જ જગ્યા પર વેકેશન એન્જોઇ કરી રહ્યા છે. આ દરમિયાન સારા અલી ખાને મિસ્ટ્રી મેન સાથે તસવીર શેર કરીને લોકોને કન્ફ્યૂઝ કરી દીધા છે. સારા અલી ખાને પોતાના વેકેશનથી મિત્રો સાથે ઘણી બધી તસવીર શેર કરી છે. કોઇ ફોટોમાં સારા અલી ખાન આદું ખાતી નજરે પડી, તો કોઇ તસવીરમાં ચીલ કરતી નજરે પડી રહી છે, પરંતુ લોકોનું ધ્યાન સારા અલી ખાનની એ તસવીર પર ગયું, જેમાં તે એક મિસ્ટ્રી મેન સાથે સ્વેગ કરી રહી છે.

સારા અલી ખાનની તસવીરમાં તમે જોઇ શકો છો કે, રેડ ટોપ અને બ્લેક ટ્રાઉઝર સાથે સિલ્વર જેકેટમાં સારા અલી ખાન કિલર એટિટ્યૂડમાં પોઝ આપી રહી છે. તેણે વ્હાઇટ સનગ્લાસિસ સાથે પોતાના લૂકને કમ્પ્લિટ કર્યો છે. સારા અલી ખાન સામે આગળ ફૂલ બ્લેક આઉટફિટમાં એક છોકરો ઊભો છે. તેણે બ્લેક જેકેટની કેપથી પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો છે. સારા અલી ખાન સાથે મિસ્ટ્રી મેનને જોઇને ફેન્સ એ જાણવા માટે ઉત્સુક છે કે, આખરે તે કોણ છે? ઘણા લોકોએ અનુમાન લગાવવાની શરૂઆત પણ કરી દીધી છે.

સારા અલી ખાન ફેન્સ સાથે પોતાની લાઇફ અપડેટ શેર કરતી રહે છે. હાલના દિવસોમાં તે લંડનમાં વેકેશન મનાવી રહી છે. જેની ઘણી તસવીર સારા અલી ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે અલગ અલગ જગ્યા પર પોઝ આપી રહી છે. તસવીરો શેર કરતા સારા અલી ખાને લખ્યું કે દુબળા રહો.. સારું ખાઓ.. આનંદ લો.. તમે શાંત અનુભવશો. કોઇ મિસ્ટ્રી મેનને સારાનો ભાઇ ઇબ્રાહીમ અલી ખાન કહી રહ્યું છે, તો  કોઇ યુઝરને તે કાર્તિક આર્યન લાગી રહ્યો છે.

એક યુઝરે લખ્યું કે, સારા સાથે દેખાતો મિસ્ટ્રી મેન કોઇ બીજો નહીં, પરંતુ આર્યન ખાન છે. તો અન્ય એક યુઝરે પૂછ્યું કે, કોણ છે આ મિસ્ટ્રી બોય? તો બીજાએ પૂછ્યું કે કાર્તિક આર્યન છે.. બધાને ચહેરો દેખાડો.. સારા અલી ખાનનું નામ કાર્તિક આર્યન સાથે પણ જોડાઇ ચૂક્યું છે. એક ટાઇમ પર બંનેના રિલેશનશિપના સમાચારો ખૂબ લાઇમલાઇટમાં રહ્યા હતા, પરંતુ બંનેના સંબંધ ચાલી ન શક્યા અને બંનેએ બ્રેકઅપ કરી લીધું. હવે સારા અલી ખાનની તસવીરમાં દેખાઇ રહેલો મિસ્ટ્રી મેન કોણ છે એ તો તે જ કહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp