કાર્તિક આર્યન પૂરું કરશે સુશાંતનું અધૂરું સપનું, એક્ટરને આ રીતે આપશે શ્રદ્ધાંજલિ

PC: gulfnews.com

કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’નો દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે ઊંડો સંબંધ છે. આ જ કારણ છે કે કાર્તિક આર્યન પોતાની આગામી ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ને સુશાંત સિંહ રાજપૂતની પુણ્યતિથિના દિવસે રીલિઝ કરવા જઈ રહ્યો છે, પરંતુ સવાલ એ ઉઠે છે કે ખેલાડી મુરલિકાન્ત પેટકરના જીવન પર આધારિત ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ સાથે શું કનેક્શન હોય શકે છે. આવો આ આર્ટિકલમાં આપણે જાણીએ.

સુશાંત સિંહ રાજપૂત સાથે શું છે કનેક્શન?

કાર્તિક આર્યન અગાઉ આ ફિલ્મ સુશાંત સિંહ રાજપૂત કરવાનો હતો. એક અંગ્રેજી વેબસાઇટના રિપોર્ટ મુજબ, દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત ‘એમએસ ધોની’ કર્યા બાદ વધુ એક સ્પોર્ટ્સ બાયોપિક કરવાનો હતો. એ સમય સુધી ફિલ્મનું ટાઇટલ નક્કી થયું નહોતું, પરંતુ સુશાંત સિંહ રાજપૂતે પોતે વર્ષ 2016માં આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે મુરલિકાન્ત પેટકરની બાયોપિક કરવાનો છે. તેણે કહ્યું હતું કે, તે પોતાની જાતે જ પેટકરની કહાની તરફ આકર્ષિત થઈ ગયો હતો. તેને પેટકરના ઝનૂને એટલું પ્રેરિત કર્યો હતો કે તે તેની બાયોપિક કરવા માટે ખૂબ ઉત્સાહિત હતો.

હવે સુશાંત સિંહ આ દુનિયામાં રહ્યો નથી, તો હવે આ ફિલ્મની બાગડોર એક્ટર કાર્તિક આર્યને સંભાળી છે. મુરલિકાન્ત પેટકરની કહાનીને પાંખ આપવાનું સુશાંત સિંહ રાજપૂતનું અધૂરું સપનું હવે કાર્તિક આર્યન પૂરું કરશે. ‘ભૂલ ભૂલૈયા 2’નો એક્ટર આ ભૂમિકા ભજવવા માટે એક યોગ્ય એક્ટર દેખાય છે. રિપોર્ટ્સ મુજબ, કાર્તિક આર્યન આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી રહ્યો છે. તે ફિલ્મ માટે ઘણી રમતો શીખી રહ્યો છે.

કોણ છે મુરલિકાન્ત પેટકર?

મુરલિકાન્ત પેટકર, ભારતના પહેલા પેરાલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મુરલિકાન્ત પેટકર પહેલા ભારતીય સેનામાં જવાન હતા, પરંતુ વર્ષ 1965માં પાકિસ્તાન વિરુદ્ધ થયેલા યુદ્ધ દરમિયાન ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થવાના કારણે તેઓ વિકલાંગ થઈ ગયા. અપંગ થયા બાદ પણ તેમણે હાર ન માની અને સવિમિંગ સહિત અન્ય રમતો તરફ વળ્યા. તેમણે વર્ષ 1970માં રાષ્ટ્રમંડળ રમતો અને વર્ષ 1972માં જર્મનીમાં પેરાલમ્પિકમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યું.

ક્યારે રીલિઝ થશે ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’?

કાર્તિક આર્યનની આ ફિલ્મ આગામી વર્ષે 14 જૂનના રોજ રીલિઝ થશે. તેનું ડિરેક્શન ફિલ્મ ‘83’ ડિરેક્ટ કરનાર કબીર ખાન કરશે. તો આ ફિલ્મ સાજિદ નડિયાદવાળાના બેનર હેઠળ તૈયાર કરેલી હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp