KBCમાં આ 1 કરોડના સવાલ પર સ્પર્ધક ફસાઇ ગયો, શું તમે આપી શકશો જવાબ!

PC: indiatimes.com

KBCની 15મી સીઝનની શરૂઆત 14 ઓગસ્ટના રોજ 2023થી શરૂ થઇ ગઇ છે. પાંચમા દિવસના એપિસોડમાં બચ્ચને સારી શરૂઆત કરી. ભોપાલના રાહુલ નેમાને અમિતાભે ઈન્ટ્રોડ્યુસ કર્યો. જે બેંકમાં અસિસ્ટેંટ મેનેજર છે. રાહુલ નેમાએ 3 લાખ 20 હજાર રૂપિયા જીત્યા હતા અને તેની પાસે 3 લાઇફ લાઇન પણ હતી. તેની સાથે જ ગેઇમની ફરી શરૂઆત થઇ. બચ્ચને રાહુલ નેમાને ઘણાં સવાલ પૂછ્યા. તેણે લાઇફલાઇનનો ઉપયોગ કરતા 50 લાખ રૂપિયા સુધીના 14 સવાલોના જવાબ આપી દીધા હતા. રાહુલે જણાવ્યું કે તેના શરીરમાં મલ્ટીપલ ફ્રેક્ચર છે. જેને કારણે કે પોતાના પગ પર ઊભો થઇ શકતો નથી. તે કંઇ એવું કરવા માગે છે કે જેથી તે પોતાના પગ પર ઊભો થઇ શકે. માટે તે KBCમાંથી જીતેલી રાશિનો ઉપયોગ આ દિશામાં કરશે.

ત્યાર પછી રાહુલને 1 કરોડ રૂપિયાનો સવાલ કરવામાં આવ્યો. રાહુલે આ સવાલ સાંભળ્યા પછી શોને ક્વીટ કરવાનો નિર્ણય લીધો. એવામાં સવાલ શું હતો અને તેનો યોગ્ય જવાબ શું છે, જાણો.

1 કરોડનો સવાલ

આમાંથી કયા પૂર્વ મુખ્યમંત્રીને સાહિત્ય એકેડમી પુરસ્કાર મળ્યો છે?

જ્યોતિ બાસુ

બીજૂ પટનાયક

વીરપ્પા મોઇલી

ઈએમએસ નંબૂદરીપાડ

સાચો જવાબ- વીરપ્પા મોઈલી

50 લાખ જીત્યા

KBCના નિયમ અનુસાર ગેઇમ ક્વીટ કર્યા પછી સ્પર્ધકે એક જવાબ ગેસ કરવાનો રહે છે. આ કડીમાં રાહુલે જ્યોતિ બાસુનું નામ પસંદ કર્યું. જો ક્વીટ કર્યા વિના રાહુલે આ જવાબ આપ્યો હોત તો તેનો જવાબ ખોટો થાત. ક્વીટ કરવાને લીધે રાહુલ ઘરે 50 લાખ રૂપિયા લઇ ગયો.

આ સીઝનમાં ડબલ ડિપનો નવો કન્સેપ્ટ આવ્યો છે. આ એક એવી લાઇફ લાઇન છે. જેનો પ્રયોગ કરતા સ્પર્ધક એક સવાલના બે વાર જવાબ આપી શકે છે. એટલે કે આ વિકલ્પ પસંદ કર્યા પછી કોઇ સવાલનો જવાબ ખોટો આપે છે તો તે ફરી એકવાર સવાલનો જવાબ આપી શકે છે.

તો વળી KBCની 15મી સીઝનમાં સુપર સંદૂક નામનો નવો કન્સેપ્ટ લાવવામાં આવ્યો. જેમાં એક મિનિટની અંદર એક રેપિડ ફાયર પૂછવામાં આવે છે. એટલે કે સતત ઘણાં પ્રશ્નો પૂછવામાં આવે છે. દર સવાલનો યોગ્ય જવાબ આપવા પર 10 હજાર રૂપિયા મળે છે. જો સ્પર્ધક 50 હજારની ધનરાશિ આમાં જીતી લે છે તો તે આ પૈસાથી એક લાઇફ લાઇન ફરી જીવંત કરી શકે છે. એટલે કે લાઇફલાઇન જીવંત કરવાની કિંમત 50 હજાર રૂપિયા થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp