7 કરોડ રૂપિયાના આ સવાલનો જવાબ ન આપી શક્યો જસકરણ સિંહ, જાણો શું છે સાચો જવાબ

PC: kbcliv.in

‘કૌન બનેગા કરોડપતિ 15’ને જસકરણના રૂપમાં પહેલો કરોડપતિ મળી ગયો, પરંતુ તે 7 કરોડ રૂપિયા જીતવાનું ચૂકી ગયો. જસકરણ સિંહે એક કરોડ રૂપિયા જીત્યા અને પોતાની ગેમથી અમિતાભ બચ્ચનને પણ હેરાન કરી દીધા, પરંતુ તે 7 કરોડ રૂપિયા માટે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતો ચૂકી ગયો. ચાલો તો આગળ જોઈએ કે, ‘કૌન બનેગા કરોડપતિ 15’માં અમિતાભ બચ્ચને જસકરણને 7 કરોડ માટે પૂછેલો સવાલ કયો હતો અને તેનો સાચો જવાબ શું છે.

પદ્મ પુરાણ મુજબ કયા રાજાને હરણના શ્રાપના કારણે 100 વર્ષ સુધી વાઘ બનીને રહેવું પડ્યું?

તેના 4 વિકલ્પ હતા

(A) ક્ષેમધૂર્તિ

(B) ધર્મદત્ત

(C) મિતધ્વજ

(D) પ્રભંજન

આ સવાલનો સાચો જવાબ હતો વિકલ્પ (D) પ્રભંજન. પરંતુ જસકરણ સિંહ જવાબ ન આપી શક્યો.

તો જસકરણ સિંહને 1 કરોડ રૂપિયાનો જે સવાલ આ પૂછ્યો હતો:

જ્યારે ભારતની રાજધાની કોલકાતાથી દિલ્હી સ્થળાંતરીત કરવામાં આવી હતી, ત્યારે ભારતના વાઈસરૉય કોણ હતા?

(A) લોર્ડ કર્ઝન

(B) લોર્ડ હાર્ડિંજ

(C) લોર્ડ મિન્ટો

(D) લોર્ડ રીડિંગ

તેનો સાચો જવાબ હતો વિકલ્પ (B) લોર્ડ હાર્ડિંજ. જસકરણ સિંહે લાઇફલાઇનની મદદથી સાચો જવાબ આપીને 1 કરોડ રૂપિયા જીતી લીધા હતા. જસકરણ સિંહનું સપનું IAS અધિકારી બનવાનું છે અને તે UPSCની તૈયારી કરી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે જસકરણ UPSC ક્લિયર કરવા માટે કોચિંગ કરી રહ્યો નથી અને ન તો કોઇની મદદ. તે લાઇબ્રેરીમાં કલાકો વિતાવે છે અને પુસ્તકો દુનિયામાં જ્ઞાનના સમુદ્રમાં ડૂબકી લગાવે છે, પરંતુ ક્યાંક કોઈ શંકા હોય તો ઓનલાઇન સર્ચ કરીને ગૂગલની મદદથી તૈયારી કરે છે.

જસકરણ માટે ‘કૌન બનેગા કરોડપતિ 15’ સુધીની સફળ એટલી સરળ નહોતી. તે કહે છે કે હું 4 વખતથી ‘કૌન બનેગા કરોડપતિ 15’ની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ દરેક વખત રિજેક્ટ થઈ રહ્યો હતો છતા આશા ન છોડી કેમ કે ભરોસો હતો કે એક દિવસે અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર બેસવાનો અવસર મળશે. જે સવાલનો જવાબ પુસ્તકોમાં ન મળતો, તેને ઓનલાઇન શોધતો હતો અને હવે આ પ્રકારે સફળતા હાંસલ કરી છે. અમિતાભ બચ્ચન પણ જસકરણ સિંહથી પ્રભાવિત હતા અને વખાણ કરતા કહ્યું કે તે માત્ર 21 વર્ષનો છે, પરંતુ પોતાની મહેનત અને પ્રતિભાના દમ પર અહી સુધી પહોંચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp