એલિમિનેટ થઈને પણ ડેઝી શાહે KKK-13થી કરોડોની કમાણી કરી,6 વીકમાં કમાયા....

PC: koimoi.com

ખતરો કે ખેલાડી 13માં ટેલિવિઝન અને બોલિવુડ ઈન્ડસ્ટ્રીના ઘણાં કલાકારોએ ભાગ લીધો છે. શોની શરૂઆત 15 જુલાઈથી થઈ ગઇ હતી. એક-એક કરીને અત્યાર સુધીમાં ઘણાં ખેલાડીઓ આઉટ થઇ ચૂક્યા છે. આ લિસ્ટમાં લેટેસ્ટ એન્ટ્રી ડેઝી શાહની છે. ઈવિક્શન છતાં અદાકારાએ શો દ્વારા કરોડોની કમાણી કરી લીધી છે.

ખતરો કે ખેલાડીની શરૂઆત 15 જુલાઈના રોજથી થઇ. શોમાં કુલ 14 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ અઠવાડિયે ડેઝી શાહ શોમાંથી બહાર થઇ ચૂકી છે. તેણે શોમાં 6 અઠવાડિયાની સફર પૂરી કરી. અભિનેત્રી એલિમિનેશન ટાસ્કમાં અર્ચના ગૌતમ અને એશ્વર્યા શર્માને માત આપવામાં નિષ્ફળ રહી હતી.

આ રિઆલિટી શોના એલિમિનેશન ટાસ્કમાં અર્ચના ગૌતમે સૌથી પહેલા ટાસ્ક ખતમ કર્યો. તેણે માત્ર 6 મિનિટ 6 સેકન્ડમાં સ્ટંટ ખતમ કરી લીધો હતો. તો એશ્વર્યા શર્માએ 6 મિનિટ 17 સેકન્ડમાં ટાસ્ક ખતમ કરી બીજા સ્થાને રહી. જ્યારે ડેઝી શાહે 10 મિનિટમાં આ સ્ટંટ ખતમ કર્યો. સૌથી વધારે સમય લેવાના કારણે ડેઝી શોમાંથી બહાર થઇ ગઇ.

કમાયા આટલા કરોડ

ડેઝી શાહ, ખતરો કે ખેલાડી 13માં સૌથી વધારે કમાણી કરનારી સ્પર્ધકોની લિસ્ટમાં સામેલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ડેઝીએ એક એપિસોડ માટે 15 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા. એટલે કે દર અઠવાડિયે તે 30 લાખ રૂપિયા વસૂલતી હતી. ડેઝી શાહે ખતરો કે ખેલાડી 13માં 6 અઠવાડિયાની સફર પૂરી કરી. તેની સાથે જ એલિમિનેશન પહેલા શોમાંથી 1 કરોડ 80 લાખ રૂપિયાની કમાણી કરી.

રોહિત શેટ્ટીએ એલિમિનેશનથી બચવા માટે ડેઝી શાહ, અર્ચના ગૌતમ અને એશ્વર્યા શર્માને પાણીથી જોડાયેલ ટાસ્ક આપ્યો હતો. સ્ટંટમાં પાણીથી ભરેલ કાચનું એક બોક્સ આપવામાં આવ્યું હતું. આ બોક્સની અંદર ચેઇનથી બંધાયેલ ઘણાં બ્લોક્સ રાખ્યા હતા. પાણીમાં જઇને આ બોક્સને અલગ કરવાના હતા અને બહાર આવીને તે બધાને ટૂલ પર અરેન્જ કરવાના હતા. આ ટાસ્કમાં ટ્વીસ્ટ એ હતો કે, સ્પર્ધક જેવા ટેંકમાંથી બહાર આવશે પાણીનું લેવલ જાતે ઓછું થવા લાગશે અને યેલ્લો લાઇનને ટચ કરતા જ ટાસ્ક ખતમ થઇ જશે. આ પહેલા ખેલાડીએ તેમનો સ્ટંટ ખતમ કરવાનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp