ખતરો કે ખિલાડી શોની તૈયારીઓમાં વ્યસ્ત બની આ મોરક્કન મોડલ

રોહિત શેટ્ટીના શો ખતરો કે ખિલાડીની 13મી સિઝનની તૈયારી જોરશોરમાં ચાલી રહી છે. આ સ્ટંટ બેઝ્ડ શો છે, જેમા કન્ટેસ્ટન્ટ્સ ખતરનાક એડવેન્ચર કરતા દેખાય છે. આ સિઝન માટે અત્યારસુધી ઘણા નામ કન્ફર્મ થઈ ચુક્યા છે. હવે આ લિસ્ટમાં વધુ એક હસીનાનું નામ જોડાઈ ગયુ છે. તેનું નામ છે સૌંદૂસ મૌફકીર. જે આ પહેલા એમટીવી રોડીઝમાં દેખાઈ ચુકી છે અને સ્પ્લિટ્સવિલા 14ની વિજેતા બની ચુકી છે.

મોરક્કન- ફ્રેન્ચ મોડલ સૌંદૂસ મૌફકીરે આ વર્ષે સ્પ્લિટ્સવિલા 14 જીત્યુ હતું. તે ખતરો કે ખિલાડી શોનો હિસ્સો બનવા માટે ખૂબ જ એક્સાઇટેડ છે અને સાથોસાથ નર્વસ પણ છે. તેણે કહ્યું, હું ખતરો કે ખિલાડી 13 ની ટીમનો હિસ્સો છું અને હું ખૂબ જ ખુશ છું. શરૂઆતથી જ હું આ શો કરવા માંગતી હતી, આથી મેં રોડિઝ અને સ્પ્લિટ્સવિલા કર્યું, જેથી આ શો સુધી પહોંચી શકું. હું નર્વસ એટલા માટે છું કારણ કે, હું પ્રોફેશનલ એક્ટર્સની સાથે કામ કરીશ.

સૌંદૂસ મૌફકિર આ શો માટે જોરશોરથી તૈયારીઓ કરી રહી છે. તેણે જણાવ્યું હતું કે, તે સ્વિમિંગ, ડ્રાઇવિંગ અને હિંદી બોલતા શીખી રહી છે. કારણ કે, આ ત્રણેય આ શો માટે ખૂબ જ જરૂરી છે. આટલી તૈયારીઓ છતા તેને ઉંદરોનો ખૂબ જ ડર સતાવી રહ્યો છે. તેણે કહ્યું કે, ખતરો કે ખિલાડી 13 મારા માટે માત્ર શો નથી, પરંતુ એક એવુ પ્લેટફોર્મ છે, જ્યાં હું પોતાની ક્ષમતા અને લિમિટ્સને ટેસ્ટ કરીશ.

સૌંદૂસે કહ્યું કે, તે ઓડિયન્સ સાથે કનેક્ટ થવા માટે હિંદી શીખી રહી છે. તેણે કહ્યું કે, મારું માનવુ છે કે, ભાષા ક્યારેય પોતાને એક્સપ્રેસ કરવા માટે અડચણ ના બનવી જોઈએ અને હું ઓડિયન્સ સાથે સારું કનેક્ટ કરવા માંગુ છું. હું શોને થેંક યૂ કહેવા માંગુ છું, જેણે મને એક નવી ભાષા શીખવાની તક આપી અને હું તેનો ફાયદો ઉઠાવવાનો પૂરો પ્રયત્ન કરીશ.

સૌંદૂસે એવુ પણ કહ્યું કે, મને આશા છે કે હિંદી સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરવાની મહેનતને ઓડિયન્સ પસંદ કરશે અને શોમાં મારા ડર સાથે સામનો કરવાની મુમેન્ટને એન્જોય કરશે.

શિવ ઠાકરે, આર્ચના ગૌતમ, અંજુમ ફકીહ, અંજલિ આનંદ, રુહી ચતુર્વેદી, અર્જિત તનેજા, નાયરા બેનર્જી, રોહિત રોયના નામ કંફર્મ થઈ ચુક્યા છે. શીઝાન ખાનને લઇને હજુ અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, કોર્ટ પાસેથી તેને વિદેશ જવાની પરવાનગી મળી ચુકી છે. ઉલ્લેખનીય છે કે, શીઝાન ખાનની તુનિષા બેનર્જીના મોતના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી, બાદમાં તે જામીન પર બહાર આવી ગયો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.