ખતરો કે ખિલાડી 13માં ખતરા સામે લડવા તૈયાર આ 8 ખેલાડીઓ

PC: siasat.com

રોહિત શેટ્ટીના સ્ટંટ બેઝ્ડ રિયાલિટી શો ખતરોં કે ખિલાડી સિઝન 13ની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થશે અને આ વખતે તમામ ખેલાડી ડરનો સામનો આર્જેન્ટિનામાં કરશે. આ શોનું પ્રસારણ જુલાઈના પહેલા અઠવાડિયાથી થશે. તેને માટે કન્ટેસ્ટન્ટ્સના નામ પણ કંફર્મ થઈ ચુક્યા છે. તો તમે પણ જાણી લો કે આ વખતે કોની-કોની વચ્ચે મુકાબલો થશે.

ઐશ્વર્યા શર્મા

ખતરો કે ખિલાડી સિઝન 13માં ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા શર્મા ખતરનાક સ્ટંટ કરતી દેખાશે. ઐશ્વર્યાનું નામ લાસ્ટ મુમેન્ટ પર આ શો માટે કંફર્મ થયુ છે. ઐશ્વર્યા હાલમાં જ સ્ટાર પ્લસનો સુપરહિટ ટીવી શો ગુમ હૈ કિસી કે પ્યાર મેંમાંથી બહાર થઈ ચુકી છે. જેમા પત્રલેખાનું કેરેક્ટર પ્લે કરતી દેખાઈ હતી. આ અગાઉ ઐશ્વર્યા ટીવી સીરિયલ મેરી દુર્ગા અને માધુરી ટોકીઝમાં દેખાઈ ચુકી છે. ઐશ્વર્યાએ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે પરંતુ, તેણે એક્ટિંગની દુનિયામાં આવવાનો નિર્ણય કર્યો.

શિવ ઠાકરે

બિગ બોસ 16નો ફર્સ્ટ રનર અપ રહેલો શિવ ઠાકરે ખતરો કે ખિલાડી સિઝન 13માં દેખાશે. જણાવી દઈએ કે, શિવ ઠાકરે બિગ બોસ મરાઠી સિઝન 2નો વિનર હતો, તેમજ બિગ બોસ સિઝન 16માં તે રનરઅપ રહ્યો હતો. પહેલીવાર શિવ ઠાકરે રોડીઝમાં દેખાયો હતો.

ડેઝી શાહ

બોલિવુડ એક્ટ્રેસ ડેઝી શાહ રોહિત શેટ્ટીના સ્ટંટ બેઝ્ડ રિયાલિટી શો ખતરો કે ખિલાડી સિઝન 13માં દેખાશે. ડેઝી શાહ 2010માં તામિલ ફિલ્મ ‘વન્દે માથરમ’માં દેખાઈ હતી. જ્યારે બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં તેણે ફિલ્મ ‘જય હો’થી શરૂઆત કરી. આ ઉપરાંત, ડેઝી ‘હેટ સ્ટોરી’માં પણ દેખાઈ હતી. ડેઝી કોરિયોગ્રાફીની સાથોસાથ મોડલિંગ પણ કરે છે.

રોહિત રોય

ખતરો કે ખિલાડી સિઝન 13માં કંફર્મ કન્ટેસ્ટન્ટ્સમાં ફિલ્મ અને ટીવી એક્ટર રોહિત રોયનું નામ પણ સામેલ છે. રોહિત આ સિઝનમાં ધમાકેદાર સ્ટંટ કરતો દેખાશે. રોહિત રોય ‘કાબિલ’, ‘એક ખિલાડી એક હસીના’, ‘પલટન’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’, ‘મુંબઈ સાગા’, ‘ચંગેજ’ અને ‘અપાર્ટમેન્ટ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. ટીવી સીરિયલ્સની વાત કરીએ તો તેણે દેશ મેં નિકલા હોગા ચાંદ, કુસુમ, કિટ્ટી પાર્ટી અને સ્વાભિમાનમાં રોલ પ્લે કર્યો છે. આ ઉપરાંત, રિયાલિટી શો ઝલક દિખલા જા, યે હૈ જલવા, નચ બલિયે, એનકાઉન્ટર, દિલ જીતેગી દેલી ગર્લ અને બેચલરેટ ઇન્ડિયામાં પણ દેખાયો હતો.

અર્જિત તનેજા

ટીવી સીરિયલ કુમકુમ ભાગ્યનો એક્ટર અર્જિત તનેજા હવે ખતરનાક સ્ટંટ કરતો દેખાશે. અર્જિતે પોતાના કરિયરની શરૂઆત 2012માં વી ધ ટીવી સીરિયલથી કરી હતી. ત્યારબાદ તે કુમકુમ ભાગ્યમાં દેખાયો હતો, આ ઉપરાંત તે સીરિયલ પ્યાર કો હો જાને દો, જજબાત, બહૂબેગમમાં દેખાયો. તે સ્પ્લિટ્સવિલા, બોક્સ ઓફિસ ક્રિકેટ લીગનો હિસ્સો પણ રહી ચુક્યો છે અને 2017માં ઇન્ડોનેશિયાઈ શો નાદિનનો પણ હિસ્સો બન્યો હતો.

નાયરા બેનર્જી

કલર્સના પોપ્યુલર શો પિશાચિનીમાં તેણે રાનીનું કેરેક્ટર પ્લે કર્યું હતું અને હવે તે ખતરો કે ખિલાડીમાં દેખાશે. 15 વર્ષની ઉંમરમાં ટીવી ઇન્ડસ્ટ્રીમાં પગ મુકનારી નાયરા બેનર્જીનું અસલી નામ મધુરિમા બેનર્જી છે. તેણે એન્ટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યા બાદ પોતાનું નામ બદલ્યું હતું. તેણે શહહહહ કોઈ હૈ, જુબાન સંભાલ કે, રક્ષાબંધન અને દિવ્ય દ્રષ્ટિ જેવા ઘણા શો કર્યા છે. આ ઉપરાંત, તેલુગુ, કન્નડ અને હિંદી જેવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચુકી છે.

અંજલિ આનંદ

કુલ્ફી કુમાર બાજેવાલા ફેમ એક્ટ્રેસ અંજલિ આનંદ રોહિત શેટ્ટીના શો ખતરો કે ખિલાડી 13 માટે તૈયાર છે. અંજલિએ પોતાના કરિયરની શરૂઆત 2017માં એક વેબ સીરિઝ અનટેગથી કરી હતી. તેને ઢાઈ કિલો પ્રેમ શોથી પ્રસિદ્ધિ મળી. ત્યારબાદ તે કુલ્ફી કુમાર બાજેવાલામાં મેઇન કેરેક્ટરમાં દેખાઈ હતી.

રુહી ચતુર્વેદી

ભારતીય મોડલ અને એક્ટ્રેસ રુહી ખતરો કે ખિલાડીમાં દેખાશે. તે કુંડલી ભાગ્યમાં દેખાઈ ચુકી છે. રુહીએ પોતાના મોડલિંગ કરિયરની શરૂઆત મિસ મુંબઈ બ્યૂટી પેજન્ટથી કરી હતી. જોકે તે તેને જીતી શકી ન હતી. ત્યારબાદ તેણે 2010માં મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ પ્રતિયોગિતા જીતી. 2017માં તેણે એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો અને ટીવી શો કુંડલી ભાગ્યથી શરૂઆત કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp