લગ્નનો વીડિયો આવ્યો સામે,કિયારા ડાન્સ કરતી ગઈ સિદ્ધાર્થ પાસે હાર પહેરાવી કિસ કરી

PC: aajtak.in

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમના શાહી લગ્નને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ કિલ્લામાં બંનેએ શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. હવે સિદ્ધાર્થ અને કિયારાના લગ્નનો ખૂબ જ સુંદર વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બંને સ્ટાર્સ લગ્નની વચ્ચે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

જે હોય તે, દરેક દુલ્હનની વેડિંગ એન્ટ્રી સૌથી ખાસ હોય છે અને કિયારાએ પણ પોતાની એન્ટ્રી શાનદાર કરી હતી. જ્યારે કિયારા પ્રવેશી ત્યારે સિદ્ધાર્થ એકદમ અવાક થઇ ગયો હતો. આ વિડિયો જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે, તે સમયે બંનેને કેવું લાગ્યું હશે. જ્યાં કિયારા ડાન્સ કરતી કરતી સિદ્ધાર્થને પોતાની તરફ આવવાનો ઈશારો કરી રહી છે. પણ ત્યાં સિદ્ધાર્થ હાથમાં ઘડિયાળ જોઈને મોડું થઇ ગયાનો ઈશારો કરે છે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નનો પહેલો વિડીયો અભિનેત્રીએ પોતે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોની શરૂઆત જયમાલા પર કિયારાની એન્ટ્રીથી થાય છે. અભિનેત્રી શરમાતી નહીં, પણ ડાન્સ કરતી સ્ટેજ પર પહોંચે છે. જ્યારે સિદ્ધાર્થ દૂર ઉભેલો તેમની રાહ જોઈ રહ્યો છે. માળા પહેર્યા બાદ બંનેએ એકબીજાને ચુંબન કર્યું. વીડિયોના બેકગ્રાઉન્ડમાં સિદ્ધાર્થ અને કિયારાની ફિલ્મ શેરશાહનું ગીત રાંઝા વાગી રહ્યું છે. વીડિયોમાં બંનેની જોડી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે અને ફેન્સ તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે. સિદ્ધાર્થ અને કિયારાના લગ્નનો સુંદર વીડિયો અહીં જુઓ...

 
 
 
View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નના કાર્યક્રમ 5 ફેબ્રુઆરીના રોજ શરૂ થયા હતા. પ્રથમ દિવસે મહેંદી સેરેમની યોજાઈ હતી. જ્યારે બીજા દિવસે સૌપ્રથમ મહેમાનો માટે વિશેષ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યારબાદ સંગીત રાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી, 7 ફેબ્રુઆરીએ, કિયારા અને સિદ્ધાર્થની હળદર લગાવવાની સેરેમની પહેલા થઈ અને પછી બંને સાત ફેરા લીધા પછી કાયમ માટે એકબીજાના બની ગયા.

કિયારા અને સિદ્ધાર્થના લગ્નમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. બંનેના લગ્નમાં શાહિદ કપૂર, મીરા રાજપૂત, જુહી ચાવલા, કરણ જોહર અને મનીષ મલ્હોત્રા પહોંચ્યા હતા. આ સિવાય અંબાણી પરિવાર પણ લગ્નમાં પહોંચ્યો હતો. ઈશા અંબાણી અને તેમના પતિ આનંદ પીરામલ કિયારા અને સિદ્ધાર્થના લગ્નમાં હાજરી આપવા જેસલમેર ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp