26th January selfie contest

બેકલેસ બોડીસૂટમાં કીમ કર્દાશિયાન લાગી સેક્સી, લેગિંગ્સની કિંમત જાણીને ચોંકી જશો

PC: twitter.com/KimKardashian

કીમ કર્દાશિયન પોતાના ફેશનેબલ લૂક્સ માટે ચર્ચામાં બનેલી રહે છે. હાલમાં જ તેણે પોતાના વેઈટ લોસ પછી પેરિસ ફેશન વીકમાં બેકલેસ બોડીસૂટમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવામાં આવી હતતી. બ્લેક કલરના આ બોડીસૂટમાં કીમ કર્દાશિયાન ઘણી ગોર્જિયસ અને સ્ટનિંગ લાગી રહી હતી. કીમના આ બોડીસૂટે તો લોકોનું ધ્યાન ખેંચ્યુ જ પરંતુ તેના આ આઉટફીટની કિંમત પણ લોકો માટે ચર્ચાનો વિષય બનેલો હતો. અસલમાં કીમે બેકલેસ બોડીસૂટની સાથે બેલેન્સીગા પાન્ટા લેગિંગ્સ પહેરી હતી, જેની કિંમત લાખોમાં હતી.

કીમે જે વિન્ટેજ ઈન્સપાયર્ડ ગ્રાફિક પ્રિન્ટેડ બોડીસૂટની સાથે 23000 ફ્રેન્ક(187945 રૂ.) નું લેગિંગ્સ પહેર્યું હતું. કીમના લેગિંગ્સની કિંમતમાં તો કોઈ આરામથી સાત દિવસની ટ્રિપ એન્જોય કરી શકે તેમ છે. કીમે પોતાની હેરસ્ટાઈલને પ્લેટિનમ બ્લોન્ડ લોક્સ સ્ટાઈલ કર્યું હતું. મેકઅપમાં તેણે પિંક બ્લશરની સાથે પોતાના ચીકબોન્સને હાઈલાઈટ કર્યા હતા અને ન્યૂડ ગ્લોસ લિપસ્ટીક લગાવી હતી. તેની સાથે તેણે બ્લેક કલરની હેન્ડબેગ કેરી કરી હતી.

કીમની સાથે તેની છોકરી નોર્થ પણ સાથે આવી હતી. નોર્થે પણ પોતાની માતા જેમ પોતાની ફેશનને ખ્યાલ રાખ્યો હતો. મા કીમનો હાથ પકડી નોર્થ પણ મિની ફેશનિસ્ટાથી ઓછી લાગી રહી ન હતી. નોર્થે બેલેન્શીગા ટી-શર્ટની સાથેઓવરસાઈઝ ડેનિમ જેકેટ, ચંકી બ્રેઈડ્સ અને ઓવરસાઈઝ સનગ્લાસિસ પહેર્યા હતા. થોડા દિવસો પહેલા કીમે મેટ ગાલામાં મર્લીન મોનરોના આઈકોનિક ડ્રેસની હૂબહૂ કોપી પહેરીને ધમાલ મચાવી દીધી હતી. જેના માટે તેણે 16 એલબીએસ વજન ઓછું કર્યું હતું. તેમે ટુડે શોમાં વાત કરતા ખુલાસો કર્યો હતો કે મર્લીન મોનરોના ડ્રેસમા ફિટ થવા માટે તેણે પાછળથી 5 એલબીએસ વજન ઓછું કરવું પડ્યું હતું. જેના પછી તેનું કુલ વજવ 21 એલબીએસ જેટલું ઓછું થઈ ગયું હતું.

 

 
 
 
View this post on Instagram

A post shared by Kim Kardashian (@kimkardashian)

 એવી વાતો પણ જાણવા મળી હતી કે કીમે મેટ ગાલામાં મર્લીન મોનરોના આઈકોનિક ગાઉનને પહેર્યા પછી તેના ગાઉનને નુકસાન પહોંચ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગાઉનના ઘણા ક્રિસ્ટલ નીકળી ગયા છે તો કેટલાંક દોરા પર લટકતાં જોવા મળ્યા છે.

આ ગાઉન 6 સદી જૂનુ છે અને મર્લીન મોનરોની યાદમાં હજુ સુધી સંભાળીને રાખવામાં આવ્યું છે. 60 વર્ષ પહેલા મર્લીને આ આઉટફીટ પહેર્યું હતું. ક્રિસ્ટલ જડિત આ ડ્રેસની કિંમત કરોડો રૂપિયામાં છે. કીમ આ ડ્રેસ પહેર્યા પછી ચર્ચાનો વિષય બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp