
સારા અલી ખાન અને જાન્હવી કપૂર હાલમાં જ કોફી વિથ કરણ શોની 7મી સિઝનના બીજા એપિસોડમાં સાથે જોવા મળી હતી. જાન્હવી અને સારા બેસ્ટ ફ્રેન્ડ્સ છે અને બંને એકસાથે ઘણી ટ્રિપ્સ પર ગઈ છે. શોમાં બંને એક્ટ્રેસીસે પોતાની લાઈફના ઘણા ખુલાસા કર્યા હતા. જ્યારે એક ખુલાસો કરણ જોહરે પણ કર્યો જેને સાંભળીને બધા ફેન્સ હેરાન રહી ગયા હતા. શોમાં કરણે જણાવ્યું હતું કે બંને એક્ટ્રેસીસે 2 ભાઈઓને ડેટ કર્યા છે. કરણે કહ્યું કે, કોવિડ પહેલાની વાત છે, મને ખબર ન હતી કે આજે તમારી મિત્રતા કયા લેવલ પર છે પરંતુ તમે બંનેએ ભૂતકાળમાં 2 ભાઈઓને ડેટ કર્યા છે. આપણા ત્રણ વચ્ચે જે બોન્ડિંગ છે તે પણ એટલા માટે કારણ તે બંને છોકરા મારી જ બિલ્ડીંગમાં રહેતા હતા.
હવે કરણના આ ખુલાસા પછી બધા જાણવા ઈચ્છે છે કે આ બંને ભાઈઓ કોણ છે. રિપોર્ટ્સ પ્રમાણે બંને જણ પહારીયા બ્રધર્સને ડેટ કરી રહી હતી. વીર પહારીયા અને શિખર પહારીયા બંને એક મોટા પોલિટીકલ પરિવારમાંથી આવે છે. બંનેના પિતા સંજય પહારીયા છે, જે બિઝનેસમેન છે. તેમના નાના પૂર્વ યુનિયન મંત્રી હતા, સુશીલ કુમાર શિંદે. માનું નામ સ્મૃતિ પહારીયા છે. વીરની ઉંમર 28 વર્ષની છે અને દુબઈથી તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. શિખરની ઉંમર 23 વર્ષની છે. બંને ભાઈઓએ સાથે ઈન્ડિયા વિન નામની એક ગેમિંગ અને એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટને 2018માં સાથે જોઈન કરી હતી.
આમ તો ઘણી વખત જાન્હવી અને સારાના પહારીયા બ્રધર્સ સાથેના ઘણા ફોટા વાયરલ થયા હતા. જોકે બંનેમાંથી એક પણ એક્ટ્રેસે ક્યારેય આ અંગે વાત કરી નથી. સારાને કરણે પૂછ્યું હતું કે, તેનો હાલનો ક્રશ કોણ છે અને તે કોને ડેટ કરવા ઈચ્છે છે, તો આ અંગે સારા ચૂપ રહી હતી અને પછી વિજય દેવરકોંડાનું નામ લીધું હતું. સારાના આ સ્ટેટમેન્ટનો પ્રોમો જ્યારે રીલિઝ થયો તો વિજયે આ અંગે રિએક્શન પણ આપ્યું હતું. આ પહેલા સારા અને વિજયને એકસાથે પણ જોવામાં આવ્યા હતા.
જાન્હવી અને સારા હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફમાં વ્યસ્ત છે. સારા, વિક્રાંત મેસીની સાથે ફિલ્મ ગેસલાઈટમાં અને વિક્કી કૌશલ સાથે એક અનટાઈટલ ફિલ્મમાં જોવા મળવાની છે. જ્યારે જાન્હવીની પાસે 3 ફિલ્મો લાઈનઅપ છે-જેમાં ગુડલક જેરી, મિની અને બવાલ સામેલ છે. ગુડલક જેરીનું ટ્રેલર હજુ ગઈકાલે જ રીલિઝ કરવામાં આવ્યું છે. આ સિવાય એ પણ વાત જાણવા મળી છે કે જાન્હવી રાજકુમાર રાવ સાથે મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં જોવા મળવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp