
ફિલ્મ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલે 23 જાન્યુઆરીના રોજ લગ્ન કરી લીધા છે. બંનેએ સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસ ખાતે સાત ફેરા લીધા હતા. આ લગ્નમાં તેમના પરિવારના નજીકના લોકો અને ખાસ મિત્રો સામેલ થયા હતા. હવે IPL પછી ટૂંક સમયમાં તેમનું એક ભવ્ય રિસેપ્શન રાખવામાં આવશે.
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન પછી સોશિયલ મીડિયા પર તેમને મળેલી મોંઘી ગિફ્ટોનું લિસ્ટ વાયરલ થવા લાગ્યું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે બંનેને લગ્નમાં ઘણા મોંઘા ગિફ્ટ મળ્યા છે. તેમાં મુંબઈમાં 50 કરોડ રૂપિયાનું ઘર, ઘણી મોંઘી ગાડીઓ, મોંઘી ઘડિયાળો અને બાઈક સામેલ છે. આ ગિફ્ટ્સ તેમને બોલિવુડના સ્ટાર્સ અને ક્રિકેટરોએ આપ્યા છે.
નવ દંપતિને સુનીલ શેટ્ટી દ્વારા 50 કરોડ રૂપિયાનો ફ્લેટ ગિફ્ટમાં આપવામાં આવ્યો હોવાની વાતોનું ખંડન કરતા સુનીલ શેટ્ટીના પરિવારે ખુલાસો કરતા કહ્યું હતું કે આથિયાને ગિફ્ટમાં જે ઘર આપવાની વાતો થઈ રહી છે, તે તદ્દન પાયાવિહોણી છે. મીડિયાએ કોઈ પણ વાત છાપતા પહેલા તેને કન્ફર્મ કરવી જોઈએ. અમે આશા કરીએ છે કે આ પ્રકારના ક્યાસ લગાવનારી ખબરો સોશિયલ મીડિયામાં વાયરલ નહીં થાય.
ગિફ્ટની વાત કરીએ તો એવી વાતો જાણવા મળી રહી છે કે સલમાન ખાને આથિયાને 1.64 કરોડની ઓડી કાર ગિફ્ટમાં આપી છે, તો જેકી શ્રોફે 30 લાખની ઘડિયાળ તથા અર્જુન કપૂરે 1.5 કરોડ રૂપિયાનું ડાયમંડ બ્રેસલેટ આપ્યું છે. જો ક્રિકેટરોની વાત કરીએ તો રાહુલને વિરાટ કોહલીએ 2.17 કરોડની BMW કાર ગિફ્ટમાં આપી છે. તો ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ80 લાખની Kawasakiની Ninja Bike ગિફ્ટમાં આપી છે.
રાહુલ અને આથિયા ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જેના પછી તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. લગ્નમાં પરિવારના નજીકના લોકો અને મિત્રો જ હાજર રહ્યા હતા. જેમાં અર્જુન કપૂર, તેની બહેન અંશુલા, જેકી શ્રોફની છોકરી ક્રિષ્ના શ્રોફ, અનુષ્કા રંજન, ક્રિકેટર ઈશાંત શર્મા, ડાયેના પેન્ટી સામેલ રહ્યા હતા. લગ્ન પછી સુનીલ શેટ્ટીએ મીડિયાના લોકોમાં મિઠાઈ વહેંચી હતી અને પછી નવ દંપતિ પણ મીડિયાની સામે આવીને ફોટોગ્રાફ પડાવ્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે લગ્નમાં ભલે 100 લોકો હાજર હતા પરંતુ રિસેપ્શનમાં 3000 લોકોને આમંત્રણ અપાયું છે, જેમાં બોલિવુડ, ક્રિકેટ, બિઝનેસ અને રાજકીય લોકો સામેલ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp