બાગેશ્વર બાબાને બોલિવુડ એક્ટરને ગણાવ્યા ચોથી ફેલ, વીડિયો શેર કરી ઉડાવી મજાક

PC: abplive.com

બાગેશ્વર ધામવાળા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અવાર નવાર કોઇક ને કોઇક કારણોસર ચર્ચામાં રહે છે. હાલ તેઓ શિખો પર આપવામાં આવેલા નિવદેનને લઇને ચર્ચામાં છે. તેમણે કહ્યું કે, શિખ સનાતન ધર્મની સેનાનો હિસ્સો છે, જેને કારણે તેઓ ખૂબ જ નારાજ છે. આ દરમિયાન, ફિલ્મ એક્ટર અને ક્રિટિક કમાલ રાશિદ ખાન ઉર્ફ કેઆરકેએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચોથી ફેલ ગણાવ્યા છે.

કેઆરકેએ એક વીડિયો શેર કર્યો છે, જેમા ધીરેન્દ્ર શાસ્ત્રી એક મોટી ન્યૂઝ ચેનલના વરિષ્ઠ પત્રકાર સાથે વાતચીત કરી રહ્યા છે. અંતમાં એન્કર તેમને કહી રહ્યા છે, થેંક યુ, યુ આર અ ગુડ સ્પીકર. ધીરેન્દ્ર શાસ્ત્રીને લાગે છે કે, ઇન્ટરવ્યૂ પૂરું થઈ ગયુ તો તેઓ પોતાની પાસે બેઠેલા વ્યક્તિને પૂછે છે, યુ આર એ ગુડ સ્પીકર નો મતલબ? આ વીડિયોની સાથે કેઆરકે એ કેપ્શન લખ્યું છે, આ રહ્યો ચોથી ફેલનો પુરાવો. કેઆરકેની પોસ્ટ પર તમામ લોકોએ પ્રતિક્રિયા આપી છે. વિનોદ મિશ્રા નામના યુઝરે લખ્યું, તું કયો તીર માર ખાન છે, યુ ટુ રૂપિઝ પીપલ. તેમજ, કેટલાક લોકોએ ધીરેન્દ્ર શાસ્ત્રીના આવા વીડિયો કમેન્ટમાં અપલોડ કર્યા છે, જેના દ્વારા તેઓ તેમની પોલ ખોલવા માંગે છે.

જણાવી દઈએ કે, હાલ ધીરેન્દ્ર શાસ્ત્રી ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં સત્સંગ માટે હાજર છે. દરમિયાન, બાગેશ્વર ધામ કમિટીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કરવામાં આવ્યું છે-

પરમ પૂજ્ય બાગેશ્વર ધામ સરકારના સમગ્ર ભારત વર્ષમાં કાર્યક્રમ આયોજિત થઈ રહ્યા છે. અજાણી હજારો કમિટી અને મંડળ ધન ઉપાર્જન માટે સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. બાગેશ્વર ધામ સમિતિ એ જાહેરાત કરે છે કે, ના તેમની કોઈ શાખા છે અને કોઈ મંડળ કે ઓફિસ. કોઇની વાતોમાં ના આવો. જો કોઈ વ્યક્તિને બાગેશ્વર ધામ પર ચાલી રહેલી કોઈ સેવા પ્રકલ્પમાં સહાય કરવી હોય તો ડાયરેક્ટ ઓફિસનો સંપર્ક કરો. ગુરુદેવને મળવાની કે અરજી લગાવવાની કોઈ ધનરાશિ કોઇની પણ પાસેથી લેવામાં આવતી નથી. જો કોઈ વ્યક્તિ તમારી પાસે આ કાર્ય માટે ધન માંગે તો ડાયરેક્ટ ધામ પર અથવા કાર્યક્રમ સ્થળની નજીક કાર્યાલયમાં સંપર્ક કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp