શાહરૂખની ફિલ્મ ‘જવાન’ ઓપનિંગ ડે પર કેટલું કમાશે? KRKએ કરી ભવિષ્યવાણી

PC: ndtv.com

બોલિવુડ એક્ટર શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’નું શાનદાર પ્રિવ્યૂ સોમવારે રીલિઝ કરવામાં આવ્યું. જવાનના પ્રિવ્યૂ પર યુઝર્સની જબરદસ્ત લાઇક્સ અને કમેન્ટ્સ આવી રહી છે. તેના ફેન્સ તેના પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. તેમાં શાહરુખ ખાન એવા લૂકમાં દેખાયો છે જેમાં તે આજ સુધી ક્યારેય નજરે પડ્યો નથી. આ દરમિયાન એક્ટર અને ક્રિટિક કમાલ રાશિદ ખાન (KRK)એ ભવિષ્યવાણી કરી છે કે ફિલ્મ રીલિઝના પહેલા દિવસે કેટલી કમાણી કરશે.

ફિલ્મ ‘જવાન’ના પ્રિવ્યૂએ ફેન્સના હોશ ઉડાવી દીધા છે. શાનદાર ડાયલોગ અને જબરદસ્ત એક્શન સીનથી લબરેજ આ ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે. ફિલ્મને લઈને ખૂબ ક્રેઝ છે. જવાનમાં શાહરુખ ખૂબ દમદાર ડાયલોગ બોલતો નજરે પડશે, જેની ઝલક પ્રિવ્યૂમાં છે. શાહરુખ ખાનનો એક ડાયલોગ છે, ‘જ્યારે હું વિલન બનું છું ને, તો મારી સામે કોઈ હીરો ટકી શકતો નથી.’ તે ખૂબ શાનદાર છે. ફિલ્મમાં દીપિકાની સ્પેશિયલ અપિયરેન્સ છે.

‘જવાન’ના પ્રિવ્યૂમાં તે લાલ સાડીમાં નજરે પડી રહી છે. તો નયનતારા પોલીસ અધિકારીની ભૂમિકામાં છે. પ્રિવ્યૂમાં મેટ્રોની અંદર એક સીન છે જ્યાં વર્દી પહેરીને શાહરૂખને ‘આપકો હમારી કસમ લૌટ આઈએ’ પર ડાન્સ કરી રહી છે, જ્યારે તેમાં બેઠા લોકો ડરેલા નજરે પડે છે. શાહરુખનો આ વિલનવાળો અવતાર હકીકતમાં ચોંકાવી દે છે.  તો કમાલ રાશીદ ખાને એક ટ્વીટ કરીને જણાવ્યું કે, ફિલ્મ જવાન ઓપનિંગ ડે પર કેટલું કલેક્શન કરશે. તેણે પોતાની ટ્વીટમાં લખ્યું કે, ‘જવાન’નું ટ્રેલર જોયું! આ ટ્રેલર એ વાતના પુરાવા છે કે ફિલ્મ જવાન ખૂબ મોટી અને 100 ટકા સાઉથ સ્ટાઇલથી ભરપૂર રહેવાની છે.

કમાલ રાશિદ ખાન આગળ જણાવે છે કે ફિલ્મનો 80 ટકા હિસ્સો VFX હશે. એટલે #SRK 30 વર્ષનો છોકરો લાગી રહ્યો છે. ડિરેક્ટર એટલીએ દક્ષિણની જેમ એક મસાલા ફિલ્મ બનાવી છે. ફિલ્મને 50 કરોડની ઓપનિંગ મળશે. ઉલ્લેખનીય છે કે, તેમાં શાહરુખ ખાન સિવાય નયનતારા, વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા છે. તેમાં દીપિકા પાદુકોણ કેમિયો રોલમાં નજરે પડી છે. ‘પઠાણ’ બોલિવુડના ઇતિહાસમાં સૌથી મોટી હિટ ફિલ્મોમાંથી એક બની ગઈ અને હવે જોવાનું એ રહેશે કે જવાન ફેન્સને કેટલી પસંદ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp