લલિત મોદીનો દીકરો રૂચિર 28 વર્ષે જ એક ઝાટકે થઇ ગયો 4555 કરોડનો માલિક

PC: siasat.com

લલિત મોદીએ પુત્ર રુચિર મોદીને તેમના વારસદાર તરીકે તાત્કાલિક અસરથી નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેણે રૂચિર મોદીને પારિવારિક બાબતોમાં પોતાનો વારસદાર બનાવવાની વાત કરી હતી. તેણે કહ્યું કે તેણે આ અંગે પુત્રી આલિયા સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો છે.

કોરોના વાયરસના સંક્રમણની ઝપેટમાં આવ્યા બાદ લંડનની હોસ્પિટલમાં દાખલ થયેલા લલિત મોદીએ પુત્ર રુચિર મોદીને તાત્કાલિક અસરથી તેમનો વારસદાર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં રૂચિર મોદીને પારિવારિક બાબતોમાં પોતાનો વારસદાર બનાવવાની વાત કરી. તેણે કહ્યું કે તેણે આ અંગે પુત્રી આલિયા સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો છે.

લલિત મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું કે "મેં આ અંગે મારી પુત્રી સાથે ચર્ચા કરી છે અને અમારા બંનેનો એ જ અભિપ્રાય છે કે હું LKM (લલિત કુમાર મોદી)ના પારિવારની બાબતોનું નિયંત્રણ અને ટ્રસ્ટમાં મારા ફાયદાકારક હિતોની કમાન મારા પુત્ર રુચિરને સોંપી દેવી જોઈએ".

લલિત મોદીનો તેની માતા અને બહેન સાથે પરિવારમાં સંપત્તિના નિયંત્રણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. લલિત મોદીએ આ કાનૂની વિવાદને લાંબો, કંટાળાજનક અને મુશ્કેલ ગણાવતા કહ્યું કે, તેને ઉકેલવા માટે અનેક રાઉન્ડની વાતચીત થઈ છે પરંતુ તેનો કોઈ અંત દેખાતો નથી. આનાથી મને ઘણું દુઃખ થયું છે.

લલિત મોદીએ આ નિર્ણય સાથે તેના પુત્રને 4555 કરોડની સંપત્તિ સોંપી દીધી છે. રૂચિરની માતા મૃણાલ મોદીનું વર્ષ 2018માં કેન્સરને કારણે અવસાન થયું હતું. રૂચિર મોદી ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયા લિમિટેડના ડિરેક્ટર છે. આ સિવાય તે મોદી વેન્ચર્સનો CEO અને ફાઉન્ડર પણ છે.

28 વર્ષીય રુચિરે યુનાઇટેડ કિંગડમમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. પિતા લલિત મોદીની જેમ રૂચિરને પણ ક્રિકેટમાં રસ છે. તેઓ 2016 થી 2020 સુધી રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના અલવર યૂનિંગના અધ્યક્ષ પણ રહ્યા છે.

રૂચિર મોદી લૈવિશ લાઈફ જીવે છે. તેની સ્ટાઈલ હંમેશા ઓન પોઈન્ટ પર રહે છે. રૂચિર સોશિયલ સર્કલમાં એક્ટિવ રહે છે અને તે પાર્ટીઓમાં પણ ભાગ લે છે. તે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન 2017ની ચૂંટણીમાં પણ ઊભો રહ્યો હતો. જોકે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp