લિયોનાર્ડો ડી કેપ્રિયો આ રૂપાળી દેશી મોડેલને ડેટ કરી રહ્યો છે, તસવીરો થઈ વાઈરલ

PC: mid-day.com

હોલિવૂડ સુપરસ્ટાર લિયોનાર્ડો ડી કેપ્રિયો તેની ફિલ્મો કરતાં વધુ તેના અંગત જીવન માટે હંમેશા ચર્ચામાં રહે છે. તેમના ઘણી બધી સેલિબ્રિટીઓ સાથેના પ્રેમસંબંધોની યાદી ઘણી લાંબી છે. તેનું દિલ આમ તેમ ભટકતું જ રહેતું હોય છે. જે ક્યારેય એક જગ્યાએ ફિક્સ રહેતું નથી, તે હંમેશા કોઈની પણ સાથે ફરતું રહે છે. આવી સ્થિતિમાં, અભિનેતા ફરી એકવાર હેડલાઇન્સમાં આવ્યો છે. તેઓ મંગળવારે લંડનમાં ભારતીય મૂળની બ્રિટિશ મોડલ નીલમ ગિલ સાથે ડિનર કરતા જોવા મળ્યા હતા. ત્યારથી જ તે હેડલાઇન્સમાં બનેલો રહે છે. આ અભિનેતાની નવી લવ લાઈફ ફરી એકવાર ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગઈ છે.

અભિનેતા સાથે, તેની માતા ઇર્મેલીન ઈન્ડેનબિર્કેન અને તેના કેટલાક મિત્રો પણ જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને તેમના સંબંધોને સત્તાવાર બનાવવા જઈ રહ્યા છે. અભિનેતાની માતા પણ  તેની ગર્લફ્રેન્ડને મળી ચુકી છે અને તેણે નીલમ ગિલને મંજૂરી પણ આપી દીધી છે. આ તસવીરમાં એક્ટર બ્લેક કેપ, બ્લેક જેકેટ, બ્લુ જીન્સ અને વ્હાઇટ સ્નીકર્સ પહેરેલો જોવા મળે છે. તેણે પોતાના ચહેરાને કાળા રંગના માસ્કથી ઢાંકી રાખ્યો છે. તેણે તેની આઉટિંગ એકદમ નજીકના દોસ્તો અને પરિવાર પૂરતી કેઝ્યુઅલ રાખી છે.

ગયા મહિને, ડી કેપ્રિયોની સુપરમોડલ ગીગી હદીદ સાથે ડેટિંગની અફવાઓ ફેલાઈ હતી. જ્યારે તેણે તેની સાથે ન્યુ યોર્કના સિપ્રિયાની ડાઉનટાઉનમાં ભોજન કર્યું હતું. લીઓ અને ગીગી બંને ઘણી વખત સાથે હેંગઆઉટ કરતા જોવા મળ્યા છે.

અહીં તમને બતાવી દઈએ કે, નીલમ ગિલ ભારતીય છે. તેમનો જન્મ 27 એપ્રિલ 1995ના રોજ કોવેન્ટ્રી, વોરવિકશાયર, ઈંગ્લેન્ડ, યુનાઈટેડ કિંગડમમાં થયો હતો. તે વ્યવસાયે મોડલ છે. તેની ઉંમર 28 વર્ષની છે. તેમના દાદા-દાદી પંજાબના રહેવાસી હતા. નીલમ તેના મોડલિંગ કરિયરમાં ઘણી સફળ છે. તે બરબેરી, એબરક્રોમ્બી અને ફિચ સહિત ઘણી મોટી બ્રાન્ડ્સ સાથે કામ કરી ચુકી છે.

લિયોનાર્ડો અને નીલમ કે જેમણે થોડા દિવસો પહેલા 76મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અલગ-અલગ હાજરી આપી હતી, મીડિયા સૂત્રો અનુસાર, આ વર્ષે ફેબ્રુઆરીમાં અગાઉ ચિલ્ટર્ન ફાયરહાઉસમાં બંનેએ પાર્ટી કરી હતી. ગયા વર્ષે અમેરિકન મોડલ કેમિલા મોરોન સાથે અલગ થયા પછી, ડી કેપ્રિયો ઘણી સેલિબ્રિટી મહિલાઓ સાથે જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp