'મૈં અટલ હું'ને ચૂંટણી સાથે જોડવાથી મતદારોની સમજને ઓછી આંકવા બરાબર છે: પંકજ

On

પંકજ ત્રિપાઠી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે, જે લાંબા સંઘર્ષ કર્યા પછી સફળતાના પંથે પહોંચ્યા છે. આ દિવસોમાં પંકજ તેની ફિલ્મ મેં અટલને લઈને ચર્ચામાં છે. પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવતા પહેલા તે ખૂબ જ ડરી ગયા હતા, પરંતુ ફિલ્મનું ટ્રેલર જોયા પછી તેમને જે પ્રતિસાદ મળી રહ્યો છે તેનાથી તેમણે રાહતનો શ્વાસ લીધો છે. મીડિયા સૂત્રએ પંકજ સાથે આ ફિલ્મ સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર વાત કરી.

મીડિયા સૂત્રએ તેમને પૂછ્યું કે, અટલ બિહારી વાજપેયીની આ બાયોપિક માટે તમે કેવી રીતે સંમત થયા, તો તેમને કહ્યું કે, અટલજીનું આટલું મોટું પાત્ર છે, તેથી હું વિચારી રહ્યો હતો કે હું તેમનું પાત્ર કેવી રીતે ભજવીશ. ત્યારે મેકર્સ મક્કમ હતા કે, તમે નહીં કરો તો અમે ફિલ્મ નહીં બનાવીએ. પછી હું સંમત થયો અને બે-ત્રણ પુસ્તકો લઈને દિલ્હી ગયો, જ્યાં હું ફુકરેનું શૂટિંગ કરી રહ્યો હતો. દિલ્હી યુનિવર્સિટીના એક પ્રોફેસર અને પત્રકાર મારા રૂમમાં આવ્યા હતા. જ્યારે તેમણે પુસ્તક જોયું, તો તેમનો જવાબ હતો કે, તે ફક્ત તમે જ કરી શકો છો. પછી શું, હું સંમત થઇ ગયો.

તમે અટલજી જેવા દેખાવા માટે કંઈક અલગ પ્રોસ્થેટિક લુક અજમાવ્યો હશે બરાબરને, તેમને કહ્યું, હા, જ્યારે હું મોબાઈલની લોક સ્ક્રીન ખોલવા ગયો તો મારા મોબાઈલે ચહેરો ઓળખવાની ના પાડી દીધી. એ દિવસોમાં હું પાસવર્ડ નાખીને ફોન ઓપરેટ કરતો હતો. પ્રોસ્થેટિક મેકઅપ અઘરો હતો. કારણ કે લખનઉની 43થી 45 ડિગ્રી ગરમીમાં મેક-અપ સાથે ત્રણથી ચાર કલાક સુધી શૂટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. એવું કહીએ તો ચાલે કે, તે શારીરિક રીતે ખૂબ પીડાદાયક હતું. જોકે, આ ફિલ્મ મારા કરતાં લેખક માટે વધુ મુશ્કેલ છે, કારણ કે આવી પ્રભાવશાળી વ્યક્તિના જીવનને બે કલાકની ફિલ્મમાં કેવી રીતે આવરી લેવું. એવું પણ જાણવા મળે છે કે, જોયા પછી પણ લોકો આવીને કહેશે કે ભાઈ, આ ન બતાવ્યું, પેલી વાર્તા રહી ગઈ.

હમણાં રજુ થયેલા ટ્રેલર પછી કેટલાક દર્શકોએ કહ્યું કે, ક્યાંક મિમિક્રી જેવું કંઈક દેખાઈ રહ્યું છે. તમે તેના વિષે શું કહો છો? તેમનો ઉત્તર હતો કે, આમાં મારે શું કહેવું? જે પણ વિચારો હોય, દરેકનું સ્વાગત છે. હું એટલું જ કહીશ કે, પહેલા લોકોએ ફિલ્મ જોવી જોઈએ. ત્યાર પછી આ અંગે ચર્ચા થશે. તે સમયે હું દરેકના અભિપ્રાયનું સ્વાગત કરીશ.

હમણાં ચૂંટણીનો સમય નજદીક છે તમને શું લાગે છે કે, આ ફિલ્મ ચૂંટણી પહેલા રિલીઝ થવી એ માત્ર સંયોગ છે? તેમણે કહ્યું કે, આ પ્રશ્ન પૂછવાનો અર્થ એ પણ છે કે, આપણા ભારતીય મતદારોની બુદ્ધિને ઓછી આંકવી કે તેઓ ફિલ્મોથી પ્રભાવિત થઈ શકે છે. આ માત્ર બે પાસાં હોઈ શકે, બાકી જે ઈચ્છે તે પોતાનો અભિપ્રાય બનાવી શકે. અગાઉ આ ફિલ્મ 25 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. તેના VFX પર ઘણું કામ બાકી હોવાથી, તેની તારીખ બદલાઈ ગઈ છે. હવે આ અઠવાડિયે ફિલ્મ સેન્સર બોર્ડ પાસે જશે.

સેન્સર બોર્ડની વાત નીકળતા તેમને પૂછવામાં આવ્યું કે, શું સેન્સર બોર્ડના પરિણામોને લઈને તમને કોઈ ટેન્શન જેવું છે?, તેમણે કહ્યું કે, ના, હું કેમ કરું, આ બધું કામ ડિરેક્ટર અને પ્રોડ્યુસરના હાથમાં આવે છે. મેં ફિલ્મમાં મારું સો ટકા આપી દીધું છે અને હું મારા કામથી સંતુષ્ટ છું. હવે પરિણામની બહુ ચિંતા નથી. અભિનેતાનું જોડાણ શૂટિંગના છેલ્લા દિવસ સુધી જ હોય છે. એ દિવસે મેં મારું કામ ઈમાનદારીથી કરીને સોંપી દીધું. આ પછી, જો હું અનુમાન લગાવી, ગણતરી કરી અને તેના વિશે ચિંતા કરું, તો તેનો કોઈ અંત નહીં હોય. કારણ કે, આપણા હાથમાં કશું જ લખાયેલું નથી. બસ આ બધું છોડી દો અને બાકીનો નિર્ણય જનતાને જાતે જ લેવા દો.

આ ફિલ્મમાં અટલજીનું પાત્ર ભજવતી વખતે એવી કોઈ ઘટના બની કે જેમણે તમને ચોંકાવી દીધા હોય, તેમણે કહ્યું કે, અટલજીનું પાત્ર ભજવતી વખતે મેં મારા અંગત જીવનમાં પોતાને બદલાતા જોયા છે. હું અંદરથી ખૂબ જ કોમળતા અનુભવું છું. હું ખૂબ જ સંવેદનશીલ બની ગયો છું. મેં હવે લોકોને સમજવાનું શરૂ કર્યું છે. હું એ પણ શીખ્યો છું કે, બોલવા કરતાં મૌન રહેવું વધુ સારું છે. જીવનમાં જેમ જેમ તમે મોટા થતા જાવ છો, તેમ તેમ તમારે તમારી સહનશક્તિમાં પણ વધારો કરવો પડે છે.

ફિલ્મમાં આજકાલ જે આવી ઉંદરોની દોડમાં, શું આવી નમ્રતા અને સહજતા ઉપયોગમાં આવે છે? તેમણે કહ્યું કે, ઉંદર રેસનો વિજેતા પણ ઉંદર જ હોય છે. આપણે આ ઉંદરોની રેસમાં જોડાવાની જરૂર નથી. અમે જેવા છીએ તેવા જ સારા છીએ.

શું આપણે અહીં અટલજીને રાજકારણી તરીકે જોઈશું કે અન્ય કોઈ પાસાને પણ સ્પર્શવામાં આવ્યો છે? તેમણે કહ્યું કે, અમે દરેક વસ્તુનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો છે. કેવી રીતે બટેશ્વરનો છોકરો આગળ જઈને અટલ બિહારી વાજપેયી જેવો પ્રભાવશાળી રાજકારણી અને કવિ બન્યો. આ બધું જ જોવા મળશે.

એક ધારદાર સવાલ પુછતા મીડિયા સૂત્રએ કહ્યું કે, બાયોપિકને લઈને એક ધારણા છે કે, ઘણી વખત તે વ્યક્તિની છબીને સારી દેખાડવા માટે બનાવવામાં આવે છે? તેમનો જવાબ હતો કે, જુઓ, દરેક વ્યક્તિ પોતાના દ્રષ્ટિકોણથી ફિલ્મો બનાવે છે. બાબત ખૂબ જ વ્યક્તિલક્ષી બની જાય છે. તે નિર્માતા તેમના વ્યક્તિત્વને કેવી રીતે જુએ છે, તે તેમની સ્વતંત્રતા છે. જો કોઈ નિર્ણાયક રીતે બનાવે છે, તો તે તેની રીત છે. કોઈપણ ફિલ્મ ખરાબ કે સારી હોતી નથી, તે માત્ર દિગ્દર્શક અને લેખકના પરિપ્રેક્ષ્યની વાત છે.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati