લોકઅપ-2: કંગનાની જેલમાં આ વખતે આ સ્પર્ધકો જોવા મળી શકે છે

PC: indianespress.com

કંગના રણૌતનો મોસ્ટ ફેમશ કંટ્રોવર્શિયલ શો લોકઅપ-2ની બીજી સીઝન આવી રહી છે. રિપોર્ટ પ્રમાણે આ વખતે કંગનાની જેલમાં વધારે બબાલ જોવા મળશે. એવામાં સોશિયલ મીડિયા પર સ્પર્ધકોના નામો વાયરલ થઇ રહ્યા છે. કંગનાના આ શો માટે ઘણાં નામો પર મોહર લાગી ચૂકી છે. પહેલું નામ સોશિયલ મીડિયા સ્ટાર પુનીત સુપરસ્ટારનું છે. પુનીત સુપર સ્ટારે બિગબોસમાં પ્રવેશ કર્યાના 24 કલાકની અંદર બહાર થનારો સ્પર્ધક બની ઈતિહાસ રચ્યો. તેણે જણાવ્યું કે તે લોકઅપ-2નો ભાગ બનવા જઇ રહ્યો છે.

ટેલિવિઝન એક્ટર કરણ મેહરા પણ કંગનાના આ રીઆલિટી શોમાં જઇ રહ્યો છે. યે રિશ્તા ક્યા કેહલાતા હે, ટીવી શોમાં નૈતિકનુ પાત્ર ભજવનારા કરણ થોડા વર્ષ પહેલા ઘરેલૂ હિંસાને લઇ લાઈમલાઈટમાં આવ્યો હતો. જાણ હોય તો, લોકઅપની પહેલી સીઝનમાં કરણ મેહરાની એક્સ વાઇફ નિશા રાવલ પણ ભાગ લઈ ચૂકી હતી.

સંભાવિત સ્પર્ધકોની લિસ્ટમાં બીજુ નામ આસિમ રિયાઝના ભાઈ અને બિગ બોસ 15ના સ્પર્ધક ઉમર રિયાઝનું છે. ઉમર લોકઅપ 2માં ભાગ લઇ શકે છે. તેના ફેન્સ પણ તેને આ રિઆલિટી શોમાં જોવા માગે છે.

રોડીઝ અને સ્પિલ્ટ્સવિલા જેવા રિઆલિટી શોથી જાણીતા બનેલા પ્રિયાંક શર્માનું નામ પણ લોકઅપની બીજી સીઝનમાં લેવાઇ રહ્યું છે. તો બિગ બોસ 16ની સ્પર્ધક સૌંદર્યા શર્માનું નામ પણ કંગનાના આ શો માટે લેવાઈ રહ્યું છે. બિગ બોસ 16માં તે ટોપ 5 સુધી પહોંચી શકી નહોતી. પણ તેને સારી ફેમ મળી હતી.

જાણીતા રેપર એમીવે બંટાઇ પણ આ શોમાં જોવા મળી શકે છે. બિગ બોસ 10 ફેમ પ્રિયંકા જગ્ગાનું નામ પણ આ શોની લિસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે. પ્રિયંકા જગ્ગાએ લોકઅપ સીઝન 2માં ભાગ લેવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી દીધી છે. પ્રિયંકાએ બિગ બોસમાં એટલો હંગામો કરેલો કે સલમાને પરેશાન થઇ તેને ઘરમાંથી કાઢવી પડી હતી.

બિગ બોસ 16માં જોવા મળેલ અર્ચના ગૌતમ પણ કંગનાના આ શોમાં જોવા મળી શકે છે. લોકઅપ સીઝન 2માં અર્ચના નજર આવી શકે છે. જોકે તેણે આ ખબર ફગાવી છે. ઉર્ફી જાવેદને પણ આ શો માટે અપ્રોચ કરવામાં આવી હતી. પણ તેણે આ શો કરવાની ના પાડી દીધી હતી. તેના અનુસાર તે આ રીતના શો કરશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp