દર્શકોના દિલો પર રાજ કરતા આ ટીવી શોઝને બંધ કરવાની દર્શકોએ કરી માંગ, આ છે કારણ

PC: twitter.com

ટેલીવિઝનની દુનિયામાં દરરોજ કોઈ શો ઓનએર થાય છે. પરંતુ, કેટલાક જ શો હોય છે, જે લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવી શકે છે. દર્શકોનો પ્રેમ મળે, તો સીરિયલની સ્ટોરી આગળ વધે છે. પરંતુ, ઘણીવાર એવુ પણ થાય છે કે સીરિયલની સ્ટોરીને એટલી ખેંચવામાં આવે કે લોકો કંટાળી જાય છે. દર્શકો પણ કંટાળીને તેને બંધ કરવાની માંગ કરવા માંડે છે. અહીં એવા જ કેટલાક શો વિશે વાત કરવામાં આવી છે.

યે રિશ્તા ક્યા કહલાતા હૈ

સ્ટાર પ્લસની આ સીરિયલ 2009માં શરૂ થઈ હતી. શોને ઓનએર થયાને 14 વર્ષ થઈ ગયા. આ શો જ્યારે શરૂ થયો હતો ત્યારે તેને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો. પરંતુ, હવે દર્શક આ ટીવી શોને ઓફએર કરવાની માંગ કરી રહ્યા છે.

અનુપમા

2020માં શરૂ થયેલા આ શોને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો. ઓછાં સમયમાં તેણે લોકોના દિલ જીતી લીધા. પરંતુ, હવે શોની સ્ટોરીમાં એ વાત નથી, જે બે વર્ષ પહેલા હતી.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. છેલ્લાં 15 વર્ષથી આ શોએ ટીવી પર પોતાની ખાસ ઓળખ બનાવી છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌકોઈ તેના ફેન છે. પરંતુ, ક્યાંક ને ક્યાંક તારક મેહતામાં પણ હવે એ ચાર્મ નથી બચ્યો.

બડે અચ્છે લગતે હૈ 2

બડે અચ્છે લગતે હૈ બાદ એકતા કપૂર 2021માં તેની બીજી સિઝન લઇને આવી. દર્શકોને આશા હતી કે પહેલી સીઝનની જેમ બડે અચ્છે લગતે હૈ 2 પણ હિટ થશે, પરંતુ એવુ ના થઈ શક્યું.

કુમકુમ ભાગ્ય

કુમકુમ ભાગ્ય 2014માં ઓનએર થયો હતો. શો ઓનએર થતા જ દર્શકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો હતો. હજુ પણ સીરિયલની વાત થાય છે, પરંતુ કારણ ટ્રોલિંગ હોય છે.

ગુમ હૈ કિસી કે પ્યાર મેં

અનુપમાની સાથે જ 2020માં ગુમ હૈ કિસી કે પ્યાર મેં ઓનએર થયો છે. આ શોની સ્ટોરી પણ દમદાર હતી અને દર્શકોને ખૂબ જ પસંદ પણ આવી હતી. પરંતુ, હવે સીરિયલનો હાલ શું છે, એ ફેન્સ જાણે જ છે.

કયા કારણોને લઈ થઈ રહી છે પોપ્યુલર સીરિયલ્સને બંધ કરવાની માંગ?

બોરિંગ સ્ટોરી

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા હોય કે પછી યે રિશ્તા ક્યા કહલાતા હૈ, તમામ ટીવીના પોપ્યુલર શોઝ છે. જેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. પરંતુ, લાગે છે કે હવે શોની સ્ટોરીને આગળ વધારવા માટે જબરદસ્તી ટ્રેકને ખેંચવામાં આવી રહ્યો છે. જે દર્શકોને બોર કરી રહ્યો છે. સીરિયલ્સના કેટલાક સીન્સ એવા હોય છે, જેને જોઈને લાગે છે કે તેમા કોઈ લોજિક જ નથી.

લીડ સ્ટાર્સે છોડ્યો શો

બીજું મોટું કારણ છે શોને આગળ વધારવા માટે લીપ લેવું. જેના કારણે સીરિયલના લીડ એક્ટર્સ આ શો છોડીને ચાલ્યા જાય છે. ઘણીવાર દર્શક પોતાના ફેવરિટ એક્ટરની જગ્યાએ બીજા એક્ટરને જોઈને તે કેરેક્ટરને અપનાવી નથી શકતા અને શોની TRP પર અસર પડે છે.

ટ્રોલિંગ

ત્રીજું કારણ ટ્રોલિંગ છે. મોર્ડન જમાનામાં લોકોને પોતાની વાત કહેવા માટે કોઈ ખાસ પ્લેટફોર્મની જરૂર નથી હોતી. તેના માટે સોશિયલ મીડિયા જ પૂરતું છે. સોશિયલ મીડિયા પર લોકો આ સીરિયલ્સને લઈને પોતાની દિલની વાત કહે છે. સ્ટોરીથી કંટાળીને તેઓ શો બંધ કરવાની માંગ કરે છે. ઘણીવાર ફેન્સ સીરિયલ્સની સ્ટોરીમાં નવા બદલાવ લાવવાની સલાહ આપે છે પરંતુ, મેકર્સ કદાચ જ તે વાતો પર ધ્યાન આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp