મોડલે કર્યો લવ જેહાદનો દાવો, કહ્યું- તનવીરે યશ બનીને ફસાવી, ધર્મ બદલવા દબાણ

ઝારખંડની રાજધાની રાંચીમાં સ્થિત યશ મોડલિંગ કંપનીના માલિક પર લવ જેહાદનો આરોપ લાગ્યો છે. આ આરોપ કોઈ અન્યએ નહીં પરંતુ અહીં મોડલિંગની ટ્રેનિંગ લેવા આવેલી યુવતીએ લગાવ્યો છે. બિહારમાં રહેતી માનવી રાજ ઝારખંડના રાંચીમાં એટલા માટે આવી હતી, જેથી તે પોતાને મોડલિંગમાં ગ્રૂમ કરીને એક સારી મોડલ બની શકે. પરંતુ, તેને નહોતી ખબર કે આગળ જઈને તેની સાથે શું થવાનું છે. રાંચીમાં તે એક ગ્રૂમિંગ ઇન્સ્ટીટ્યૂટમાં જોડાઈ ગઈ. આ ઇન્સ્ટીટ્યૂટના માલિકે જ્યારે માનવીને જોઈ તો તે તેને ખૂબ જ પસંદ આવી. બંને વચ્ચે એક સારી ફ્રેન્ડશિપ થઈ ગઈ. પરંતુ, ઇન્સ્ટીટ્યૂટના માલિકના મનમાં તો કંઈક બીજુ જ ચાલી રહ્યું હતું. તે ઇચ્છતો હતો કે, મિત્રતાના આ સંબંધ વધુ આગળ વધે.
તે માનવી સાથે લગ્ન કરવા માંગતો હતો. આથી, તેણે માનવીને પ્રપોઝ કર્યું. ત્યારે માનવીને ક્યાં ખબર હતી કે જેને તે ફ્રેન્ડ માની રહી છે તેણે તેનાથી સત્ય છૂપાવ્યુ છે. ઇન્સ્ટીટ્યૂટના માલિકે પોતાનું નામ તેને યશ જણાવ્યું હતું. જ્યારે, તેનું અસલી નામ તનવીર અખ્તર ખાન છે. યુવતીને જ્યારે આ વાતની જાણકારી મળી તો તેણે તેની સાથેની ફ્રેન્ડશિપ પણ તોડી નાંખી. આ વાત તનવીરને પસંદ ના આવી. હવે તે તેના પર લગ્ન અને ધર્મ બદલવા માટે દબાણ કરવા લાગ્યો. પરંતુ, માનવીને તેનાથી નફરત થઈ ચુકી હતી. આથી, તેણે તનવીરના પ્રપોઝલને નકારી દીધુ. પછી વાત પહોંચી ગઈ બ્લેકમેલિંગ સુધી. તનવીર, માનવીને બ્લેકમેલ કરવા માંડ્યો. તેની પાસે માનવીના કેટલાક પર્સનલ ફોટોઝ હતા. તેને વાયરલ કરવાની ધમકી આપી લગ્નનો દબાણ બનાવવા માંડ્યો.
જેનાથી કંટાળીને માનવીએ રાંચી શહેર જ છોડી દીધુ. તે મુંબઈ શિફ્ટ થઈ ગઈ. પરંતુ, એકતરફી પ્રેમમાં પાગલ તનવીરે તેનો પીછો ત્યાં પણ ના છોડ્યો. તે તેને સતત ધમકાવતો રહ્યો. ત્યારબાદ કંટાળીને માનવીએ તનવીર વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી દીધી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, તેની રાંચીમાં ગ્રૂમિંગ ઇન્સ્ટીટ્યૂટના માલિક તનવીર ખાન સાથે મિત્રતા થઈ ગઈ. પહેલી મુલાકાતમાં તનવીરે પોતાનું નામ યશ જણાવ્યું હતું. પરંતુ, બાદમાં તેને જાણકારી મળી કે તેનું અસલી નામ તનવીર છે. ગ્રૂમિંગ ઇન્સ્ટીટ્યૂટમાં યુવા મોડલ્સને મોડલિંગની બારીકાઈ શીખવવામાં આવે છે. તેમણે કેવી રીતે વાત કરવાની છે, કેવી રીતે ચાલવાનું છે વગેરે. સાથે જ કેટલાક ઇન્સ્ટીટ્યૂટ મોડલિંગ ઇસાઇન્મેન્ટ પણ અપાવે છે.
પીડિતાએ પોલીસને જણાવ્યું કે, મિત્રતા દરમિયાન હોળી પર નશાની ગોળીઓ ખવડાવીને તનવીરે તેના કેટલાક ફોટા પાડ્યા. ત્યારબાદથી તનવીર તેને બ્લેકમેલ કરવા માંડ્યો અને માર પણ મારતો હતો. આરોપી તનવીર તેના પર ધર્મ બદલવા અને લગ્ન માટે દબાણ કરવા માંડ્યો. કંટાળીને તે મુંબઈ આવી ગઈ. તે છતા તે તેને બ્લેકમેલ કરતો રહ્યો. પોલીસ સુધી મામલો પહોંચ્યો તો તનવીરે પોતાની ભૂલ માની અને પીડિતાને FIR પાછી લેવા માટે કહેવા માંડ્યો. તનવીર ખાને કોર્ટમાં આપેલી એક એફિડેવિટમાં સ્વીકાર કર્યો કે તે તેને હેરાન કરતો હતો. પરંતુ, તેનો ઇરાદો તેને કોઈપણ પ્રકારે નુકસાન પહોંચાડવાનો નહોતો.
દબાણ બનાવવા માટે તે આવુ કરતો હતો, જેથી તે બંને સાથે રહી શકે. આ ઉપરાંત, એ જ એફિડેવિટમાં તેણે એ વાતને કબૂલ કરી કે તે આગળથી આવુ કંઈ પણ નહીં કરશે. પરંતુ, ત્યારબાદ પણ તે આવી હરકતો કરતો રહ્યો. પીડિતાએ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો અપલોડ કરી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પાસેથી સુરક્ષાની માંગ કરી. પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસનું કહેવુ છે કે, તપાસના આધાર પર જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. મુંબઈથી આ કેસ રાંચી ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. પરંતુ, પોલીસે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી.
તનવીર આ સમગ્ર મામલા પર કંઈ બીજુ જ કહી રહ્યો છે. તેણે જણાવ્યું કે, તેના પર લગાવાયેલા તમામ આરોપો ખોટા છે. માનવી મારી પાસે કામ કરતી હતી. દરમિયાન માનવીના કારણે મારા બિઝનેસમાં નુકસાન થઈ ગયુ, તો હું તેની પાસે દંડના પૈસા માંગી રહ્યો હતો. ત્યારથી તે મને ખોટા કેસમાં ફસાવવા માટે બ્લેકમેલ કરી રહી છે. મારા કેટલાક પ્રાઇવેટ ફોટો તેની પાસે છે, જે તેણે મારા ઓળખીતાઓને મોકલ્યા છે. તેમ છતા મેં તેની વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી કરી. માનવીનો બોયફ્રેન્ડ રવજોત સિંહ અને તેનો ફ્રેન્ડ પણ મારા મોબાઇલમાંથી ડેટા ચોરી કરીને મને બ્લેકમેલ કરતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp