‘આદિપુરુષ’ પર હિન્દુ મહાસભાએ નોંધાવી ફરિયાદ, બોલી-આખી સ્ટાર કાસ્ટ પર થાય કેસ

PC: indianexpress.com

આદિપુરુષને લઈને વિવાદ થોભતો નજરે પડી રહી નથી. ડાયલોગ્સને લઈને શરૂ થયેલો વિવાદ હવે FIR સુધી આવી ગયો છે. હિંદુમહાસભાએ લખનૌમાં ફિલ્મ વિરુદ્ધ FIR નોંધાવી દીધી છે. ભાર આપીને કહેવામાં આવ્યું છે કે આખી સ્ટાર કાસ્ટ વિરુદ્ધ કેસ થવો જોઈએ. આ અગાઉ હિન્દુ સેનાએ પણ કોર્ટમાં ફિલ્મને બેન કરવાને લઈને અરજી દાખલ કરી હતી. કેટલાક બીજા રાજ્યોમાં પણ વિવાદના સૂર ઉઠી રહ્યા છે. હકીકતમાં આદિપુરુષમાં જે પ્રકારે રામાયણ દેખાડવામાં આવી છે, ઘણા લોકો તેને પસંદ કરી રહ્યા નથી.

ઓમ રાઉતનું આ મોડર્ન વિઝન લોકોને ગળે ઉતરી રહ્યું નથી. તેની ઉપર જે પ્રકારે ડાયલોગ્સ લખવામાં આવ્યા છે, તેણે પણ સોશિયલ મીડિયાની દુનિયામાં મોટો હોબાળો ઊભો કરી દીધો છે. આમ ડાયલોગ તો હવે ફિલ્મના બદલવા જઈ રહ્યા છે. હકીકતમાં ફિલ્મના લેખક મનોજ મુંતશિરે જાહેરાત કરી દીધી છે કે જે પાંચ પંક્તિઓને લઈને સૌથી વધુ વિવાદ છે તેને બદલવામાં આવશે. મેં અને ફિલ્મના નિર્માતા-ડિરેક્ટરે નિર્ણય લીધો છે કે તેઓ કેટલાક સંવાદ જે તમને ઠેસ પહોંચાડી રહ્યા છે, અમે તેને સંશોધિત કરીશું અને આ જ અઠવાડિયે ફિલ્મમાં સામેલ કરવામાં આવશે.

મનોજ મુંતશિરે એ વાત પર દુઃખ વ્યક્ત કર્યું કે તેને એટલી જલદી જજ કરી લેવામાં આવ્યા. તેમણે કહ્યું કે, બની શકે, 3 કલાકની ફિલ્મમાં મેં 3 મિનિટ કંઈક તમારી કલ્પનાથી અલગ લખી દીધું હોય, પરંતુ તમે મારા મન પર સનાતન દ્રોહી લખવામાં અટલી ઉતાવળ કેમ કરી, હું જાણી ન શક્યો. ભાર આપીને કહેવામાં આવ્યું કે, આ ફિલ્મ સનાતન માટે બનાવવામાં આવી છે અને તેનું ઉદ્દેશ્ય એ જ રહેવું જોઈએ. આમ આ તર્કો વચ્ચે આદિપુરુષની કમાણી પર કોઈ અસર પડી રહી નથી. ફિલ્મ ભારત અને બહાર જબરદસ્ત કમાણી કરી રહી છે. 2 દિવસમાં જ ગ્રાસ કલેક્શન 200 કરોડ પાર થઈ ચૂક્યો છે. એડવાન્સ બુકિંગના આંકડા બતાવે છે કે આગામી દિવસોમાં પણ કમાણીમાં તેજી ચાલુ રહેવાની છે.

ડાયલોગ્સ સહિત તમામ બાબતે નિંદા તો થઈ જ રહી છે. ડિરેક્ટર ઓમ રાઉત આ સમયે સ્પષ્ટતા પણ આપી રહ્યા છે. આ દરમિયાન તેમની એક ટ્વીટ વાયરલ થઈ રહી છે. તેમાં તેમણે હનુમાનજી માટે કંઈક કહ્યું હતું કે, શું ભગવાન હનુમાન બહેરા હતા? મારા બિલ્ડિંગના આસપાસના લોકોને એવું જ લાગે છે? હનુમાન જયંતી પર ખૂબ તેજ મ્યૂઝિક વગાડી રહ્યા છે, મતલબ ખૂબ જ વધારે તેજ, ઉપરથી બધા અપ્રાસંગિક સોંગ.’ આ ટ્વીટ તેમણે વર્ષ 2015માં કરી હતી. જ્યારે આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો તેને ડીલિટ કરી દેવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં તેના સ્ક્રીનશૉટ ચાલવા લાગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp