
બોલિવૂડની ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિતે 90ના દશકમાં દિલો પર રાજ કર્યું છે. તેની અદાકારી, એક મિલિયન ડોલરનું હાસ્ય અને ઘૂંઘરાળા વાળોએ લાખો બોલિવુડ પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને તેનું એમ કરવાનું અત્યારે પણ ચાલુ છે. ‘હમ આપકે હૈ કૌન’, ‘દેવદાસ’, ‘દિલ તો પાગલ હૈ’, જેવી ફિલ્મોથી ફેમસ થઈ. માધુરી દીક્ષિતે પોતાના પરિવાર અને ખાસ કરીને પોતાની માતા સાથે એક ખાસ સંબંધ શેર કરે છે. આજે એટલે કે 12 માર્ચના રોજ સવારે લગભગ 8:00 વાગ્યે માધુરીની માતા સ્નેહલતા દીક્ષિતનું નિધન થઈ ગયું. તેની માતા 90 વર્ષની હતી.
જે લોકો નથી જાણતા તેમના માટે માધુરી દીક્ષિતનો જન્મ એક મધ્યમવર્ગીય બ્રાહ્મણ પરિવારમાં સ્નેહલતા દીક્ષિત અને શંકર દીક્ષિતન ઘરે થયો હતો અને તે 4 ભાઈ-બહેનમાં સૌથી નાની છે. માધુરીની બે મોટી બહેનો અને એક મોટો ભાઈ છે. માધુરીને એક કાર્ડિયોવેસ્કુલર સર્જન ડૉ. શ્રીરામ નેનેનો પ્રેમ મળ્યો હતો અને 17 ઓકટોબર 1999ના રોજ તેની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. ખૂબ પ્રેમ કરનારા કપાલના સંતાનોમાં બા દીકરા છે આરીન અને રયાન.
Bollywood Actress Madhuri Dixit's Mother Snehlata Dixit Passed Away Today Morning! #MadhuriDixit #Mother #PassesAway #SnehlataDixit #RIP #Madhuri #Trending #Reelsviral #reels #trendingnews #ripsnehlatadixit #madhuridixitfans #madhuridixitnene #madhuridixithot #foryou #explore pic.twitter.com/WOR0oFjAdm
— BTown Ki Billi (@BtownKi) March 12, 2023
27 જૂન 2022ના રોજ માધુરી દીક્ષિતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર અને પ્રેમાળ માતા સ્નેહલતા દીક્ષિતની તસવીરોની એક સીરિઝ પોસ્ટ કરી હતી. તમે પહેલી તસવીરમાં પોતાની માતા અને પોતાના પતિ શ્રીરામ નેને સાથે પોઝ આપતી જોઈ શકો છો. તસવીરોમાં આપણે સ્નેહલતાની તસવીરને જોઈ શકીએ છે. જેમ કે માધુરીની માતા ત્યારે 90 વર્ષની થઈ ગઈ હતી. માધુરીએ પોતાની માતા માટે સૌથી સુંદર જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
તેના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘જન્મ દિવસની શુભેચ્છા, તેઓ કહે છે કે એક મા એક દીકરીની સૌથી સારી મિત્ર હોય છે, તેઓ હજુ વધારે સાચા નહીં હોય શકે. તમે મારા માટે કંઈ પણ કર્યું છે, તમે બધાને પાઠ ભણાવ્યો છે, તે તમારી તરફથી મારા માટે સૌથી મોટો ઉપહાર છે. હું તમારા માત્ર સારા સ્વાસ્થ્ય અને ખુશીની કામના કરું છું. ઉલ્લેખનીય છે કે, માધુરી દીક્ષિતના કરિયરના શરૂઆતી દિવસોમાં તેની માતાએ તેનો ખૂબ સપોર્ટ કર્યો હતો. ફિલ્મની શૂટિંગ હોય કે પછી કોઈ ઇવેન્ટ હોય, તેની માતા હંમેશાં માધુરી સાથે રહેતી હતી. એક્ટ્રેસ ઘણી વખત કહી ચૂકી છે કે સ્ટાર હોવા છતા એક સામાન્ય જિંદગી જીવવામાં તેની માતાનો ખૂબ મોટો હાથ છે. તેની માતાએ હંમેશાં તેને જમીન સાથે જોડાઈને રહેવાનું શીખવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp