સ્ટાર મહેશ બાબૂની દીકરી સિતારાએ દાન કર્યો તેનો પહેલો પગાર, રકમ જાણી ચોંકી જશો

PC: zeenews.com

તેલુગૂ સુપરસ્ટાર મહેશ બાબૂની દીકરી સિતારા 11 વર્ષની ઉંમરમાં મોટી સ્ટાર બની ગઈ છે. રિપોર્ટ અનુસાર સિતારાએ જણાવ્યું ક તેણે પોતાની પહેલી જાહેરાતથી મળેલી સેલેરીને દાન કરી દીધી છે. એક જ્વેલરી બ્રાન્ડ માટે પ્રિંસેસ નામની શોર્ટ ફિલ્મની સાથે સિતારાએ કામ કર્યું. સિતારાએ આની સાથે જ હૈદરાબાદમાં પોતાની માતા નમ્રતા શિરોડકરની સાથે એક બુક પણ લોન્ચ કરી.

આ અવસરે સિતારાએ મીડિયા સાથે વાત કરી. તેણે કહ્યું કે તેને ફિલ્મો જોવી ગમે છે અને તેમા અભિનય કરવો ગમે છે. સિતારા કહે છે કે, તેના પિતા મહેશ બાબુ ટાઇમ સ્ક્વેર પર પોતાની સિગ્નેચર જ્વેલરી કલેક્શન જોઇ ખુશ થયા હતા અને તેને જોઇ ભાવુક પણ થયા. તો નમ્રતાએ કહ્યું કે તેમનો દીકરો ગૌતમ ફિલ્મોમાં આવી શકે છે. પણ હાલમાં તે ભણી રહ્યો છે.

સિતારાએ દાન કરી સેલેરી

રિપોર્ટ અનુસાર 11 વર્ષીય સિતારાએ પોતાનો પહેલો પગાર 1 કરોડ રૂપિયાનો મળ્યો છે. સિતારા પીએમજે જ્વેલ્સનો ચહેરો બની ગઇ અને તેનું કલેક્શન ટાઇમ્સ સ્ક્વેર પર પણ જોવા મળ્યું. જ્યારે તેની એડ ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર પર જોવા મળી તો સિતારાએ સોશિયલ મીડિયા પર તેની આ એક્સાઇટમેન્ટ શેર કરી. તેણે લખ્યું, ટાઇમ્સ સ્ક્વેર. હે ભગવાન, હું રડી. હું આનાથી વધારે ખુશ ન થઇ શકું. પીએમજે જ્વેલ્સ તમારા લોકો વિના આ શક્ય નહોતું.

મહેશ બાબૂ અને નમ્રતા શિરોડકર પોતાની દીકરીની આ ઉપલબ્ધિથી ઘણાં ખુશ છે અને તેમણે પોતાની ભાવનાઓ જાહેર કરી છે. નમ્રતા લખે છે, જુઓ કોણે હાલમાં જ ટાઈમ્સ સ્ક્વેર પર ડેબ્યૂ કર્યું છે. શબ્દોમાં આ વાત રજૂ થઇ શકે એમ નથી કે મને કેટલો ગર્વ થઇ રહ્યો છે. સપના સાકાર થતા જોવા સૌથી સારો અનુભવ છે.

 
 
 
View this post on Instagram

A post shared by sitara 🍓 (@sitaraghattamaneni)

 
 
 
View this post on Instagram

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

સિતારાના પહેલાથી જ ઈન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયન ફોલોઅર્સ છે અને તે પીએમજે જ્વેલ્સનો ફેસ પણ છે. સિતારાએ પોતાના પિતા મહેશ બાબૂની સાથે ડાંસ વીડિયો ‘પેની’ થી ડેબ્યૂ કર્યુ હતું. સિતારાએ હોલિવુડ ફિલ્મ ફ્રોઝન 2ના તેલુગૂ વર્ઝનમાં પણ બેબી એલ્સાનો અવાજ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp