'મેરા પઠાણ' - પાકિસ્તાની અભિનેત્રી માહિરાએ શાહરૂખ સાથેની એક ખાસ તસવીર કરી શેર

PC: jang.com.pk

તાજેતરમાં માહિરા ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે શાહરૂખ ખાન સાથે જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે આ એક જૂનો ફોટો છે, જેને શેર કરીને તેણે પઠાણને સમર્થન આપ્યું છે.

શાહરૂખ ખાન દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ' સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મ સાથે બોલવુડના બાદશાહ ચાર વર્ષ બાદ પડદા પર પરત ફર્યા છે. 'પઠાણ'ને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ સાથે જ સ્ટાર્સ પણ કિંગ ખાનની ફિલ્મ માટે ઉત્સાહિત જોવા મળ્યા. જણાવી દઈએ કે માહિરા ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર શાહરૂખ ખાન સાથેનો એક ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે પઠાણને પોતાનું સમર્થન આપ્યું છે. માહિરાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને શાહરૂખ સાથેની તેની એક ફિલ્મનો ફોટો શેર કર્યો છે. તેણે કિંગ ખાન સાથે ખૂબ જ રોમેન્ટિક તસવીર શેર કરી છે. માહિરાએ ઇન્સ્ટા સ્ટોરી પર શાહરૂખ ખાન સાથેની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર સ્ટોરી તરીકે શેર કરી છે. આ ફોટોમાં તે એક્ટર સાથે રોમેન્ટિક અંદાજમાં બેઠી છે. ફોટોના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે કે, 'માય પઠાણ', આ સાથે તેણે હાર્ટ વાળુ એક ઇમોજી પણ શેર કર્યું છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ફોટો તેની ફિલ્મ રઈસનો છે. જેમાં માહિરા ખાને પહેલીવાર શાહરૂખ સાથે સ્ક્રીન શેર કરી હતી.વર્ષ 2017માં અભિનેત્રીએ ફિલ્મ 'રઈસ'થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. તે દરમિયાન તેનું શાહરૂખ સાથે સારું બોન્ડિંગ હતું. આ ફિલ્મમાં પણ આ બંનેની જોડી ચાહકોને પસંદ આવી હતી.

માહિરા ખાન સિવાય ઘણા પાકિસ્તાની સ્ટાર્સ છે જે પઠાણને જોવા માંગે છે. આ પહેલા નાદિયા અફઘાન પણ 'પઠાણ' માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચૂકી છે. તાજેતરમાં આસ્ક મી એનિથિંગ સેશનમાં જ્યારે નાદિયાને પૂછવામાં આવ્યું કે તું પઠાણને ક્યારે જોઈશ? તો અભિનેત્રીએ કહ્યું, 'અહીં આવી જ નથી.' હું બીજા પ્લેટફોર્મ પર ફિલ્મ આવવાની રાહ જોઈશ. પઠાણને લઈને માત્ર ચાહકો જ નહીં પરંતુ સેલિબ્રિટી પણ ખૂબ જ ઉત્સાહિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp