પાકિસ્તાની એક્ટ્રેસ બોલી- શાહરુખ હેન્ડસમ નથી, તે એક્ટિંગ જાણતો નથી, પણ તે..
પાકિસ્તાની એક્ટ્રેસ મહનૂર બલોચે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, ‘શાહરુખ ખાન હેન્ડસમ નથી, એક્ટ્રેસના આ નિવેદન બાદ શાહરૂખના ફેન્સ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. મહનૂર બલોચ પાકિસ્તાનન ટોક શૉ ‘હદ કર દી’માં પહોંચી હતી. તેણે શૉના હોસ્ટ મોમિન સાકીબને એટ્રેક્ટિવનેસ, પર્સનાલિટી અને ચાર્મ બાબતે વાત કરી. આ દરમિયાન એક્ટ્રેસે શાહરુખ ખાનનું ઉદાહરણ આપતા કહ્યું કે શાહરુખ ખાન પાસે ખૂબ સારી પર્સનાલિટી છે, પરંતુ જો તમે દુનિયાના હેન્ડસમ લોકોની વાત કરો છે, તો તેમાં શાહરુખ આવતો નથી.
મહનૂર બલોચે આગળ કહ્યું કે, શાહરૂખની પર્સનાલિટી એટલી મજબૂત છે, તેનો ઔરા એવો છે કે તે સારો લાગે છે. એટલે મને લાગે છે કે તેમાં ઘણી વસ્તુ સામેલ છે. મહનૂર બલોચ કહે છે કે, ખૂબ સુંદર લોકો હોય છે, પરંતુ તેમનો ઔરા મજબૂત હોતો નથી, તો તેમને કોઈ પણ નોટિસ કરતું નથી. પાકિસ્તાની એક્ટરે શાહરુખ બાબતે વાત કરતા કહ્યું કે, શાહરુખ ખાન બાબતે મારો વિચાર એ છે કે તેને એક્ટિંગ આવડતી નથી. પરંતુ તે એક સારો બિઝનેસમેન છે. તે પોતાની માર્કેટિંગ કરવાનું જાણે છે. બની શકે કે તેના ફેન્સ અને લોકો મારી સાથે અસહમત હોય શકે છે, પરંતુ એ સત્ય છે. તેનું વ્યક્તિત્વ સારું છે.
તેનું કહેવું છે કે તે પોતાની માર્કેટિંગ કરે છે. એવા ઘણા સારા એક્ટર્સ છે જે શાહરુખ ખાન જેટલા સક્સેસફૂલ નથી. મહનૂર બલોચના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. એક ફેને કહ્યું કે, ‘બીબીજી શાહરુખ ખાન ટોપ-100 હેન્ડસમ લોકોમાં આખી દુનિયામાં આવે છે તારા કહેવાથી કોઈ ફરક નહીં પડે. બીજા ફેને કહ્યું કે, ‘શું તમને લાગે છે કે શાહરુખ ખાનને તારા આ ઓપનિયનથી ફરક પણ પડે છે? ત્રીજા ફેને કહ્યું કે, શું તેને પબ્લિકલી આ પ્રકારનું નિવેદન આપવાનો અધિકાર છે?
સુંદરતાને જોવાની દરેકની પોતાની રીત હોય છે. કેટલાક લોકોને તે સુંદર લાગી શકે છે જે બીજાઓને સુંદર દેખાઈ રહ્યા નથી, પરંતુ પબ્લિકલી આ પ્રકારનું નિવેદન આપવું ખરેખર મૂર્ખતા અને બાલિશ વ્યવહાર છે. એક ફેને કમેન્ટમાં કહ્યું કે, મને લાગે છે કે, તે શાહરુખ બાબતે વાત કરીને પોપ્યુલારિટી હાંસલ કરવાનો પ્રયાસ કરી રહી છે. તે તારાથી સારો અને તારાથી વધુ સફળ એક્ટર છે. તે ક્યારેય કોઈ માટે આ પ્રકારના કમેન્ટ કરતો નથી. એટલે તે તારાથી સારો વ્યક્તિ પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp