26th January selfie contest

અર્જૂનને ડેટ કરવા પર મલાઇકાએ કહ્યું- પ્રેમની કોઈ ઉંમર નથી હોતી

PC: hindi.bollywoodshaadis.com

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના ઘણા ફેન્સ છે. તેના દેખાવથી લઈને ફિટનેસ અને અંગત જીવન સુધી, મલાઈકા અરોરા ઘણી બધી બાબતો માટે હેડલાઈન્સ બનાવે છે. મલાઈકા અરોરાએ શનિવારે મીડિયા દ્વારા આયોજિત એક કોન્ક્લેવ 2023માં હાજરી આપી હતી. અહીં મધ્યસ્થ નબીલા સાથે, તેણે તેના છૂટાછેડા અને અર્જુન કપૂર સાથેના સંબંધો વિશે વાત કરી.

સત્ર દરમિયાન, મલાઈકા અરોરાને પૂછવામાં આવ્યું હતું કે, સમાજમાં મહિલાઓ પર તેમની પસંદગીઓને લઈને હંમેશા સવાલો ઉઠાવવામાં આવે છે. તેઓએ કઈ વ્યક્તિ સાથે રહેવું જોઈએ, કયા વ્યક્તિ સાથે તેણે કેવી રીતે ડેટ કરવી જોઈએ. એના પર કોઈને કોઈ તમને શિખામણ આપતું રહે છે. તમારે પણ રોજેરોજ ઘણી બધી વાતો સાંભળવી પડે છે, તો તમે તેનો સામનો કેવી રીતે કરશો?

આ સવાલનો જવાબ આપતા મલાઈકા અરોરા હસી પડી હતી. તેણે કહ્યું, 'જ્યારે મારા છૂટાછેડા થયા ત્યારે મને કહેવામાં આવ્યું કે, તમે કેમ છૂટાછેડા લીધા, કારણ કે આવી છાપ હંમેશા મારી સાથે રહેશે. પછી જ્યારે છૂટાછેડા પછી મને પ્રેમ મળ્યો તો લોકોએ કહ્યું કે, તેને પ્રેમ કેવી રીતે મળી ગયો. પછી મારાથી નાની વ્યક્તિના પ્રેમમાં પડ્યા પછી મને કહેવામાં આવ્યું કે, હું ભાન ભૂલી ગઈ છું. પણ હું એટલું જ કહીશ કે, પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. જો તમે પ્રેમમાં છો, તો તમે છો.'

વધુમાં, અભિનેત્રી કહે છે, 'તમે તમારાથી નાની ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમમાં છો કે મોટી ઉંમરના, તેનાથી કોઈ ફરક પડતો નથી, આનાથી અમને અમારી જગ્યા બતાવી નથી શકતા. હું ખુશ છું કે મને એક એવો જીવનસાથી મળ્યો છે, જે મને સમજે છે. તે મારાથી નાની ઉંમરનો હોય તો ઠીક છે. મને લાગે છે કારણ કે તે મારા કરતા વધારે જુવાન છે, તેથી જ હું પણ યુવાની અનુભવું છું. તેનાથી મને ખુશી મળે છે. હું દુનિયામાં શ્રેષ્ઠતા અનુભવું છું. મને લાગે છે કે અહીં હાજર મહિલાઓ મારી સાથે સહમત થશે. હું એને લઈને ખરાબ નથી અનુભવતી, મારે શા માટે એવું કરવું જોઈએ?

મલાઈકા અરોરાએ ઈવેન્ટમાં અરબાઝ ખાન સાથેના લગ્ન અને ખાન પરિવાર સાથે તેના નામના જોડાણ અંગે ચર્ચા કરી હતી. તેણીને પૂછવામાં આવ્યું કે, તે પ્રખ્યાત પરિવારનો ભાગ રહી છે. શું તેણી માને છે કે, તેમની અટકને કારણે તેને કારકિર્દીમાં સફળતા મળી? આના પર અભિનેત્રીએ જવાબ આપ્યો, 'હા, તેના કારણે મને ફાયદો થયો, પરંતુ અંતે મારે પોતાને સાબિત કરવા માટે ઘણી મહેનત કરવી જ પડી. જ્યારે મેં મારા નામની પાછળથી તેમની અટક કાઢી નાખી, ત્યારે મને કહેવામાં આવ્યું કે આ અટક દૂર ન કરો. હું મારા ભૂતપૂર્વ પતિનું સન્માન કરું છું. પરંતુ મારે મારા પોતાના પગ પર ઊભા રહેવું હતું. મને મારા નામ પરથી મારી જાતને સમજવાની તક મળી. હું હજી પણ મારી જાત પર કામ કરી રહી છું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp