26th January selfie contest

અનિકાને બોયફ્રેન્ડે માર્યો માર, એક્ટ્રેસે શેર કરી તસવીરો

PC: twitter.com

મલયાલમ એક્ટ્રેસ અનિકા વિક્રમે એક્સ બોયફ્રેન્ડની સાથે પોતાના ભયાનક અપમાનજનક સંબંધો વિશે ખુલીને વાત કરી છે. એક્ટ્રેસે ફેસબુક પર ગંભીરરીતે ઈજાગ્રસ્ત અને સુજી ગયેલી આંખોવાળી તસવીર શેર કરી છે. એક લાંબી પોસ્ટમાં, અનિકાએ પોતાની આપવીતી સંભળાવી અને લખ્યું કે, કઈ રીતે તૂટવા અને પોતાના દર્દનાક ભૂતકાળ પર કાબૂ મેળવવા છતા તેને હજુ પણ ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. એક્ટ્રેસે કહ્યું કે, તે હવે સાજી થઈ ગઈ છે અને શૂટિંગ શરૂ કરી દીધુ છે.

એક્ટ્રેસે લખ્યું છે, આ ઘટનાઓને પાછળ છોડવા છતા મને ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. મને અને મારા પરિવારને સતત અપમાનિત કરવામાં આવી રહ્યો છે. મારા પૂર્વ પ્રેમીના મારા પર હુમલા પહેલા છેલ્લી તસવીર ક્લિક કરવામાં આવી હતી. હું મારા નવા હેરકટને ફેન્સને બતાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું આ અઠવાડિયાથી તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કરી દઇશ. હું હવે સંપૂર્ણરીતે સ્વસ્થ થઈ ગઈ છું, મેં શૂટિંગ પણ શરૂ કરી દીધુ છે, આશા છે કે, હવે બધુ બરાબર થઈ જશે.

એક અન્ય પોસ્ટમાં, અનિકાએ શેર કર્યું કે તે અનૂપ પિલ્લઈ નામના એક વ્યક્તિને પ્રેમ કરતી હતી, એક્ટ્રેસે શેર કર્યું છે કે તેણે છેલ્લાં કેટલાક વર્ષોથી તેનું માનસિક અને શારીરિકરીતે શોષણ કર્યું છે. એક્ટ્રેસે કહ્યું, આવો માણસ ક્યારેય નથી જોયો. આટલું બધુ કરવા છતા તે મને ડરાવી રહ્યો છે. મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે મારી સાથે તે આવુ કરશે. બીજીવાર મેં બેંગલુરુ પોલીસમાં તેના વિરુદ્ધ મારપીટની ફરિયાદ દાખલ કરાવી. પહેલીવાર જ્યારે તેણે મને ચેન્નઈમાં માર માર્યો, તો તે મારા પગે પડીને કરગરવા માંડ્યો અને રડી પડ્યો. જ્યારે તેણે મને બીજીવાર હેરાન કરી તો મેં બેંગ્લોર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

મારી મુર્ખાઈ હતી કે પહેલીવાર મેં તેને માફ કરી દીધો હતો. જ્યારે બીજીવાર આવુ થયુ તો મેં ફરિયાદ દાખલ કરાવી પરંતુ, તેણે પોલીસને પૈસા આપ્યા અને મને ફસાવી દીધી. પોલીસ તેની સાથે હતી અને તેણે મને માર મારવાનું ચાલુ રાખ્યું. એક્ટ્રેસે કહ્યું કે, તેનો એક્સ તેના વોટ્સએપ મેસેજીસ પણ વાંચતો હતો.

એક્ટ્રેસે આગળ જણાવ્યું, છેલ્લાં કેટલાક વર્ષોમાં મારી સાથે ઘણીવાર ચીટ કરવામાં આવ્યું છે. આથી, મેં તેને છોડવાનો નિર્ણય કર્યો. પરંતુ, તે વ્યક્તિ મને છોડવા માટે તૈયાર નહોતો. તેણે મારો ફોન તોડી નાંખ્યો. આથી હું શૂટ પર પણ ના જઈ શકી. તે પહેલા પણ તે મારા તમામ વોટ્સએપ મેસેજીસને પોતાના લેપટોપથી મારી જાણકારી વિના જોઈ રહ્યો હતો.

અનિકાએ શેર કર્યું કે, તેણે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે પરંતુ, તે વ્યક્તિ હવે ભાગી ગયો છે અને હાલ તે ન્યૂયોર્કમાં છે. હું આ એ જોખમોને કારણે પોસ્ટ કરી રહી છું જેનો હું સામનો કરી રહી છું. મને એવા લોકોના કોલ્સ અને મેસેજીસ આવી રહ્યા છે જેમને તે મારા અને મારા પરિવાર વિશે ખરાબ વાતો કહી રહ્યો છે. હું આખરે સંપૂર્ણરીતે સાજી થઈ ગઈ છું અને શૂટિંગના કામ પર પાછી આવી ગઈ છું. મને શુભકામનાઓ આપો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp