35 વર્ષીય એક્ટ્રેસે કરી આત્મહત્યા, થોડા કલાકો અગાઉ કરેલી આ પોસ્ટ

PC: indiatoday.in

ફિલ્મ જગતથી એક ખૂબ જ માઠા સમાચાર સામે આવી રહ્યા છે. સાઉથ એક્ટ્રેસ રંજૂષા મેનને આત્મહત્યા કરી લીધી છે. તેનું શબ તેના જ ઘર પર ફાંસીના ફંદા સાથે લટકેલું મળ્યું. જો કે, અત્યાર સુધી આત્મહત્યા કરવાનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ આ સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક્ટ્રેસના નજીકના આ સમાચારથી ખૂબ જ શોક્ડ છે. રંજૂષા મેનન 35 વર્ષની હતી. જો કે, એક્ટ્રેસનું મોત 30 ઓક્ટોબરની સવારે થયું હતું, પરંતુ તેની જાણકારી અત્યારે સામે આવી છે.

રંજૂષા મેનનનું શબ તિરુવનંતપુરમના શ્રીકાર્યાટ સ્થિત તેના ઘર પર લટકેલું મળ્યું. એક્ટ્રેસ છેલ્લા કેટલાક સમયથી પોતાના પતિ અને બાળકો સાથે શ્રીકાર્યાટમાં ભાડાના ઘરમાં રહેતી હતી. શબને પોસ્ટમોર્ટમ માટે તિરુવનંતપુરમ મેડિકલ કૉલેજ મોકલવામાં આવ્યું છે. તો પોલીસ હાલમાં મોતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. રંજૂષા મેનન ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહેતી હતી. મોતના થોડા કલાકો અગાઉ રંજૂષા મેનને એક ફની રીલ પોસ્ટ કરી હતી. મોટા ભાગે તે પોતાના કો-એક્ટર્સ સાથે વીડિયો બનાવતી હતી.

રંજૂષા મેનને 29 ઓક્ટોબરના રોજ પણ એક રીલ શેર કરી હતી. ત્યારબાદથી લઈને બીજા દિવસની સવાર સુધીમાં એવું શું થયું, કે એક્ટ્રેસે આવડું મોટું પગલું ઉઠાવ્યું અને ફાંસી લગાવી લીધી. આ વાત અત્યાર સુધી મિસ્ટ્રી બનેલી છે. રંજૂષા મેનન ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ રહી છે. તેણે ‘સિટી ઓફ ગોડ’, ‘મેરીકુંડારું કુંજદ’ જેવી ઘણી ફિલ્મો અને ઘણા ટેલિવિઝન શૉમાં કામ કર્યું છે. અંતિમ વખત તે Aanandaragamમાં નજરે પડી હતી, જ્યાં તેણે લીડ રોલ નિભાવ્યો હતી. તેણે સિટકોમ Varan Doctaranuમાં કોમિક રોલ નિભાવ્યો હતો.

તો Ente Mathavu અને Mrs Hitler જેવી ફિલ્મોમાં તેણે પોતાની શાનદાર એક્ટિંગથી લોકોનું મનોરંજન કર્યું છે. રંજૂષા મેનન ખાસ કરીને સપોર્ટિંગ રોલ માટે જાણીતી છે. ‘બોમ્બે માર્ચ’, ‘કાર્યસ્થાન’, ‘વન વે ટિકિટ’, અથમુથા દ્વીપુ’ જેવી ઘણી ફિલ્મોમાં પોતાનું હુનર દેખાડીને એક્ટ્રેસે પોતાની અલગ ઓળખ બનાવી. તે ન માત્ર એક્ટ્રેસ હતી, પરંતુ એક મેકર પણ હતી. તેણે ઘણી સીરિયલ્સમાં નિર્માતા તરીકે કામ કર્યું. એ સિવાય તે એક પ્રોફેશનલ ભરતનાટ્યમ ડાન્સર પણ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp