- Entertainment
- ડરબન ફિલ્મ ફેસ્ટિવલમાં મનોજ વાજપેયીને આ ફિલ્મ માટે મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ
ડરબન ફિલ્મ ફેસ્ટિવલમાં મનોજ વાજપેયીને આ ફિલ્મ માટે મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ
મનોજ વાજપેયી પોતાના અભિનયથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી ચૂક્યો છે. ફેન્સ તેને મોસ્ટ વર્સેટાઇલ એક્ટર પણ કહે છે. હવે અભિનેતાને એક મોટો એવોર્ડ પોતાના નામે કર્યો છે. ડરબન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મનોજ વાજપેયીને ફિલ્મ ‘જોરમ’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો છે. સાથે જ આ ફિલ્મે બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
હાલમાં જ 44માં ડરબન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતીય ફિલ્મ જોરમ છવાઈ ગઇ. દેવાશીષ મખીજા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં મનોજ વાજપેયીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. જેના માટે અભિનેતાને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. તો પીયૂષ પુતિને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

પિતાની ભૂમિકામાં જોવા મળ્યો વાજપેયી
ફિલ્મોમાં તનિષ્ઠા ચેટર્જી અને રાજશ્રી દેશપાંડેએ પણ સ્પેશ્યલ અપિયરેંસ આપી છે. ફિલ્મની સ્ટોરી ઝારખંડના આદિવાસી સમુદાયની આસપાસ ફરે છે. ટ્રાયબલ કમ્યુનિટીની સાથે થનારા અન્યાય અને જંગલોને કાપી નાખવાના મુદ્દા પર ફિલ્મ બનાવવામાં આવી છે. તો આ ફિલ્મમાં મનોજ એક એવા વ્યક્તિની ભૂમિકા ભજવે છે, જે પોતાની દીકરીને બચાવવામાં લાગ્યો હોય છે.

આ ફિલ્મમાં પોતાના પાત્ર વિશે વાત કરતા મનોજ વાજપેયીએ કહ્યું હતું કે, ફિલ્મ જોરમ ભૂતકાળ અને વર્તમાનની વચ્ચે ફસાયેલા એક વ્યક્તિની રસપ્રદ કહાની છે. મને ડાર્સૂનું પાત્ર ભજવવાનું પસંદ આવ્યું. જેના ભૂતકાળ અને વર્તમાનમાં ઘણો તફાવત છે. બહારથી તે એક સાધારણ માણસ જેનો દેખાય છે જેના પર લોકોનું ધ્યાન પણ જતું નથી. પણ તે કોઈપણ રીતે સામાન્ય વ્યક્તિ નથી. આ પ્રકારના પ્રભાવશાળી પાત્રની સાથે એક સુંદર સ્ટોરી. ફિલ્મમાં કામ કરવાનો અનુભવ ખૂબ જ સુખદ રહ્યો છે.
ડરબન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મળવાથી મનોજ વાજપેયી ઘણો ખુશ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ પહેલા પણ અન્ય ઘણાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાં જોરમ ફિલ્મ પ્રદર્શિત થઇ ચૂકી છે. રોટરડેમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ, સિડની ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નમાં પણ ફિલ્મને ઘણી કેટેગરીમાં નોમિનેશન મળી ચૂક્યું છે.

